Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેન્સેક્સ ૩૪૦૦૦ની સપાટી કુદાવવામાં નિષ્ફળ : ૧૮૬ પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો

- ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૬૭ ડોલરની સપાટી કુદાવી : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજી

-ડોલર નબળો પડતો અટકીને ૬ પૈસા વધીને રૃ.૬૪.૫૩

નિફટી સ્પોટ ૧૦૫૦૩ સુધી ઉછળી અંતે ૧ પોઈન્ટ વધીને ૧૦૪૪૩ :  ઓટો, આઈટી, ઓઈલ શેરોમાં પ્રોફિટ બુકિંગ : પાવર, મેટલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી : FIIની કેશમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૦૧૧ કરોડની વેચવાલી


(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ, તા.03 જાન્યુઆરી 2018 બુધવાર

કેલેન્ડર વર્ષ ૨૦૧૮ના સતત ત્રીજા દિવસે ફંડો, મહારથીઓ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે પ્રોફિટ બુકિંગના મૂડમાં રહીને આજે સેન્સેક્સને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ લાવી દીધો હતો. ટ્રેડીંગની શરૃઆત આજે મજબૂતીએ કરીને ફંડોએ બેંકિંગ, એફએમસીજી, પાવર-કેપિટલ ગુડઝ, ઓટો, મેટલ ફ્રન્ટલાઈન શેરોમાં તેજી કરીને સેન્સેક્સને ૩૪૦૦૦ની લગોલગ લાવી દીધો હતો. જે વધ્યામથાળેથી પ્રોફિટ બુકિંગ શરૃ કરીને ફાર્મા, આઈટી, ઓટો, ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગ કરતાં આરંભિક ઉછાળો ધોવાઈ ગયો હતો.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધતાં જઈને આજે બ્રેન્ટ ક્રુડના ૬૭ ડોલરની સપાટી કુદાવીને ૪૬ સેન્ટ વધીને ૬૭.૦૩ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫૧ સેન્ટ વધીને ૬૦.૮૮ ડોલરની ઊંચાઈએ પહોંચતાં તેમ જ રૃપિયા સામે અમેરિકી ડોલર નબળો પડતો અટકીને ૬ પૈસા વધીને રૃ.૬૩.૫૩ ડોલર થતાં શેરોમાં ફંડોએ ઉછાળે ઈન્ડેક્સ બેઝડ હળવા થવાનું પસંદ કર્યું હતું.

સેન્સેક્સ અંતે ૧૮.૮૮ પોઈન્ટ ઘટીને ૩૩૭૯૩.૩૮ અને નિફટી સ્પોટ ૧ પોઈન્ટ વધીને ૧૦૪૪૩.૨૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભમાં ૧૮૬ પોઈન્ટ ઉછળીને ૩૩૯૯૮ પહોંચી ૩૩૭૬૫ સુધી ગબડી અંતે ૧૯ પોઈન્ટ ઘટીને ૩૩૭૯૩
ટ્રેડીંગની શરૃઆત આજે તેજીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૩૮૧૨.૨૬ સામે ૩૩૯૨૯.૬૧ મથાળે ખુલીને બેંકિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, યશ બેંક, એક્સીસ બેંક તેમ જ પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પોરેશન સાથે હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી સહિતના એફએમસીજી શેરો અને કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ સહિત મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો લેવાલ બનતાં અને અદાણી પોર્ટસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ટીસીએસ, ટાટા મોટર્સ ડીવીઆર સહિતમાં આકર્ષણે એક તબક્કે ૧૮૬.૧૧ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૩૯૯૮.૩૭ સુધી પહોંચ્યો હતો.

જે વધ્યામથાળેથી ફંડોના પ્રોફિટ બુકિંગ સાથે ઓફલોડીંગે ઓટો શેરોમાં બજાજ ઓટો, મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ ઘટી આવતાં અને ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા સહિતના ફાર્મા શેરોમાં વેચવાલીએ અને ઓએનજીસી, એચડીએફસી બેંક, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડમાં નરમાઈએ ઉછાળો ધોવાઈને એક તબક્કે ૪૬.૮૩ પોઈન્ટ ઘટીને નીચામાં ૩૩૭૬૫.૪૩ સુધી આવી અંતે ૧૮.૮૮ પોઈન્ટ ઘટીને ૩૩૭૯૩.૩૮ બંધ રહ્યો હતો.


નિફટી સ્પોટ આરંભમાં ૬૧ પોઈન્ટ વધીને ૧૦૫૦૩ સુધી જઈ નીચામાં ૧૦૪૨૯ સુધી આવી અંતે ૧ પોઈન્ટ વધીને ૧૦૪૪૩એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦૪૪૨.૨૦ સામે ૧૦૪૮૨.૬૫ મથાળે ખુલીને આરંભમાં વૈશ્વિક કોમોડિટીઝ, નોન-ફેરસ મેટલના ભાવોમાં તેજી સાથે મેટલ શેરોમાં હિન્દાલ્કો, વેદાન્તા, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા સહિતમાં ફંડોએ તેજી કરતાં અને લાર્સન એન્ડ ટુબ્રોને નવા મોટા ઓર્ડરે લેવાલી સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટ સહિતના સિમેન્ટ શેરોમાં મજબૂતી તેમ જ અદાણી પોર્ટસ, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલ ટેકનોલોજી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈશર મોટર્સ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, યુપીએલ, લુપીન, ટીસીએસ, હીરો મોટોકોર્પ, એચપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક સહિતમાં આકર્ષણે એક તબક્કે વધીને ૧૦૫૦૩.૬ ૦ સુધી પહોંચ્યો હતો.

જે વધ્યામથાળેથી પાછો ફરીને ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઓરોબિન્દો ફાર્મા, સન ફાર્મા સહિતમાં વેચવાલી અને ઓટો શેરોમાં બજાજ ઓટો, મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ સહિતમાં પ્રોફિટ બુકિંગે અને એચડીએફસી બેક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિ., કોટક બેંક સહિતમાં નરમાઈ ઘટીને ૧૦૪૨૯.૫૫ સુધી આવી અંતે ૧ પોઈન્ટ વધીે ૧૦૪૪૩.૨૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૦,૪૦૦નો પુટ ઘટીને ૬૯.૮૫ થઈ ૯૬.૪૫ : નિફટી ૧૦,૬૦૦નો કોલ વધીને ૮૪.૮૦ થઈ ઘટીને ૬૧.૯૫
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ઉછાળે આંચકામાં ખેલંદાઓનો તેજીનો વેપાર હળવો થતો જોવાયો હતો. નિફટી ૧૦,૪૦૦નો પુટ ૧,૬૦,૨૦૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૬૦૧.૪૬ કરોડના કામકાજે ૧૦૧.૫૦ સામે ૯૩.૪૫ મથાળે ખુલીને નીચામાં ૬૯.૮૫ સુધી ગબડી પાછો ફરીને ઉપરમાં ૧૦૨.૫૦ સુધી જઈ અંતે ૯૬.૪૫ રહ્યો હતો. નિફટી ૧૦,૬૦૦નો કોલ ૧,૫૧,૨૭૨  કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૦૪૫.૭૪ કરોડના કામકાજે ૬૫.૮૦ સામે ૬૯.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૮૩.૮૦ થઈ ઘટીને ૫૮.૧૦ સુધી આવી અંતે ૬૧.૯૫ રહ્યો હતો. નિફટી ૧૦,૫૦૦નો કોલ ૧,૫૧,૨૭૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૦૪૫.૭૪ કરોડના કામકાજે ૧૧૦.૪૦ સામે ૧૧૨ મથાળે ખુલીને ઉપરમાં ૧૩૯.૧૦ થઈ ઘટીને ૯૯.૭૦ સુધી આવી અંતે ૧૦૫ રહ્યો હતો. નિફટી ૧૦,૫૦૦નો પુટ ૧૪૧.૭૦ સામે ૧૩૨.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૪૫.૩૦ થઈ ઘટીને ૧૦૧.૬૫ સુધી આવી અંતે ૧૩૫.૪૦ રહ્યો હતો.

જાન્યુ નિફટી ફયુચર વધીને ૧૦,૫૪૩ સુધી જઈ અંતે ૧૦,૪૭૨ : નિફટી ૧૦,૭૦૦નો કોલ વધીને ૪૬ થઈ ઘટીને ૩૨.૭૫
નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૨૨,૧૯૮ કોન્ટ્રેકટસમાં રૃ.૯૬૨૦.૪૬ કરોડના કામકાજે ૧૦,૪૭૨.૨૦ સામે ૧૦,૪૯૦.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૦,૫૪૩.૪૦ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૧૦,૪૫૬.૫૫ સુધી આવી અંતે ૧૦,૪૭૨ રહ્યો હતો. નિફટી ૧૦,૭૦૦નો કોલ ૮૮,૯૫૦ કોન્ટ્રેકટસમાં રૃ.૭૧૬૩.૪૮ કરોડના કામકાજે ૩૫.૬૦ સામે ૩૮.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૪૬ થઈ ઘટીને ૩૦.૭૫ સુધી આવી અંતે ૩૨.૭૫ રહ્યો હતો. બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૫૩,૮૧૫ કોન્ટ્રેકટસમાં રૃ.૫૪૭૫.૭૯ કરોડના કામકાજે ૨૫,૩૯૩.૪૫ સામે ૨૫,૪૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૫,૪૯૯ થઈ ઘટીને ૨૫,૩૭૦ સુધી આવી અંતે ૨૫,૩૮૫.૭૦ રહ્યો હતો.

વૈશ્વિક કોમોડિટીઝ મેટલમાં તેજીએ મેટલ શેરોમાં આકર્ષણ : જિન્દાલ સ્ટીલ, સેઈલ, હિન્દાલ્કો, વેદાન્તા, જેએસડબલ્યુ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે વૈશ્વિક કોમોડિટીઝ, લંડન મેટલ એક્સચેન્જમાં નોન-ફેરસ મેટલના ભાવોમાં તેજી પાછળ લેવાલી રહી હતી. જિન્દાલ સ્ટીલ રૃ.૧૬.૪૦ વધીને રૃ.૨૧૯.૬૫, સેઈલ રૃ.૨ વધીને રૃ.૯૩.૮૦, હિન્દાલ્કો રૃ.૪.૩૫ વધીને રૃ.૨૭૬.૪૦, વેદાન્તા રૃ.૫.૦૫ વધીને રૃ.૩૩૨.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૩.૮૦ વધીને રૃ.૨૬૮.૨૦, નાલ્કો રૃ.૮૬.૧૦, કોલ ઈન્ડિયા રૃ.૧.૯૫ વધીને રૃ.૨૭૨.૩૦, હિન્દુસ્તાન ઝિંક રૃ.૨.૦૫ વધીને રૃ.૩૧૧.૯૫, ટાટા સ્ટીલ રૃ.૪.૨૦ વધીને રૃ.૭૩૩.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૦૨.૧૬ પોઈન્ટ ઉછળીને ૧૫૧૫૭.૭૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોની તેજી : ગ્રેફાઈટ રૃ.૭૮ ઉછળીને રૃ.૮૬૬ : લાર્સન, વેલકોર્પ, થર્મેક્સ, કાર્બોરેન્ડમ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ ફરી આક્રમક લેવાલી કરી હતી. ગ્રેફાઈટ ઈન્ડિયા રૃ.૭૮.૮૫ ઉછળીને રૃ.૮૬૬.૩૦, વેલકોર્પ રૃ.૬.૨૦ વધીને રૃ.૧૪૨.૦૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૃ.૧૬.૨૦ વધીને રૃ.૩૯૧.૬૫, લાર્સન એન્ડ ટુબ્રોને કન્સ્ટ્રકશન ડિવિઝને મોટા ઓર્ડર મેળવ્યાનું જાહેર થતાં શેરમાં લેવાલીએ રૃ.૨૭.૦૫ વધીને રૃ.૧૨૭૬.૧૫, થર્મેક્સ રૃ.૧૯.૬૫ વધીને રૃ.૧૨૩૬.૬૦, એબીબી રૃ.૨૦.૩૫ વધીને રૃ.૧૪૧૬.૯૫, વાબેગ રૃ.૮.૨૦ વધીને રૃ.૬૨૯.૧૦, કલ્પતરૃ પાવર રૃ.૫.૫૫ વધીને રૃ.૪૮૧.૩૫, હવેલ્સ ઈન્ડિયા રૃ.૫.૬૫ વધીને રૃ.૫૫૫.૨૫, એઆઈએ એન્જિનિયરીંગ રૃ.૧૧.૭૫ વધીને રૃ.૧૫૩૭.૩૫, એનએચપીસી ૮૫ પૈસા વધીને રૃ.૩૨.૭૦, અદાણી પાવર ૯૦ પૈસા વધીને રૃ.૪૪.૨૫, ટાટા પાવર રૃ.૧.૩૫ વધીને રૃ.૧૦૦.૮૦, સીઈએસસી રૃ.૭.૯૦ વધીને રૃ.૧૦૬૦.૬૦  રહ્યા હતા.


રિયાલ્ટી ક્ષેત્રે ફરી માંગ વધતાં શેરોમાં આકર્ષણ : શોભા ડેવલપર્સ, ડીએલએફ, એચડીઆઈએલ, ગોદરેજ પ્રોપર્ટી વધ્યા
રિયાલ્ટી ક્ષેત્રે દેશમાં ફરી એફોર્ડેબલ હાઉસીંગ સહિતમાં માંગ વધવા લાગતાં અને રેરા બાદ બ્રાન્ડેડ ડેવલપરોના પ્રોજેક્ટો માટે ગ્રાહકોની પૂછપરછ વધતાં ફંડોની રિયાલ્ટી શેરોમાં લેવાલી વધતી જોવાઈ હતી. શોભા ડેવલપર્સ રૃ.૧૩.૫૫ વધીને રૃ.૬૦૪.૫૦, ડીએલએફ રૃ.૪.૨૦ વધીને રૃ.૨૫૮.૨૦, એચડીઆઈએલ રૃ.૬૨.૬૦, ગોદરેજ પ્રોપર્ટી રૃ.૮.૦૫ વધીને રૃ.૭૧૨.૩૫, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ રૃ.૨૧૬.૩૫, ઓમેક્સ રૃ.૨૨૮.૭૫ રહ્યા હતા.


કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી : બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૃ.૪૫ ઉછળીને રૃ.૫૩૫ : પીસી જવેલર, ટાઈટન, સિમ્ફની વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીના શેરોમાં મોટી ખરીદી કરી હતી. બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૃ.૪૫.૨૫ ઉછળીને રૃ.૫૩૫.૪૫, પીસી જવેલર રૃ.૮.૮૫ વધીને રૃ.૪૭૫.૮૫, ટાઈટન રૃ.૧૦.૯૫ વધીને રૃ.૮૫૬.૩૫, સિમ્ફની રૃ.૧૫ વધીને રૃ.૧૭૧૩.૦૫, ક્રોમ્પ્ટન રૃ.૨૭૯.૪૫ રહ્યા હતા.


એફએમસીજી-ડેરી શેરોમાં તેજી : પ્રભાત ડેરી રૃ.૨૫ ઉછળીને રૃ.૨૩૯ : દાવત, એન્ડ્રયુ યુલે, ઉત્તમ સુગર, પરાગ મિલ્ક ઉછળ્યા
એફએમસીજી, ડેરી, સુગર શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોની વ્યાપક લેવાલી રહી હતી. પ્રભાત ડેરી રૃ.૨૪.૯૫ ઉછળીને રૃ.૨૩૯.૪૫, ઉત્તમ સુગર રૃ.૪.૬૦ વધીને રૃ.૧૪૭.૩૫, કોહિનૂર રૃ.૨ વધીને રૃ.૭૫.૮૦, પરાગ મિલ્ક રૃ.૬.૮૫ વધીને રૃ.૩૦૩.૫૦, મનપસંદ બિવરેજીસ રૃ.૯.૫૫ વધીને રૃ.૪૭૨.૯૦, બલરામપુર ચીની રૃ.૧.૨૫ વધીને રૃ.૧૩૬.૭૦, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪૪.૧૫ વધીને રૃ.૩૨૦૧.૯૫, કેસીપી સુગર રૃ.૩૬.૯૫, ઊગાર સુગર રૃ.૨૮.૧૫, હિન્દુસ્તાન યુનિલિવર રૃ.૧૦.૬૫ વધીને રૃ.૧૩૫૦.૧૦ રહ્યા હતા.


ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની વ્યાપક તેજી : ૧૯૧૧ શેરો પોઝિટીવ બંધ : ૩૮૧ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની વ્યાપક લેવાલી થતાં માર્કેટબ્રેડથ અત્યંત સારી બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૦૩ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૧૯૧૧ અને ઘટનારની સંખ્યા ૯૭૩  રહી હતી. ૩૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.


FIIની ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૦૧૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૃ.૨૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી
ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે-બુધવારે કેશમાં રૃ.૨૬૯.૨૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૩૦૮૧.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૃ.૩૩૫૦.૨૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે કેશમાં રૃ.૯૬.૩૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૪૫૨૯.૨૪ કરોડની ખરીદી સામે કુલ રૃ.૪૪૩૨.૯૩ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૦૧૧.૧૭ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્ટોક ફયુચર્સમાં રૃ.૪૧.૪૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.

 

Post Comments