Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એરંડા વાયદામાં ફરી તેજી : ખાદ્યતેલોમાં ઘટયા મથાળે સ્થિર થવા મથતી બજારો

- શિપરો તથા તેજીવાળા ફરી દાખલ થયાની ચર્ચા વચ્ચે

- વ્યારા વિસ્તારમાં શરૃ થયેલી સિંગદાણાની ઉનાળુ પાકની નવી આવકો

મુંબઈ, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
મુંબઈઆ તેલ-બિયાં બજાર આજે આંચકા પચાવી ભાવો ઘટયા મથાળે અથડાતા હતા.  નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચારો  ઘટયા ભાવથી  સુધારો બતાવતા હતા.  તેના પગલે ઘરઆંગણે નીચા મથાળેથી વેચવાલી ધીમી પડી હતી.
 
અમેરિકામાં શિકાગો સોયાતેલ  વાયદો ઓવરનાઈટ ૪૪ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૧૨ પોઈન્ટ  પ્લસમાં રહ્યા હતા જ્યારે મલેશિયામાં  પામતેલનો વાયદો ઉછળી ૫૪, ૪૬,  ૩૯ તથા ૩૮ પોઈન્ટ પ્લસમાં રહ્યાના નિર્દેશો હતા ત્યાં  પામ પ્રોડકટના ભાવો આજે અઢી ડોલર વધી આવ્યા હતા. 
 
દરમિયાન, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સ.ના દરો ૩૫ પૈસા ઘટાડી રૃ.૬૫.૫૫  કરવામાં આવ્યા છે. જયારે નિકાસકારોમાટે આવા દરો  ૩૫ પૈસા ઘટાડી રૃ.૬૩.૮૫  કરવામાં  આવ્યાના નિર્દેશો મળ્યા છે.  
 
મુંબઈમાં આજે પામતેલના ભાવો ૧૦ કિલોદીઠ હવાલા રિસેલના  ભાવો ૧૦ કિલોદીઠ હવાલા રિસેલના  રૃ.૫૪૫ તથા જેએનપીટીના રૃ.૫૪૦  હતા.  રૃ.૫૪૫માં  રેડી-રેડી  ડિલીવરીના  તથા રૃ.૫૩૫થી   ૫૪૦માં  તા.૧થી ૧૦ મેની ડિલીવરી માટે મળીને આજે આશરે  ૪૦૦થી ૫૦૦ ટનના વેપારો થયાના નિર્દેશો હતા. 
 
મુંબઈમાં હાજર ભાવો ૧૦ કિલોના સિંગતેલના  રૃ.૧૦૪૦ના મથાળે  ઘટતા અટકી   જળવાઈ રહ્યા હતા . સિંગદાણાના ભાવો વિવિધ ઉત્પાદક મથકોએ નરમ બોલાયા હતા.મહારાષ્ટ્રમાં ઉનાળુ પાકની નવી આવકો  આવતા સપ્તાહમાં શરૃ થઈ જવાની શક્યતા છે. દક્ષિણ-ગુજરાતમાં  વ્યારા ખાતે નવા ઉનાળુ પાકની આવકો છુટીછવાઈ શરૃ થઈ ગયાના સમાચારો મળ્યા છે.
 
સિંગદાણામાં  હાલ લોકલ માગ તથા નિકાસમાગ પણ છુટીછવાઈ રહી છે.  બજારના આંતરપ્રવાહો  નરમ હતા.  ઓલ ઈન્ડિયા  ધોરણે દૈનિક સરેરાશ આવકો આશરે  ૨ લાખ ગુણી આવી રહી છે જે આગળ ઉપર વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.
 
 મુંબઈમાં એરંડાના હાજર ભાવો રૃ.૪૮૩૫ વાળા ઉછળી રૃ.૪૯૭૦ હતા જ્યારે  દિવેલના ભાવો કોમર્શિયલના ૯૯૭ વાળા ઉછળી રૃ.૧૦૨૪,  એફએસજીના  રૃ.૧૦૦૭ વાળા ઉછળીરૃ.૧૦૩૪ તથા  એફએસજી કંડલાના રૃ.૯૭૩ વાળા ઉછળી રૃ.૧૦૦૨  બોલાયા હતા.
 
શિપરોની પૂછપરછ આવી છે. વાયદામાં  નીચા મથાળે તેજીવાળા ફરી દાખલ થયાની ચર્ચા  સંભળાઈ છે.  મંદીવાળાના વેચાણો પણ કપાઈ રહ્યા હતા એરંડા  મે વાયદાના ભાવો ઉછળી સાંજે રૃ.૪૮૫૭ તથા જૂન  વાયદાના ઉછળી રૃ.૪૯૨૪  બોલાયા હતા.

Post Comments