Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિનોલ તથા અન્ય રસાયણોના ભાવમાં વધારો થતાં પ્લાયવુડ-લેમિનેટસ ઉદ્યોગ સામે ઉદ્ભવેલા પડકારો

- ક્રુડ ઓઈલમાં ઉછળાને પરિણામે તેના ડેરિવેટિવ્સની કિંમતો પણ વધી

મુંબઈ, શુક્રવાર 10 નવેમ્બર 2017

ક્રુડ ઓઈલમાં ઉછળાને પરિણામે ફિનોલ તથા અન્ય રસાયણોના ભાવમાં વધારો થતાં પ્લાયવુડ તથા લેમિનેટસ ઉદ્યોગ સામે પડકારો ઊભા થઈ રહ્યા છે. આ ઉપરાંત પ્લાયવુડ પર જીએસટીના ૨૮ ટકા દરને કારણે ઉદ્યોગને આ અગાઉ જ ફટકો પડયો છે. પ્લાયવુડ ઉદ્યોગમાં માગમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને એકમો તેની ઓછી ક્ષમતાએ કામ કરી રહ્યા છે, વેચાણમાં ઘટાડો નોંધાયો છે જેને કારણે ઉદ્યોગમાં બેરોજગારી ઊભી થવાનો ભય તોળાઈ રહ્યો હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. નોટબંધીએ આમપણ ઉદ્યોગ પર અસર કરી છે અને હવે ક્રુડના ઊંચા ભાવ પ્રતિકૂળ સાબિત થઈ રહ્યા છે.

ફિનોલ ક્રુડ ઓઈલનું એક ડેરિવેટિવ છે. પાતળી શીટસને જોડવા માટે પ્લાયવુડ ઉદ્યોગમાં તેનો મોટેપાયે ઉપયોગ થાય છે. લેમિનેશન માટે પણ ફિનોલ ઉપયોગમાં લેવામાં આવે છે. ક્રુડ ઓઈલના ભાવમાં વધારાને કારણે છેલ્લા બે મહિનામાં ફિનોલની કિંમતમાં ૧૭થી ૨૦ ટકા વધારો થયો છે. ભાવમાં ઉછાળો આવતા તેની માગ ઘટી રહી છે અને એકંદર વેપાર માનસ પર તેની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત પ્લાયવુડ પર ૨૮ ટકા જીએસટીથી વિપરીત અસર પડી છે એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
ભારતમાં ફિનોલનો ભાવ જે બે મહિના પહેલા પ્રતિ કિલો રૃપિયા ૬૮ આસપાસ બોલાતો હતો તે હાલમાં વધીને રૃપિયા ૮૦ બોલાઈ રહ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ ટન ૯૦૦ ડોલરથી વધી ૧૧૫૦ ડોલર બોલાઈ રહ્યો છે. ફિનોલ ઉપરાંત લેમિનેટ ઉદ્યોગમાં મિથેનોલ, ફોરમલડીહાયડ અને મેલામાઈનનો પણ મોટેપાયે વપરાશ થાય છે. લેમિનેટસના કુલ ઉત્પાદન ખર્ચમાં કેમિકલ્સ પાછળના ખર્ચની ટકાવારી ૪૦ ટકા જેટલી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

ભારતના પ્લાયવુડ ઉદ્યોગનું કદ અંદાજે રૃપિયા ૨૬૦૦૦ કરોડથી રૃપિયા ૨૭૦૦૦ કરોડ જેટલું છે. આ ઉદ્યોગ મોટેભાગે હરિયાણાના યમુનાનગરમાં સ્થપાયેલો છે. દેશમાં કુલ પ્લાયવુડમાંથી ૭૦ ટકા પ્લાયવુડનો પૂરવઠો અહીંથી થાય છે. નવી વેરા પદ્ધતિના અમલ બાદ દરેક શ્રેણીના પ્લાયવુડ માટેની માગમાં ૧૪થી ૧૫ ટકા જેટલો ઘટાડો થયાનું ઉદ્યોગના વર્તુળોએ જણાવ્યું હતું. ભારત સરકારે પ્લાયવુડની નિકાસને પ્રોત્સાહન આપવું હશે તો જીએસટીના દરમાં ઘટાડો કરવાની પણ માગણી ઉઠી હતી.

Post Comments