Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

M-cap/GDP રેશિયો ૧૦૦% નજીક સાવચેતી રાખવી જરૃરી : વોરેન બુફેટ

- ભારતીય શેરબજારનો

- ૨૦૦૭ અંતે આ રેશિયો ૧૪૭ ટકા પહોંચ્યો તે પછી ૨૦૦૮માં બજાર પટકાયું હતું

નવિદિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
ચાલુ ૨૦૧૭ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં ઉદ્ભવેલ અકલ્પનીય તેજીના પગલે ભારતીય શેરબજારનો માર્કેટ કેપિટલાઈઝેશન/જીડીપી રેસિયો ૧૦૦ ટકા નજીક પહોંચી ગયો છે જે ચિંતાનો વિષય છે. હવે બજારમાં સાવચેતી રાખવી જરૃરી છે. તેમ માર્કેટ ગુરુ વોરેન બુફેટે જણાવ્યું હતું.
 
ચાલુ વર્ષના પ્રથમ ત્રણ માસમાં બજારમાં અકલ્પનીય તેજી ઉદ્ભવતાના પગલે વધ્યાના ગણિત ખોટા પડયા છે. સતત તેજીના પગલે ભારતીય બજારનો એમકેપ/જીડીપી રેશિયો ૧૦૦ ટકા નજીક પહોંચી ગયો છે. આમ, આ વેલ્યુએશન ઈન્ડિકેટર દર્શાવે છે કે, માર્કેટ ઓવરવેલ્યુડ ઝોનમાં પ્રવેશ કર્યો છે.
 
કોઈપણ બજારના એમ-કેપ/જીડીપી રેશિયો બજારના વેલ્યુએશન અને સેન્ટિમેન્ટને પ્રદર્શિત કરે છે. આ રેશિયાની ઉપર અથવા તો નીચે કોઈપણ મુવમેન્ટ થાય તો એમ સમજવું જોઈએ કે બજાર ઓવરવેલ્યુડ છે અથવા તો અન્ડરવેલ્યુ કેટલાક એનાલીસ્ટો આ લેવલને છેલ્લા ૧૦ વર્ષના સરેરાશ લેવલ સાથે સરખાવે છે. જો કે આ સમયમાં આ લેવલ ૧૦૦ ટકાથી નીચે જ હતું.
 
હાલ એમકેપ/જીડીપી રેશિયો ૧૦૦ નજીક પહોંચી ગયો છે. તેથી તે જોખમી પુરવાર થઈ શકે છે. તેથી રોકાણકારોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ૨૦૦૭ના અંત સમયે આ રેશિયો ૧૪૭ ટકા પહોંચી ગયો હતો. તે બાદ ૨૦૦૮માં બજારોની શી પરિસ્થિતિ થઈ હતી તેનાથી સૌ વાકેફ છે જ. વૈશ્વિક મંદીના પગલે ૨૦૦૮માં ભારતીય શેરબજાર પણ પટકાયું હતું.
 
ભારતીય બજારનો એમકેપ/જીડીપી રેશિયો ઓલટાઈમ ઊંચી સપાટી પહોંચ્યો છે પણ એશિયાના અન્ય બજારોની તુલનાએ તે ઘણો નીચો છે. એશિયાઈ બજારોમાં તાઈવાનનો આ રેશિયો ૩૦૦ ટકા, સિંગાપોરનો ૧૫૦ ટકાથી વધુ, મલેશિયાનો ૧૩૦ ટકા અને જાપાન-થાઈલેન્ડનો રેશિયો ૧૦૦ ટકાથી ઉપર છે.
 
ચાલુ વર્ષે નિફ્ટી અત્યાર સુધી ૧૨ ટકા ઉછળ્યો છે. તેની ડિસેમ્બરની ૭૯૦૦ની નીચી સપાટીથી તે ૧૬ ટકા ઉછળ્યો છે. સેન્સેક્સ પણ ઝડપથી ઉંચકાયો છે આમ છતાં તે તેની ૩૦૦૨૪ની ઓલટાઈમ હાઈ સપાટીથી ૪૦૦ પોઈન્ટ દૂર છે.

Post Comments