Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેન્સેક્સ ૫% ગગડયો છતાં શેરના વેલ્યૂએશન હજી ઊંચા

- ભારતીય બજારનું ફોરવર્ડ અર્નિંગ્સ ૧૮.૧૨ ગણું

- બજારની વેલ્યુએશન્સ નિશ્ચિતરૃપે ઘણી વધી ગઇ છે અને આ વર્ષે બજારમાંથી સંપૂર્ણપૂર્ણ વળતર મેળવવું ખૂબ મુશ્કેલ હશે

મુંબઈ, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ભારતીય ઈક્વિટી બજારોમાં તેમની સર્વોચ્ચ સપાટીએથી કડાકો બોલાયો હોવા છતાં તે સૌથી મૌંઘા બજારોમાંના એક છે. જાન્યુઆરીમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ સેન્સેક્સ ૫ ટકા ઘટયા બાદ હાલ તેની એક વર્ષની ફોરવર્ડ અનગ્સના આધારે ૧૮.૧૨ ગણો ટ્રેડ થાય છે. તેનાથી વિપરિત એમએસસીઆઈ ઈમજગ માર્કેટ્સનો પીઈ ૧૨.૨૫ ગણો અને તે રીતે એમએસસીઆઈ વર્લ્ડ ૧૫.૮ ગણો છે.

સેક્ટોરલ બીએસઈ એફએમસીજી, બીએસઈ કન્ઝયુમર ડિસ્ક્રિશનરી ગૂડ્સ એન્ડ સવસીસ, બીએસઈ કેપિટલ ગૂડ્સ અને બીએસઈ હેલ્થકેર તેના એક વર્ષના ફોરવર્ડ પીઈ સાથે અનુક્રમે ૩૦.૯, ૨૫.૫, ૨૪.૯ અને ૨૨.૮ ઘણા સૌથી મોંઘા નિર્દેશાંકો છે.

બીએસઈ ૨૦૦ સ્ટોક્સમાં ડીએલએફ લિ., એવન્યૂ સુપરમાર્કેટ્સ લિ., યુનાઈટેડ બ્અરીઝ લિ., બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન હોટેલ્સ કં. લિ. ઈન્ફો એજ ઈન્ડિયા લિ., ડીશ ટીવી ઈન્ડિયા લિ., બાયોકોન લિ. અને ભારતી એરટેલ લિ. એક વર્ષના ફોરવર્ડ પીઈ સાથે ૫૦થી ૭૬.૦૬ ગણા વચ્ચે સૌથી મોંઘા સ્ટોક્સ છે.

વર્તમાન વેલ્યુએશમાં સૌથી સસ્તા નિર્દેશાંકોમાં બીએસઈ ઓઈલ અને ગેસ, બીએસઈ એનર્જી અને બીએસઈ મેટલનો સમાવેશ થાય છે, જે અનુક્રમે ૧૦.૮, ૧૧.૭ અને ૧૧.૯ ગણા છે. આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિ., આઈડીએફસી લિ., ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પ લિ., વેદાન્ત લિ., રિલાયન્સ પાવર લિ., ઓઈલ ઈન્ડિયા લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ. લિ. અને ટાટા મોટર્સ જેવા સ્ટોક્સ વેલ્યુએશનમાં તેમના એક વર્ષના ફોરવર્ડ પીઈ સાથે ૮-૯ ગણા સસ્તા છે.

જેએમ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટયૂશનલ સિક્યોરિટીઝ લિ.ના જણાવ્યા મુજબ ભારતીય રિઝર્વ બેન્કની લેટેસ્ટ નાંણાં નીતિ સૂચવે છે કે ફુગાવાનું જોખમ ઊંચું હોવાથી યીલ્ડ્સમાંથી કોઈ રાહત મળશે નહીં અને એક સૂચકાંક એમ દર્શાવે છે કે બજારની વેલ્યુએશન્સ નિશ્ચિતરૃપે લંબાઈ છે અને આ વર્ષે બજારમાંથી સંપૂર્ણ વળતર મેળવવું ખૂબ જ મુશ્કેલ હશે.

Post Comments