ડીમોનિટાઈઝેશન પછી નાણાંભીડ હળવી થતાંની સાથે સોનાની દાણચોરીમાં થઇ રહેલો વધારો
- એક મહિનામાં ૯થી ૧૦ ટન સોનુ ગેરમાર્ગે દેશમાં લવાઈ રહ્યાનો અંદાજ

ડીમોનિટાઈઝેશનના સમયગાળા દરમિયાન રોકડના અભાવે અટકી પડેલી સોનાની દાણચોરીમાં ફરી વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. હાથમાં રોકડનો પ્રવાહ વધતા દાણચોરીના કિસ્સા પણ વધી રહ્યા છે. ૨૦૧૬ના નવેમ્બરથી આ વર્ષના ફેબુ્રઆરીના અંત સુધી દાણચોરી મારફતના સોનાનો પૂરવઠો તાણ હેઠળ રહ્યો હતો એમ એક રિસર્ચ પેઢીના અહેવાલમાં જણાવાયું છે.
૨૦૧૬માં એક સપ્તાહમાં અંદાજે ૧.૩૦ ટન સોનાની દાણચોરી થતી હતી જે ૨૦૧૭ના પ્રથમ ત્રિમાસિકમાં સપ્તાહ દીઠ વધીને ૧.૯૦ ટન જેટલી થઈ ગયાનું અહેવાલમાં જણાવાયું છે. આનો અર્થ દેશમાં દર મહિને ૯થી ૧૦ ટન સોનું બિનસત્તાવાર માર્ગે ભારતમાં પ્રવેશી રહ્યું છે.
બિનસત્તાવાર રીતે ડોલર મેળવવા માટેનું પ્રીમિયમ જે ડિસેમ્બરમાં ૫.૫૦થી ૬ ટકા જેટલું હતું તે હાલમાં ઘટીને અઢીથી ત્રણ ટકા આસપાસ આવી ગયું છે જેને કારણે દાણચોરી મારફત સોનું લાવવાનું સસ્તું પડી રહ્યું છે. રોકડની ઉપલબ્ધતા વધતા ડોલર મેળવવાનું સરળ બન્યું છે. જો કે સરકારે રોકડમાં વ્યવહાર પર મર્યાદા લાગુ કરતા સોનાની દાણચોરીમાં વધારો થવાનો અવકાશ મર્યાદિત જણાય છે એમ પણ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.
૨૦૧૩માં સરકારે જ્યારથી ગોલ્ડ પરની આયાત ડયૂટીમાં વધારો કરીને ૧૦ ટકા કરી છે ત્યારથી સોનાની દાણચોરી વધી રહી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સોનાની દાણચોરી પ્રતિ વર્ષ સરેરાશ ૧૮૦થી ૨૦૦ ટન જેટલી રહી છે. ભારતમાં જ્વેલરી માટેની માગમાં પણ વધારો થઈ રહ્યો છે. ડોલર સામે રૃપિયો મજબૂત બન્યા બાદ સોનાના ભાવ દબાણ હેઠળ રહેતા સોના માટેની માગ નીકળી હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
Post Comments
નડાલનો મોન્ટે કાર્લો માસ્ટર્સમાં ૧૧મી વખત ઐતિહાસિક વિજય
વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ફાઈનલમાં જાપાનના નિશિકોરીને ૬-૩, ૬-૨થી હરાવીને ૧૧મી વખત..
More...
બ્રાઝિલીયન ગોલકિપર સિઝરની નિવૃત્તિ
બ્રાઝિલીયન ગોલકિપર જુલિયો સિઝરે ૩૮ વર્ષની ઉંમરે ફૂટબોલ જગતમાંથી નિવૃત્તિની .......
More...
બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સના બેવડા વિજય
ઘરઆંગણે શરૃ થયેલી વર્લ્ડ સિરિઝ બોક્સિંગમાં ઈન્ડિયન ટાઈગર્સે બેવડા વિજય.......
More...
ગોલ્ફર રાહીલ ગંગજીએ જાપાન ઓપન જીતી
ભારતીય ગોલ્ફર રાહીલ ગંગજીએ ૧૪ વર્ષના દુષ્કાળ બાદ ટાઈટલ જીતી લીધું હતુ. .......
More...
ફેડ કપ : જર્મનીને હરાવીને ચેક રિપબ્લિક ફાઈનલમાં
પેટ્રા ક્વિટોવાએ જર્મનીની એંજેલીક કેર્બરને સીધા સેટોમાં ૬-૨, ૬-૨થી હરાવીને ચેક રિપબ્લિકને ફેડ .......
More...
બાર્સેલોના સતત ચોથી વખત 'કોપા ડી રે' ચેમ્પિયન
સ્પેનિશ કલબ બાર્સેલોનાએ સતત ચોથી વખત 'કોપા ડી રે' જીતી લીધો છે.......
More...
તેંડુલકરે ૨૦૧૫માં જ કહ્યું હતુ કે 'તું નંબર વન બનીશ' : શ્રીકાંત
આંતરરાષ્ટ્રીય બેડમિંટનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મેન્સ સિંગલ્સમાં નંબર વનનું સ્થાન ......
More...
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
બોલિવુડના જાણીતા અભિનેતા અને કોમેડિયન રાજપાલ યાદવને દિલ્હીની કડકડડૂમા કોર્ટે 6 મહિનાની ..
More...
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
ટોચના ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે કહ્યુ ંહતું કે બોલિવૂડમાં પ્રવર્તતા જાતીય દુરાચાર સામે બોલતાં લોકો..
More...
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
સિનિયર અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ એન એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના લંડન શિડયુલન..
More...
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
ટોચના ડાયરેક્ટર ઉમેશ શુક્લા નજીકના ભવિષ્યમાં સિનિયર અભિનેતા સંજય દત્તને લઇને ફિલ્મ બનાવશે ..
More...
નમસ્તે લંડનની રિલિઝ ડેટ વહેલી કરવામાં આવી
ટોચના ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ નમસ્તે લંડનને અગાઉ આ વર્ષના ડિસેંબરમાં..
More...
આયમ નોટ પ્રેગનન્ટ, બેવકૂફ...
એ લિસ્ટના કલાકારોની યાદીમાં આવવા સતત પ્રયાસો કરતી અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝે નારાજગી વ્યક્ત કરતાં કહ..
More...
ખભો જલદી સાજો થઇ જાય એની રણવીરને ઉતાવળ છે
ટોચનો અભિનેતા રણવીર સિંઘ પોતાને થયેલી ખભાની ઇજા જલદી સારી થઇ જાય એ માટે..
More...
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
Religion & Astro
-
NRI News