Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાંડના ભાવમાં વધારો કરવાના પગલાં છતાં મિલો અને ખેડૂતોની ચિંતા હજુ પણ ચાલુ

- ખેડૂતોને શેરડી પેટે ચૂકવવાની રકમનો આંક રૃપિયા ૨૭૦ અબજ સુાૃધી પહોંચી શકે છે

મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

ખાંડની આયાત ડયૂટીમાં વધારો અને મિલો પર ખાંડ છૂટી કરવા પર મર્યાદા સહિતના વિવિધ પગલાં લેવાવા છતાં દેશના ખાંડ ઉદ્યોગ અને ખેડૂતોની ચિંતા ઓછી થઈ હોવાનું જણાતું નથી.  સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓને કારણે ખાંડ પરના વળતરમાં મિલોને પાંચથી સાત ટકાનો લાભ થયો છે ખરા પરંતુ તેઓ અગાઉ ઉત્પાદન ખર્ચથી ૧૮થી ૨૦ ટકા નીચે વેચતા હતા.

ખોટ ઘટી છે પણ શેરડી પિલાણની કામગીરી હજુ પણ ટકી શકે એમ નથી. ખાંડ મિલોનો કેશ ફલો વધારવામાં મદદ કરવા ઉદ્યોગ દ્વારા સરકાર પાસેથી મદદ માગવામાં આવી છે. જો મિલો નાણાંની કમાણી નહીં કરે તો, ખેડૂતો જેઓ તેમને શેરડીનું વેચાણ કરે છે તેમને નાણાં મળી નહીં શકે.

૨૦૧૭-૧૮ની વર્તમાન ખાંડ મોસમ (ઓકટોબર-સપ્ટેમ્બર) દરમિયાન ખાંડનો ઉત્પાદન અંદાજ ૨.૬૧ કરોડ ટન મુકાયો છે જેમાંથી ૧.૭૦ કરોડ ટન જાન્યુઆરીના અંત સુધીમાં ઉત્પાદિત થઈ ગઈ છે અને ફેબુ્રઆરી ઉત્પાદન માટે શ્રેષ્ઠ મોસમ ગણવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ વગેરે જેવા રાજ્યોમાં ઊંચી રિકવરીને આધારે રાજ્યોના ટેકાના ભાવોને કારણે ખેડૂતોને શેરડી પેટે ચૂકવવાની બાકી રકમનો આંક રૃપિયા ૨૭૦ અબજ સુધી પહોંચી શકે છે.

બાકી રકમ બે સપ્તાહની અંદર ચૂકવવામાં ન આવે તો તકનિકી દ્રષ્ટિએ તેને એરિઅર્સ તરીકે લેખવામાં આવે છે. વર્તમાન વર્ષમાં ખાંડની પુરાંત  ૧૦ લાખ ટન રહેવાનો અંદાજ છે.

આ ઉપરાંત વર્તમાન અને આગામી મોસમમાં ખાંડનું ઉત્પાદન ઊંચુ રહેવા ધારણાં છે, આવી સ્થિતિમાં દરેક હિસ્સેદારોના હિતોનું રક્ષણ થાય તેની ખાતરી રાખવા સરકારની ભૂમિકા મહત્વની બની રહે છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

Post Comments