Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીએસટીના અમલથી ટ્રકોના પરિવહન સમયમાં ખાસ લાભ થયો નહીં હોવાનું તારણ

- ફલાઈંગ સ્કવોડ દ્વારા હાથ ધરાતી તપાસમાં વેડફાતો સમય

મુંબઈ, શુક્રવાર 10 નવેમ્બર 2017

૧લી જુલાઈથી દેશમાં લાગુ થયેલા ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ને પગલે ચેકપોસ્ટસ નાબુદ થવા છતાં આંતરરાજ્ય માલસામાનની હેરફેર કરતી ટ્રકોના સમયમાં  ખાસ બચત જોવા મળી નથી.

જીએસટી મારફતની આવક વધારવા રાજ્યો પોતાની સરહદે અને નાબુદ થયેલા ચેકપોસ્ટો ખાતે  ફલાઈંગ સ્કવોડ મારફત ટ્રકોને અટકાવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

જીએસટીનો અમલ થવા પહેલા માલભરેલી એક ટ્રક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે દિવસમાં એક જ વખત રાજ્યના ચેક-પોસ્ટ ખાતેથી પસાર થઈ શકતી હતી. કલાકના સરેરાશ ૩૫ કિ.મી.નું અંતર અને દૈનિક ૩૦૦ કિ.મી.ના ડ્રાઈવિંગને ધ્યાનમાં રાખતા આ સ્થિતિ જોવા મળતી હતી.

જીએસટીના અમલ બાદ ટ્રકરોને ટ્રાવેલ ટાઈમમાં માત્ર નેવું મિનિટનો જ લાભ થયો હોવાનું એક સર્વેમાં જણાયું છે. નવી વેરા પદ્ધતિ લાગુ થયા બાદ ટ્રકરો દૈનિક ૩૨૫ કિ.મી.નું અંતર કાપી શકે છે.જીએસટીના અમલ બાદ ટ્રકોના ટ્રાવેલનું દૈનિક અંતર વધીને ૪૦૦ કિ.મી. રહેશે એવો અંદાજ મુકાયો હતો.

જીએસટીના અમલ પહેલા એક ચેક-પોસ્ટ ખાતે દસ્તાવેજોની ચકાસણી અને માલસામાનના વજન પાછળ એક ટ્રકે ૩થી ૬ કલાક આપવા પડતા હતા.

જો કે આ સમયગાળો ભારતમાં દરેક વિસ્તારમાં અલગઅલગ જોવા મળતો હતો.

જો કે જીએસટીના અમલ બાદ ટ્રકોના અંતર કાપવાના સમયમાં નેવું મિનિટનો લાભ થયો હોવાનું એક રિસર્ચ પેઢી દ્વારા ટ્રક ઓપરેટરોના હાથ ધરાયેલા સર્વેમાં જણાયું હતું.

રાજ્યોની ફલાઈંગ સ્કવોડ દ્વારા ટ્રકોને અટકાવીને તેની કરાતી તપાસને કારણે હજુ પણ સમય વેડફાઈ રહ્યો હોવાનો દાવો કરાયો હતો.

Post Comments