Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લાંબા સમય સુધી મંદ રહ્યા બાદ દેશની સોનાની આયાતમાં જોવા મળી રહેલી ગતિવિધિઓ

- માર્ચ ત્રિમાસિકમાં સોનાનો આયાત આંક ૨૦૦ ટન રહેવા અપેક્ષા

મુંબઈ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
લાંબા સમય બાદ દેશની ગોલ્ડ આયાતમાં ફરી ગતિવિધિ જોવા મળી રહી છે. નવેમ્બરને બાદ કરતા છેલ્લા કેટલાક મહિનાથી એક યા બીજા કારણસર ગોલ્ડની આયાત મંદ રહી છે.  જો કે ૨૦૧૭ના પ્રારંભથી ગોલ્ડની આયાતમાં કેટલીક ગતિવિધિઓ જોવા મળી રહી છે. 
 
જાન્યુઆરીમાં ૫૦ ટનની આયાત બાદ ફેબુ્રઆરીમાં ૮૦ ટન આયાત જોવાઈ હતી અને માર્ચમાં પણ જ્વેલર્સ આયાતમાં ઘણાં જ વ્યસ્ત હોવાનું જોવા મળી રહ્યું છે. ૨૦૧૭ના પ્રથમ ત્રિમાસિકમાં ગોલ્ડનો આયાત આંક ૨૦૦ ટન રહેવાની ધારણાં બંધાઈ રહી છે. 
 
દિવાળી તથા ડીમોનિટાઈઝેશન પછીના સમયગાળામાં એટલે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડનો આયાત આંક ૨૧૪ ટન રહ્યો હતો. ગોલ્ડની માગ વધી રહી હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. ડોલર સામે રૃપિયો મજબૂત બની રહ્યો હોવાથી ભારતમાં ગોલ્ડની પડતર કિંમત નીચે ગઈ છે જેને પરિણામે નીચા ભાવે ગોલ્ડ આકર્ષક બની રહ્યું છે. 
 
ડોલરના સ્વરૃપમાં ગોલ્ડની કિંમતમાં વધારો ચાલુ રહેશે. આ ઉપરાંત એપ્રિલમાં આવી રહેલી અખાત્રીજને ધ્યાનમાં રાખતા આગામી પ-૬ સપ્તાહ સુધી સ્ટોકિસ્ટો તરફથી ગોલ્ડની માગ જળવાઈ રહેવાની પણ અપેક્ષા છે. ગોલ્ડના ભાવ હવે વધુ નહી ંઘટે એમ રોકાણકારો પણ માની રહ્યા છે, માટે લાંબા સમયથી દૂર રહેલા ઈન્વેસ્ટરો હાજર ગોલ્ડ પર વધુ પસંદગી આપી રહ્યા છે.
 
ગોલ્ડની હાજર માગ ઘટાડવા સરકારે ગોલ્ડ બોન્ડ સ્કીમ પણ બહાર પાડી છે પરંતુ તેને અપેક્ષિત સફળતા મળી નહીં હોવાનું જોવા મળે છે. નાના વપરાશકારો પાસે રોકડની ઉપલબ્ધતા સુધરતા લગ્નસરાની ખરીદી હોળી પતિ જતા નીકળવા લાગી છે. ગોલ્ડની ખરીદી માટે કાર્ડનો મોટેપાયે ઉપયોગ થઈ રહ્યાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.

Post Comments