Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓકટોબરમાં કારનું વેચાણ ઘટયું જ્યારે વ્યાપારી વાહનોમાં આગેકૂચ

- તહેવારોનો માહોલ હોવા છતાં

- તમામ કેટેગરીના વાહનોના વેચાણમાં બે ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો

નવી દિલ્હી, શુક્રવાર 10 નવેમ્બર 2017

વિતેલા ઓકટોબર માસમાં દશેરા, દિવાળીના તહેવારોનો માહોલ હોવા છતાંય કારના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ વ્યાપારી વાહનોનું વેચાણમાં વધારો થવા પામ્યો છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સ દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ ગત ઓકટોબર માસ દરમિયાન કારનું વેચાણ ૫.૩૨ ટકા ઘટીને ૧૮૪૬૬૬ યુનિટસ રહ્યું હતું. જે ગત વર્ષે સમાન સમયમાં ૧,૯૫,૦૩૬ યુનિટસ હતું.

સૂચિત સમય દરમિયાન વ્યાપારી વાહનોનું વેચાણ ૬.૪૪ ટકા વધીને ૬૯૭૯૩ યુનિટસ પહોંચ્યું હતું જયારે સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ નજીવું ઘટીને ૨૭૯૮૩૭ યુનિટસ (૨૮૦૬૭૭ યુનિટસ) રહ્યું હતું.

ઓકટોબર માસમાં મોટર સાઇકલનું વેચાણ ૩.૫૦ ટકા ઘટીને ૧૧,૦૪,૪૯૮ યુનિટસ (૧૧,૪૪૫૧૨ યુનિટસ) રહ્યું હતું. જયારે ટુ વ્હીલરનું વેચાણ ૨.૭૬ ટકા ઘટીને ૧૭,૫૦,૯૬૬ યુનિટસ (૧૮,૦૦,૬૬૮ યુનિટસ) રહ્યું હતું. આ સમય દરમિયાન તમામ કેટેગરીના વાહનોનું વેચાણ ૧.૭૯ ટકા ઘટીને ૨૧,૬૨,૧૬૪ યુનિટસ (૨૨,૦૧,૪૮૯ યુનિટસ) રહ્યું હતું.

Post Comments