Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેન્સેક્સ તેમજ નિફ્ટી કરતાં SMEઇન્ડેક્સમાં બમણાથી પણ વધુ વૃધ્ધિ

- વિતેલા ૨૦૧૭ના વર્ષમાં

- વર્ષ દરમિયાન BSE SME માં ૮૮.૮૬ ટકા અને NSE SME માં ૬૭.૦૧ ટકાનો ઉછાળો :  ૮૦ ટકા SME IPO માં પોઝિટીવ રિટર્ન

અમદાવાદ, બુધવાર તા.03જાન્યુઆરી 2018

તાજેતરમાં પૂર્ણ થયેલા ૨૦૧૭ના કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સમાં તેમજ નિફ્ટીમાં અનુક્રમે ૨૭ અને ૨૮ ટકા જેટલું ઊચું વળતર મળ્યું હતું. તેની બીજી બાજુ ગત વર્ષ દરમિયાન બેઉ આગેવાન શેરબજારના એસએમઇ પ્લેટફોર્મે બંને ઇન્ડેક્સ કરતા બમણાંથી પણ વધુ વળતર પૂરૃ પાડયું છે. તેમાંય મહત્ત્વની બાબત તો એ છે કે વર્ષ દરમિયાન એસએસઇ ક્ષેત્રે આવેલા કુલ આઈપીઓમાંથી ૮૦ ટકામાં પોઝિટિવ રિટર્ન મળ્યું હતું.

વર્ષ ૨૦૧૭ સ્પષ્ટ રીતે શેરબજારમાં એસએમઇનું રહ્યું હતું. બીએસઇ એસએમઇ મૂડીબજાર અને એનએસઇ ઇમર્જે ૧૨૬ આઈપીઓ જોયા હતા ત્યારે સેકંડરી માર્કેટમાં બીએસઇ એસએમઇ ઇન્ડેક્સની ૮૮.૮૬ ટકા અને નિફ્ટી એસએમઇમાં ૬૭.૦૧ ટકાની વૃધ્ધિ જોવા મળીહતી. સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ ઇન્ડાઇસીસ અનુક્રમે ૨૭.૨૭ ટકા અને ૨૮.૧૦ ટકાથી વૃધ્ધિ પામ્યાં હતાં.

એસએમઇ આઈપીઓ લાવનાર ૧૨૬ કંપનીમાંથી લગભગ ૮૦ ટકાએ આઈપીઓના ભાવો સામે હકારાત્મક વળતરો આપ્યાં હતાં. બેએસએમઇ મૂડીબજારની એકત્રિત માર્કેટકેપ ૨૦૧૭ના અંતે રૃ. ૩,૮૮૬.૪૦ કરોડ રહી હતી.

૧૨૬ આઈપીઓમાંથી પાંચનું શેરભરણું ૧૦૦ ગણાથી વધુ છલકાયું હતું. તેમાંથી સૌથી સફળ મેક રેફ્રિજરેશન લિમિટેડ રહી હતી. જેનું શેરભરણું ૨૫૯.૧૮ ગણું છલકાયું હતું અને એએનઆઈ ઇન્ટીગ્રેટેડ સર્વિસીસ લિમિટેડું શેરભરણું ૧૯૯.૧૨ ગણું છલકાયું હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર આ રાજ્યોમાંથી બજારમાં ટકોરા પાડનારી અનુક્રમે ૪૭ ્ને ૩૯ કંપનીઓ સાથે આગળ રહ્યાં હતાં.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ એસએમઇ બજારમાં એકશન તો હજુ શરૃ થઇ છે. ભારતમાં એસએમઇ મૂડીબજાર માટે ૨૦૧૭ અદ્ભુત વર્ષ નીવડયું છે છતાં હજુ લાંબી મજર કાપવાની છે. ટોરોન્ટો ખાતે ટીસીએક્સ વેન્ચર એક્સચેન્જમાં ૧૭૨૦ કંપનીઓ લિસ્ટેડ છે, જેની તુલનામાં ભારતીય શેરબજારોમાં ૩૨૭ કંપનીઓ લિસ્ટેડ હોઈ દુનિયામાં ટોચની પાંચ શેરબજારમાં હજુ સ્થાન પામી નથી.
 

Post Comments