Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દૂધના ભાવ ગગડતા ડેરી સાથે સંકળાયેલા ખેડૂતો મુશ્કેલીમાં

- મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દૂધની ખરીદીની સાથોસાથ ભાવમાં પણ ઘટાડો

નવી દિલ્હી, શુક્રવાર તા.12 જાન્યુઆરી 2018

છેલ્લા વીસ પચીસ દિવસથી મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં ડેરીમાં દૂધ ભરતા ખેડૂતોને દૂધના મળતા ભાવમાં ઘટાડો થતાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

ઉપલબ્ધ માહિતી મુજબ દૂધનો માલ ભરાવો થવાના કારણે ખાનગી ડેરીઓ દ્વારા દૂધની ખરીદીમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. તો બીજી તરફ કો.ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા ખપ પૂરતી જ ખરીદી થાય છે. આમ, ખેડૂતોને દૂધના વેચાણ અંગેની પ્રતિકૂળતા ઉદ્ભવેલી જ હતી.

ત્યાં હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોને મળતા દૂધના ભાવમાં પણ ઘટાડો થયો છે. અગાઉ એક લિટર દૂધના રૃા. ૩૮ મળતા હતા તે હાલ રૃા. ૨૪/૨૫ આસપાસ મળે છે. આમ ભાવમાં સીધો જ રૃા. ૧૫ની આસપાસનો ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલ ટોચના વર્તુળોના જણાવ્યા મુજબ છેલ્લા એક માસથી કેટલાક રાજ્યોમાં દૂધના ભાવમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ દૂધના રૃટીન જથ્થા કરતા વધૂ પૂરવઠો ઉપલબ્ધ થતા તેની ખરીદીમાં કાપ મૂકાયો છે. ઊદભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના નિવારણ માટે રાજ્ય સરકારોએ આગળ આવવું જોઇે.

Post Comments