Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GST: ટ્રકોની હેરફેરમાં સમય બચી ગયાના સરકારના દાવાને ટ્રાન્સપોર્ટરોએ ફગાવ્યો

- ફરજપાલનને કારણે હાલમાં કારગોનું વોલ્યુમ જ નહીં હોવાથી કામ ઝડપી બન્યું છે

નવી દિલ્હી, તા.27 જુલાઇ, 2017. ગુરૂવાર

ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) લાગુ થવા સાથે ટ્રકસ માટેનો ટ્રાવેલ ટાઈમ ઘટી ગયાનો કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ રહેલા દાવાને નકારી કાઢતા ટ્રાન્સપોર્ટરો ટ્રાવેલ ટાઈમ ઘટવા માટે જીએસટી નહીં પરંતુ તેને કારણે વોલ્યુમ પર પડેલી અસરને જવાબદાર ગણાવી રહ્યા છે. પરિવહન માટેના માલના વોલ્યુમમાં ઘટાડો થતાં  ટ્રાન્સપોર્ટ ટાઈમ ઘટી ગયાનું ધ ઈન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા જણાવાયું છે.

જુલાઈના પ્રથમ પખવાડિયામાં બોર્ડર ચેકપોસ્ટ વગરના ઈન્ટરસ્ટેટ હાઈવેઝ પર કારગોને તપાસવા માટે નેશનલ ઈ-વે બિલ ડિજિટલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમનો અભાવ રહ્યો હતો અને ટ્રાફિક ૧૦થી ૪૦ ટકા ઝડપી બન્યો હતો પરંતુ કુલ ટ્રાન્ઝિટ ટાઈમ એટલે કે કારગોના બુકિંગથી લઈને તેની ડિલિવરીનો સમય ૩૦ ટકા ઘટી ગયાનો મંત્રાલય દ્વારા જે દાવો કરાઈ રહ્યો છે તેવું કશું નથી એમ પણ સુત્રોએ સ્પષ્ટતા કરી છે.

ટ્રકસ ઝડપી દોડે છે ખરી પરંતુ વળતામાં લોડિંગ મેળવવા માટે ત્રણથી ચાર દિવસનો સમય વિતાવવો પડે છે જે અગાઉ એકથી બે દિવસ રહેતો હતો. નેશનલ ઈ-વે બિલ ડિજિટલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ લાગુ થયા પછી જ જીએસટીની ખરી અસર જાણી શકાશે.

Post Comments