Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

LTCGમાં ગેરરીતિને કારણે દેશને થયેલા નુકસાન અંગે કેગે સેબી પાસે માહિતી માંગી

- શેરબજાર પર પેન્ની તથા બનાવટી કંપનીના શેર ભાવમાં ગેરરીતિ આચરાયાની આશંકા

મુંબઈ, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (એલટીસીજી)ને વેરામાંથી અપાયેલી મુક્તિ દરમિયાન તેના થયેલા દૂરુપયોગને કારણે દેશની તિજોરીને થયેલા નુકસાન અંગે  ધ કેમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગે) સિક્યુરિટીઝ  એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસેથી માહિતી મંગાવી છે.

એલટીસીજીનો લાભ લેવા શેરબજારના પ્લેટફોર્મ પર ભાવમાં  કહેવાતી ગેરરીતિ આચરાવાને કારણે દેશની તિજોરીને રૃપિયા ૧૫૦ અબજનું નુકસાન થયું હોવાનું સેબી માની રહ્યું છે એમ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં સેબીએ અત્યારસુધી વચગાળાના નવ ઓર્ડર પણ પાસ કર્યા છે.  ગેરરીતિ આચરનારાની પણ કેગે માહિતી મંગાવી છે. હાલમાં એલટીસીજીને ટેકસમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટની રજુઆત કરતી વેળા નાણાં પ્રધાન અરુણ જેટલીએ એલટીસીજી પર ૧૦ ટકા ટેકસ લાગુ કરવાની દરખાસ્ત રજુ કરી છે જે ૧લી એપ્રિલથી લાગુ થશે.

પેન્ની સ્ટોકસ અને બનાવટી કંપનીઓના શેરોના ભાવ ઊંચે લઈ જઈ તેમાં એલટીસીજી દર્શાવી બ્લેક મનીને વ્હાઈટમાં રૃપાંતર કરવાનું ષડયંત્ર ચાલતું હોવાની સેબીને શંકા છે.

પ્રેફરન્સિઅલ એલોટમેન્ટનું કદ કેટલું રહે છે અને એલટીસીજી અને તેની વચ્ચે કોઈ સામ્ય છે કે કેમ તે કેગ જાણવા માગે છે એમ સુત્રોએ જણાવ્યું હતું. ખાસ કરીને જેને શેર ફાળવાયા હોય તેમની જાણકારી મેળવવામાં કેગને વધુ રસ છે. છેલ્લા એક - દોઢ વર્ષમાં સેબીએ ૧૩થી ૧૪ હજાર વ્યક્તિઓની તપાસ કરી હતી પરંતુ નાણાંની હેરફેર પકડી શકાય નથી. વેરા સત્તાવાળા દ્વારા પૂરી પડાયેલી માહિતી પણ કંપનીઓના પ્રમોટરો, લાભકર્તા, વેપાર થયેલા છેલ્લા ભાવ અને તેમાંથી નીકળી જવાની તક આપનારા વચ્ચેની સાંઠગાંઠ પકડી પાડવા જેટલી પૂરતી નથી એમ સુત્રોએ ઉમેર્યું હતું. આવકવેરા વિભાગે સેબીને ૩૬૧ સ્ક્રિપ્સની  માહિતી આપી હતી જેમાં એલટીસીજીનો ગાફલો થયાની શંકા સેવાઈ રહી હતી. આમાંથી સેબીએ ૧૪૪ સ્ક્રિપ્સમાં તપાસ હાથ ધરી હતી. તપાસને આધારે તેણે ૧૫૦૦ વ્યક્તિઓને સિક્યુરિટીઝ બજારમાં વેપાર કરતા અટકાવી શકે છે.

Post Comments