Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કપાસના ઉત્પાદન ખર્ચમાં વધારો અને ભાવમાં ઘટાડાથી ખેડુતો હતાશ

- ઉમરાળા પંથકના કપાસ ઉત્પાદકોમાં યોગ્ય ભાવના અભાવે રોષની લાગણી

ઉમરાળા,તા.12 માર્ચ 2018,સોમવાર

કપાસના ઉત્પાદન ખર્ચમાં વધારો અને ભાવમાં ઘટાડો થવાથી ઉમરાળા પંથકના કપાસ ઉત્પાદકોમાં હતાશા જોવા મળે છે તેમજ ભાવમાં વધારો કરવા વ્યાપક માંગ ઉઠવા પામી છે.

ગત ચોમાસામાં કપાસના મોલ માટે અપૂરતો વરસાદ તથા ગુલાબી ઈયળ સહિતની જીવાંતોના વધુ પડતાઉપદ્રવના કારમે, કપાસનો ઉત્પાદન ખર્ચ વધુ પડતો થવા છતાં ઉત્પાદન ઓછું થયું અને જે ઉત્પાદન થયું તેના ભાવો અગાઉના વર્ષોની તુલનાએ ઓછા રહ્યાં. સરકાર પોષણક્ષમ ભાવ નક્કી કરીને ખરીદી માટે વ્યવસ્થા કરશે તેવી આશામાં ખેડૂતોએ ગત ઓકટોબર - નવેમ્બર સુધીમાં ઘરમાં આવેલ કપાસ સંઘરી રાખ્યો. પરંતુ કપાસ ઉત્પાદકોની આ આશા ઠગારી નીવડી. બીજી બાજુ ખાનગી ખરીદદારો તરફથી ખેડૂતોની અપેક્ષા કરતાં ઓછા ભાવો આપવા ઉપરાંત કેટલાક દ્વારા તોલમાપમાં બેઈમાનીની પરિયાદો પણ ઉઠતી રહી.

ભાવ વધવાની આશામાં કપાસ સંઘરી રાખનારા ખેડુતોએ ફેબુ્રઆરી સુધી રાહ જોયા પછી, ગયા ચોમાસામાં વાવેતર, માવજત અને ઉત્પાદન માટે ખેડ, ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી વગેરે માટે ખર્ચવા લીધેલ ધીરાણ સહિતના કરજ પરત કરવા તથા આગામી ચોમાસા માટે જમીનનું ખેડાણ, બિયારણ, ખાતર વગેરેની વ્યવસ્થા કરવા કપાસનું વેચાણ કર્યા વગર છૂટકો ન હોવાથી કપાસ વેચવા લાગ્યા છે ત્યારે નીચા ભાવ તથા તોલ, બીલ વગેરે જેવી બાબતોમાં ખેડુતોની ગરજનો ગેરલાભ ઉઠાવવામાં આવતો હોવાની ફરિયાદો છે.

બીજી બાજુ કૃષિ વિષયક ટૂંકી મુદતનું ઘિરાણ કરતી કેટલીક સેવા સહકારી મંડળીઓએ ગત વર્ષની વસુલાતો ચાલુ રાખી છે, પણ નવી સીઝન માટે ટૂંકી મુદતના ધિરાણની, બેન્ક દ્વારા શાખ પષક મંજુર થવું બાકી હોવાના બાને શરૃઆત કરી નથી તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે.

Post Comments