Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદીના વાયદામા સામસામા રાહ બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિનો દોર: ક્રૂડ તેલ ઘટયું

- કોટનના વાયદામા ઘટાડો : ગેસમાં પાંખા કામકાજ

મુંબઈ, શુક્રવાર 10 નવેમ્બર 2017

વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં  ૧,૫૨,૯૨૦ સોદામાં રૃ.૭,૩૯૦.૭૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાઓનો હિસ્સો રૃ.૭,૩૩૦.૫૬ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૃ.૬૦.૧૫ કરોડનો રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૯,૩૮૭ સોદાઓમાં રૃ.૧,૫૨૬.૭૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૨૯,૬૨૫ ખૂલી, ઊપરમાં રૃ.૨૯,૬૨૫ અને નીચામાં રૃ.૨૯,૫૩૫ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૫૨ ઘટીને રૃ.૨૯,૬૦૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૫ વધીને ૮ ગ્રામદીઠ રૃ.૨૩,૭૪૫ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૃ.૧ ઘટીને ૧ ગ્રામદીઠ રૃ.૨૯૬૧ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૃ.૫૭ ઘટીને બંધમાં રૃ.૨૯,૬૧૩ના ભાવ રહ્યા હતા.

ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૩૯,૬૫૭ ખૂલી, ઊપરમાં રૃ.૩૯,૭૭૭ અને નીચામાં રૃ.૩૯,૫૫૫ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૃ.૯૮ વધીને રૃ.૩૯,૭૩૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૃ.૯૫ વધીને રૃ.૩૯,૭૫૧ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૃ.૮૯ વધીને રૃ.૩૯,૭૪૮ બંધ રહ્યા હતા.  બિનલોહ ધાતુઓમાં ૮૫,૨૭૩ સોદાઓમાં કુલ રૃ.૩,૯૬૫.૦૦ કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૭૫ પૈસા વધીને રૃ.૧૩૬.૭ અને તાંબુ નવેમ્બર રૃ.૧.૩૫ વધીને રૃ.૪૪૫.૮ થયા હતા, જ્યારે સીસું નવેમ્બર રૃ.૧.૯૫ વધીને રૃ.૧૬૬.૧૫ તથા નિકલ નવેમ્બર રૃ.૮ વધીને પ્રથમ સત્રનાં અંતે રૃ.૮૦૭.૨ બંધ રહ્યા હતા. જસત નવેમ્બર રૃ.૨.૬ વધીને બંધમાં રૃ.૨૧૨.૩ના ભાવ રહ્યા હતા.  

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૪,૯૦૧ સોદાઓમાં રૃ.૧,૫૬૦.૯૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૃ.૩,૭૧૪ ખૂલી, ઊપરમાં રૃ.૩,૭૩૪ અને નીચામાં રૃ.૩,૭૧૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૨ ઘટીને રૃ.૩,૭૨૬ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર રૃ.૨૦૯ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩,૧૮૮ સોદાઓમાં કુલ રૃ.૨૭૭.૮૭ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન નવેમ્બર વાયદો ગાંસડીદીઠ રૃ.૧૮,૨૬૦ ખૂલી, ઊપરમાં રૃ.૧૮,૩૫૦ અને નીચામાં રૃ.૧૮,૨૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૃ.૪૦ ઘટીને રૃ.૧૮,૨૬૦ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૫૬૪ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૃ.૩.૨૦ વધીને બંધમાં રૃ.૫૬૯.૭ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૃ.૧,૭૬૮ ખૂલી, ઊપરમાં રૃ.૧૭૬૭.૭ અને નીચામાં રૃ.૧૬૪૭.૭ રહી, અંતે રૃ.૧૬૪૭.૭ બંધ રહ્યો હતો.

કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૧.૬૩ પોઈન્ટ વધીને ૩૫૧૯.૭૧ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૬.૭૫ પોઈન્ટ વધીને ૫,૧૦૬.૪૨, એનર્જી ઈન્ડેક્સ ૬.૨૩ પોઈન્ટ ઘટીને ૨,૭૩૬.૯૮ અને એગ્રી ઈન્ડેક્સ ૧૨.૫૨ પોઈન્ટ ઘટીને ૨૬૧૫.૭૧ બંધ રહ્યા હતા.  

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૫,૮૮૩ સોદાઓમાં કુલ રૃ.૯૭૪.૬૪ કરોડની કીમતનાં ૩૨૯૪.૬૨૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૩,૫૦૪ સોદાઓમાં કુલ રૃ.૫૫૨.૧૩ કરોડની કીમતનાં ૧૩૯.૦૪ ટન, એલ્યુમિનિયમમાં ૯,૮૮૬ સોદાઓમાં રૃ.૪૧૫.૭૪ કરોડનાં ૩૦,૫૨૩ ટન, તાંબામાં ૧૯,૯૨૬ સોદાઓમાં રૃ.૮૫૧.૫૨ કરોડનાં ૧૯૧૧૩.૭૫ ટન, સીસામાં ૧૪,૦૯૬ સોદાઓમાં રૃ.૭૮૩.૪૨ કરોડનાં ૪૭૩૨૭ ટન, નિકલમાં ૧૯,૮૬૦ સોદાઓમાં રૃ.૪૬૪.૪૪ કરોડનાં ૫,૭૬૮.૮૦ ટન, જસતમાં ૨૧,૫૦૫ સોદાઓમાં રૃ.૧,૪૪૯.૮૮ કરોડનાં ૬૮,૭૬૫ ટન, ક્રૂડ તેલમાં ૩૪,૨૪૪ સોદાઓમાં રૃ.૧,૧૨૮.૮૭ કરોડનાં ૩૦,૩૨,૮૭૦ બેરલ્સ, નેચરલ ગેસમાં ૧૦,૬૫૭ સોદાઓમાં રૃ.૪૩૨.૦૬ કરોડનાં ૨,૦૫,૯૬,૨૫૦ એમએમબીટીયૂ, કોટનમાં ૭૪૬ સોદાઓમાં રૃ.૪૨.૮૨ કરોડનાં ૨૩,૪૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૧૦૮ સોદાઓમાં રૃ.૯૭.૦૪ કરોડનાં૧૭,૧૦૦ ટન, એલચીમાં ૧૨૯ સોદાઓમાં રૃ.૧.૭૩ કરોડનાં ૧૭.૬ ટન અને મેન્થા તેલમાં ૧૧૯૭ સોદાઓમાં રૃ.૧૩૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૮,૭૦૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૨૯.૪૨ ટન, એલ્યુમિનિયમમાં ૩૧૪૨૮ ટન, તાંબામાં ૧૮૪૨૨.૨૫ ટન, સીસામાં ૩૮૧૨૬ ટન, નિકલમાં ૩૯૭૭.૯ ટન, જસતમાં ૬૫૯૭૬ ટન, ક્રૂડ તેલમાં ૩૧૦૦૬ બેરલ્સ, નેચરલ ગેસમાં ૧૩૭૨૧૨.૫ એમએમબીટીયૂ, કોટનમાં ૨,૦૭,૧૫૦ ગાંસડી, સીપીઓમાં ૮૫,૨૯૦ ટન, એલચીમાં ૪૩.૬ ટન અને મેન્થા તેલમાં ૧૯૦૩.૬૮ ટનના સ્તરે રહ્યો હતો.

ઓપ્શન્સમાં જોઈએ તો વાયદા પર કોમોડિટી ઓપ્શન્સમાં ગોલ્ડ ઓપ્શનમાં રૃ.૬૦.૧૫ કરોડનું ટર્નઓવર (નોશનલ) થયું હતું, જ્યારે પ્રીમિયમ ૨૨.૯૮ લાખનું રહ્યું હતું અને ૨૦૨ કિલોનાં વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૭૯૦ કિલોનાં સ્તરે રહ્યો હતો. ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં કોલ ઓપ્શન્સનો હિસ્સો ૭૦.૬૮%નો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો ૨૯.૩૨%નો હતો.  

ગોલ્ડ ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૃ.૨૯,૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૧૦૮ ખૂલી, ઊપરમાં રૃ.૧૨૦ અને નીચામાં રૃ.૧૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૃ.૧૧૬.૫૦ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૃ.૨૯,૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૪૦ ખૂલી, ઊપરમાં રૃ.૪૩.૫ અને નીચામાં રૃ.૩૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૃ.૪૦.૫ બંધ રહ્યો હતો.

Post Comments