Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સની ૯૧૦ પોઈન્ટની છલાંગ સેન્સેક્સ ૩૬ વધીને ૩૧૩૦૯ની નવી ઐતિહાસિક ઊંચાઈએ

- ઉદ્યોગની અપેક્ષા મુજબ જીએસટી ત્રણ ટકા નક્કી કરાતાં જેમ્સ-જવેલરી શેરોમાં તોફાની તેજીએ

- નિફટી સ્પોટ ૨૨ પોઈન્ટ વધીને ૯૬૭૫ની નવી વિક્રમી ઊંચાઈએ : સ્મોલ, મિડ કેપ શેરોમાં અવિરત તેજી

એફઆઈઆઈની કેશમાં રૃ.૪૭૭ કરોડ, ફયુચર્સમાં રૃ.૬૭૨ કરોડની ખરીદી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 5 જૂન, 2017, સોમવાર
 
ચોમાસું અપેક્ષા મુજબ આગળ વધી રહ્યાના ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ(આઈએમડી)ના નિવેદન તેમ જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બુધવારે રજૂ થનારી ધિરાણ નીતિની સમીક્ષા પૂર્વે આજે શેરોમાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની દોટ કાયમ રાખી હતી. આરંભિક સાંકડી વધઘટમાં નિરાશા બતાવીને અંતે ફંડો, મહારથીઓએ ફરી તેજીની પકડ મજબૂત કરી હતી. કેન્દ્ર સરકારે ગત સપ્તાહના અંતે જેમ્સ એન્ડ જવેલરી પર ત્રણ ટકા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ(જીએસટી) દર લાગુ કરવાનું નક્કી કરતાં અને ઉદ્યોગની અપેક્ષા મુજબ આ દર નક્કી થતાં જુલાઈ ૨૦૧૭થી જીએસટી અમલી બનાવવાની દિશામાં ઝડપી પ્રગતિ સાથે વધુ આર્થિક સુધારાની અપેક્ષાએ ફંડોએ આજે જવેલરી-કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોની આગેવાનીમાં આક્રમક તેજી કરી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ ગલ્ફ દેશો વચ્ચે કતાર મામલે તડાં સાથે ક્રુડ ઓઈલના ભાવમાં નરમાઈ અને યુરોપીયન સેન્ટ્રલ બેંક(ઈસીબી)ની પોલીસી મીટિંગ પૂર્વે યુરોપના બજારોમાં નરમાઈ તેમ જ અમેરિકાના રોજગારીના આંકડા અપેક્ષાથી નબળા આવતાં વૈશ્વિક બજારોમાં નરમાઈ સામે ફંડોની ભારતીય બજારોમાં સક્રિયતા વધતી જોવાઈ હતી. ઓઈલ-ગેસ, આઈટી-સોફટવેર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મજબૂતીની સાથે સેન્સેક્સ ૩૬.૨૦ પોઈન્ટ વધીને ૩૧૩૦૯.૪૯ અને નિફટી સ્પોટ ૨૧.૬૦ પોઈન્ટ વધીને ૯૬૭૫.૧૦ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભિક સાંકડી વધઘટમાં નીચામાં ૩૧૧૯૮ થઈ વધીને ૩૧૩૫૫ સુધી પહોંચી અંતે ૩૬ પોઈન્ટ વધીને ૩૧૩૦૯
ટ્રેડીંગની શરૃઆત આજે સાવચેતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૧૨૭૩.૨૯ સામે ૩૧૨૭૪.૭૪ મથાળે ખુલીને આરંભમાં ફ્રન્ટલાઈન શેરોમાં ઈન્ફોસીસ, લુપીન, આઈટીસી, કોલ ઈન્ડિયા, ગેઈલ, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, હીરો મોટોકોર્પ, એચડીએફસી લિમિટેડ, ભારતી એરટેલ સહિતમાં નરમાઈએ ઘટીને ૩૧૧૯૮.૨૨ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી સાંકડી વધઘટ બતાવતો રહ્યા બાદ છેલ્લા કલાકમાં હેવીવેઈટ શેરોમાં તેજી સાથે વિપ્રોમાં કંપનીના પ્રમોટર્સ દ્વારા હોલ્ડિંગ વેચવાની વિચારણાના અહેવાલે તેજી સાથે આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારૃતી સુઝુકી સહિતમાં ફંડો, મહારથીઓ લેવાલ બનતાં એક તબક્કે ૮૨.૧૩ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૧૩૫૫.૪૨ સુધી પહોંચી અંતે ૩૬.૨૦ પોઈન્ટ વધીને ૩૧૩૦૯.૪૯ બંધ રહ્યો હતો. 
નિફટી સ્પોટ ૯૭૦૦ની સપાટી કુદાવવાની તૈયારીમાં : ઉપરમાં ૯૬૮૭ સુધી પહોંચી અંતે ૨૨ પોઈન્ટ વધીને ૯૬૭૫
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્સ આગલા બંધ ૯૬૫૩.૫૦ સામે ૯૬૫૬.૩૦ મથાળે ખુલીને આરંભમાં સાવચેતીમાં કોલ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ,  ઈન્ફોસીસ, લુપીન,  ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા,  અંબુજા સિમેન્ટ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ,  ટાટા પાવર, ટાટા મોટર્સ સહિતમાં વેચવાલીએ ઘટીને ૯૬૪૦.૭૦ સુધી આવ્યો હતો. જે લેવાલીએ વધીને ૯૬૮૭.૨૦ની નવી ટોચ બનાવી અંતે ૨૧.૬૦ પોઈન્ટ વધીને ૯૬૭૫.૧૦ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યો હતો.
બેંક નિફટી ૨૩,૫૦૦નો કોલ ૮૫ થી વધીને ૯૫.૦૫ : નિફટી જૂન ફયુચર ૯૬૫૨ થી વધીને ૯૬૮૫
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ તેજીમાં આજે નિફટી જૂન ફયુચર ૭૫,૧૫૮ કોન્ટ્રેકટસમાં રૃ.૫૪૫૬.૯૮ કરોડના કામકાજે ૯૬૫૨.૬૦ સામે ૯૬૫૫.૧૫ મથાળે ખુલીને નીચામાં ૯૬૫૩ થઈ વધીને ૯૬૯૯ સુધી પહોંચી અંતે ૯૬૮૫ રહ્યો હતો. બેંક નિફટી ૨૩,૫૦૦નો કોલ ૧,૨૬,૩૬૭ કોન્ટ્રેકટસમાં રૃ.૧૧,૯૨૨.૩૦ કરોડના કામકાજે ૮૫ સામે ૮૦.૭૦ મથાળે ખુલીને નીચામાં ૬૨.૩૫ થઈ વધીને ૧૦૩.૭૫ સુધી પહોંચી અંતે ૯૫.૦૫ રહ્યો હતો. નિફટી ૯૯૦૦નો કોલ ૭૯,૩૬૯ કોન્ટ્રેકટસમાં રૃ.૫૯૦૨.૧૬ કરોડના કામકાજે ૧૩.૩૫ સામે ૧૩.૧૦ મથાળે ખુલીને નીચામાં ૧૨.૪૦ થઈ વધીને ૧૮.૨૫ સુધી પહોંચી અંતે ૧૫ રહ્યો હતો. બેંક નિફટી જૂન ફયુચર ૩૮,૬૬૭ કોન્ટ્રેકટસમાં રૃ.૩૬૧૭.૩૮ કરોડના કામકાજે ૨૩,૩૪૧.૭૫ સામે ૨૩,૩૧૫.૦૫ મથાળે ખુલીને નીચામાં ૨૩,૨૯૨ થઈ વધીને ૨૩,૪૪૮.૭૦ સુધી પહોંચી અંતે ૨૩,૪૨૬.૫૦ રહ્યો હતો.
જેમ્સ એન્ડ જવેલરી પર ત્રણ ટકા જીએસટી નક્કી થતાં જવેલરી શેરોમાં તોફાની તેજી : ટાઈટન રૃ.૮૦, પીસી જવેલર રૃ.૪૭ ઉછળ્યા
કેન્દ્ર સરકારે ગત સપ્તાહના અંતે જેમ્સ એન્ડ જવેલરી પર ઉદ્યોગની માંગ:અપેક્ષા મુજબ ત્રણ ટકા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ(જીએસટી) રેટ લાગુ કરવાનું નક્કી કરતાં ફંડો, મહારથીઓએ જવેલરી કંપનીઓના શેરોમાં આક્રમક લેવાલી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૦૯.૬૬ પોઈન્ટની છલાંગે ૧૬૫૫૩.૦૨ બંધ રહ્યો હતો. ટાઈટન રૃ.૮૦.૧૫ ઉછળીને રૃ.૫૫૨.૪૦, પીસી જવેલર રૃ.૪૭.૨૦ ઉછળીને રૃ.૫૫૦.૨૫, બ્લુ સ્ટાર રૃ.૩.૭૦ વધીને રૃ.૬૪૨.૫૦, ટીટીકે પ્રેસ્ટિજ રૃ.૨૪.૫૫ વધીને રૃ.૬૭૨૭ રહ્યા હતા. 
ધિરાણ નીતિ સમીક્ષા પૂર્વે બેંકિંગ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : યશ બેંક રૃ.૩૮ વધીને રૃ.૧૫૨૦ : એકસીસ બેંક, કોટક બેંક વધ્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બુધવારે ધિરાણ નીતિની સમીક્ષા થતાં પૂર્વે બેંકિંગ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. યશ બેંક રૃ.૩૭.૯૫ ઉછળીને રૃ.૧૫૧૯.૯૫, એકસીસ બેંક રૃ.૫.૨૦ વધીને રૃ.૫૧૩.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૧.૬૦ વધીને રૃ.૩૧૯.૬૫, કોટક મહિન્દ્રા બેંક રૃ.૪.૨૫ વધીને રૃ.૯૬૭.૧૫, કેનેરા બેંક રૃ.૩.૦૫ વધીને રૃ.૩૬૨.૮૫ રહ્યા હતા.
ગલ્ફ દેશોમાં તડાં : ક્રુડ ઓઈલ ફરી ૫૦ ડોલરની સપાટી ગુમાવી : આઈઓસી, એચપીસીએલ, ઓએનજીસી, બીપીસીએલ વધ્યા
ક્રુડ ઓઈલમાં ગલ્ફ દેશોએ કતાર સાથે સંબંધો તોડયાના અહેવાલ વચ્ચે આ ઓઈલ ઉત્પાદક દેશોમાં તડાં પડતાં ક્રુડ ઓઈલમાં ઓપેકના ઉત્પાદન કાપ પણ જોખમમાં મૂકાવાની ધારણાએ ભાવ ઘટી ૫૦ ડોલરની અંદર બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૪૯.૬૨ ડોલર આવ્યા હતા. જેથી ઓઈલ માર્કેટીંગ શેરોમાં આજે પસંદગીની લેવાલી રહી હતી. આઈઓસી રૃ.૫.૮૫ વધીને રૃ.૪૨૦.૩૫, એચપીસીએલ રૃ.૫.૧૦ વધીને રૃ.૫૪૨.૨૦, ઓએનજીસી રૃ.૧.૬૦ વધીને રૃ.૧૭૫.૫૦, બીપીસીએલ રૃ.૫.૮૫ વધીને રૃ.૭૩૧.૧૦, ઓઈલ ઈન્ડિયા રૃ.૧.૨૫ વધીને રૃ.૩૦૧.૭૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪.૧૫ વધીને રૃ.૧૩૨૮.૯૦ રહ્યા હતા.
ચોમાસાના સમયસર આગમનના સંકેતે એફએમસીજી શેરોમાં તેજી : હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનીયા, નેસ્લે ઈન્ડિયા વધ્યા
ચોમાસાનું સમયસર આગમન થયાના સંકેત સાથે ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ(આઈએમડી) દ્વારા ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના અંદાજો આપતાં એફએમસીજી શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. હિન્દુસ્તાન યુનિલિવર રૃ.૧૦.૭૦ વધીને રૃ.૧૦૯૭.૬૫, દાવત રૃ.૧.૦૫ વધીને રૃ.૭૨.૯૫, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ રૃ.૬૩.૯૫ ઉછળીને રૃ.૩૬૩૯.૨૦, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪૪.૫૫ વધીને રૃ.૩૧૩૫.૩૫, મેરિકો ઈન્ડસ્ટ્રીઝ રૃ.૨ વધીને રૃ.૩૨૩.૯૦, નેસ્લે ઈન્ડિયા રૃ.૭૯.૯૦ વધીને રૃ.૬૭૨૪.૭૦ રહ્યા હતા.
અમેરિકાના રોજગારીના નબળા આંક વચ્ચે આઈટી-સોફટવેર શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : ટીસીએસ, વિપ્રોમાં તેજી : ઈન્ફોસીસ ઘટયો
અમેરિકામાં રોજગારીમાં અપેક્ષાથી ઓછી વૃદ્વિ થયાના ગત સપ્તાહના અંતે આંકડા જાહેર થયાની મિશ્ર અસર આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં જોવાઈ હતી. માઈન્ડટ્રી રૃ.૧૬.૪૫ વધીને રૃ.૫૫૭.૩૦, ટીસીએસ રૃ.૩૯.૨૦ વધીને રૃ.૨૬૦૧.૦૫, ટેક મહિન્દ્રા રૃ.૨.૯૫ વધીને રૃ.૪૦૨.૬૫, વિપ્રોમાં કંપનીના પ્રમોટર્સ દ્વારા પોતાનું સંપૂર્ણ અથવા અમુક હોલ્ડિંગ વેચવા મર્ચન્ટ બેંકરોનો કંપનીના વેલ્યુએશન માટે સંપર્ક કરવામાં આવ્યાના અહેવાલ વચ્ચે શેર રૃ.૩.૬૫ વધીને રૃ.૫૫૫.૬૦ રહ્યા હતા. જ્યારે એમ્ફેસીસ રૃ.૭.૯૫ ઘટીને રૃ.૬૧૧.૨૫, ઈન્ફોસીસ રૃ.૯.૨૫ ઘટીને રૃ.૯૬૦.૨૦  રહ્યા હતા. રૃપિયા સામે અમેરિકી ડોલર ૮ પૈસા ઘટીને રૃ.૬૪.૩૬ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી છતાં ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની સર્કિટ : ૧૪૨૮ શેરો પોઝિટીવ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીની લેવાલી જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત ઘણા શેરોમાં ફંડો, ઓપરેટરોએ ઘણાં શેરોમાં પ્રોફિટ બુકિંગ ચાલુ રાખતાં બીએસઈમાં ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૪ સ્ક્રીપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૮ અને વધનારની સંખ્યા ૧૨૪૮ રહી હતી. ૧૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એફઆઈઆઈની કેશમાં રૃ.૪૭૭ કરોડની ચોખ્ખી ખરીદી, ફયુચર્સમાં રૃ.૬૭૨ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આજે-સોમવારે કેશમાં રૃ.૪૭૬.૬૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૪૨૧૯.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૃ.૩૭૪૩.૨૨ કરોડની વેચવાલી રહી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૧૩.૬૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૃ.૧૭૯૪.૪૫ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૭૮૦.૮૩ કરોડની વેચવાલી રહી હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૃ.૬૭૨.૨૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૯૪.૯૧ કરોડની ચોખ્ખી ખરીદી અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૪૭૭.૩૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
Keywords business,share,bazar,

Post Comments