Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વૈશ્વિક શેરોનું ૨૦૧૧ પછીના સૌથી મોટા સાપ્તાહિક ગાબડા તરફ પ્રયાણ

- ડાઊમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુનો કડાકો : ચાઈનીઝ શેરો ૪ ટકા તુટતા ૮૨૮ અબજ ડોલરનું ધોવાણ : ભારતીય શેરબજારો ડામાડોળ : અમેરિકા અને યુરોપના બજારો પાણી-પાણી

લંડન, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

આગામી સમયમાં અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની ભીતિ પાછળ ચાલુ સપ્તાહના પ્રારંભથી વૈશ્વિક શેરબજારોમાં પીછેહઠ શરૃ થઇ છે. જેમાં ગઇરાત્રે (ગુરૃવારે) અમેરિકી શેરબજારોમાં ફરી એકવાર કડાકો બોલી જતા તેની પાછળ વિશ્વના અન્ય બજારોમાં પણ ગામડા નોંધાયા હતા. જેમાં ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. આમ, વૈશ્વિક શેરબજારોની ગતિવિધીને જોતા વૈશ્વિક શેરોએ સપ્ટેમ્બર ૨૦૧૧ પછીના સૌથી મોટા સાપ્તાહિક ગાબડા તરફ પ્રયાણ કર્યું છે.

વૈશ્વિક સ્તરે શેરબજારોના તુટવા પાછળના મુખ્ય કારણમાં આગામી સમયમાં અમેરિકામાં વ્યાજદરમાં થનાર વધારો કારણભૂત છે. બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ અમેરિકામાં ફુગાવો વધશે એટલે ત્યાંની સરકાર વ્યાજદરમાં વધારો કરશે. વ્યાજદરમાં વધારો થશે એટલે વળતરમાં ઘટાડો થશે. આ ગણિત પાછળ ચોમેરથી આવેલ વેચવાલના દબાણે ગઇકાલે (ગુરૃવારે) ન્યુયોર્ક શેરબજારના ડાઉજોન્સ ઇન્ડેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો.

આ અહેવાલોથી સમગ્ર વિશ્વના બજારો પર પ્રતિકૂળ અસર થવા પામી છે. એશિયાઈ શેરબજારોમાં આજે ભારતીય શેરબજારના બે મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સમાં ૪૦૭ પોન્ટ અને નિફ્ટીમાં ૧૨૨ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે ચીનના શેરબજારોમાં વેચવાલીના દબાણે ૪ ટકાનું ગાબડું નોંધાતા વર્ષની નીચી સપાટીએ ઉતરી આવ્યાહતા. ચાઈનીઝ બજારમાં વેચવાલના ઘોડાપૂર નીકળતા ૮૨૮ અબજ ડોલરનું ધોવાણ થવા પામ્યું હતું.

આ આહેવાલો પાછળ યુરોપિયન બજારોમાં પણ પીછેહઠ થવા પામી હતી. બીજી તરફ એશિયાના અન્ય બજારોમાં પણ ગાબડા નોંધાયા હતા. વૈશ્વિક સ્તરે બાજરોમાં ઉદ્ભવેલી નરમાઈ સંદર્ભે જાણકારોએ જણાવ્યું હતું કે અમેરિકામાં વ્યાજદર વધારાની ચિંતા ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રમાં નબળાઈ સહિતના અન્ય મુદ્દાની પણ બજારો પર અસર જોવા મળી રહી છે. વિવિધ પ્રતિકૂળતાના કારણે વૈશ્વિક સ્તરે બજારોમાંથી ભંડોળ પાછું ખેંચાઈ રહ્યું છે. જે એક ગંભીર બાબત છે.

વૈશ્વિક બજારોમાં નોંધાયેલા ગાબડા

દેશ- ઇન્ડેક્સ

બંધ સપાટી

ગાબડુ (ટકામાં)

અમેરિકા/ નાસ્ડેક

,૭૭૭.૧૬

- ૪.૦૬

લંડન/ ફીટસ

,૧૦૫.૦૮

- ૦.૯૨

ફ્રાન્સ/ CAC

,૦૭૭.૫૦ 

- ૧.૪૬

જર્મની/ડેક્સ

૧૨,૦૭૩.૨૩

- ૧.૫૫

જાપાન/ નિકાઈ

૨૧,૩૮૨.૬૨

- ૨.૩૮

સિંગાપોર/સ્ટ્રેઇટ

,૩૭૭.૨૪

- ૧.૧૪

હોંગકોંગ/ હેંગસેંગ

૨૯,૫૦૭.૪૨

- ૩.૨૦

તાઇવાન

૧૦,૩૭૧.૭૫

- ૧.૫૧

દ. કોરિયા/ કોસ્પિ

,૩૬૩.૭૭

- ૧.૮૬

ઇન્ડોનેશિયા

,૫૦૫.૫૨

- ૦.૬૦

ચીન/ શાંગહાઈ

,૧૩૦.૦૩

- ૪.૧૯

 

Post Comments