Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GSTને આવકારતું FMCG ક્ષેત્ર ઓટો ઇન્ડસ્ટ્રીમાં મિશ્ર વલણ

- ૩૫૦ સીસીથી વધુ પાવર ધરાવતી બાઇક પર સરચાર્જ અમલી બનતા બાઇકર્સોમાં પણ નિરાશા

નવી દિલ્હી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
સરકાર દ્વારા વિવિધ ચીજવસ્તુઓ માટેના જીએસટીના વેરાના સ્લેબની જાહેરાત બાદ એફએમસીજી ક્ષેત્રોમાં ખુશી છવાઈ છે. જ્યારે ઓટો ઇન્ડસ્ટ્રીમાં આ સંદર્ભે મિશ્ર વલણ જોવા મળ્યું છે.
 
એફએમસીજી ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા મુજબ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે ખાસ કરીને ખાંડ, સેરલ્સ અને દૂધ માટે જાહેર કરાયેલ રાહત આવકારદાયક છે.
 
આ ઉપરાંત ચા, કોફી, ખાદ્યતેલો જેવી ચીજવસ્તુઓમાં વેરામાં ઘટાડો થતા ગ્રાહકોને ફાયદો થશે. આમ, જીએસટીના વેરા સ્લેબથી એફએમસીજી ક્ષેત્ર પર ખાસ કોઈ નવો ભાર નહી આવે જે એક પોઝિટીવ બાબત છે. ઓટો ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમુક ચોક્કસ લેવલ સુધી કાર પર ૨૮ ટકાનો દર અમલી બનેલ છે. જ્યારે બાકીની તફાવતની રકમ સેસના અમલ થકી એડજસ્ટ રાશે. ઓટો ઇન્ડસ્ટ્રી ઉંચા દર જાહેર થવાની ગણતરી મૂકતું હતું પણ સેસ થકી એડજસ્ટ કરવાના મુદ્દાથી એકંદરે રાહત થશે.
 
જો કે ૩૫૦ સી.સી.થી વધુ પાવર ધરાવતા મોટરસાઇકલ પર ૩ ટકાનો વધારાનો સરચાર્જ અમલી બનાવતા ઓટો ઇન્ડસ્ટ્રીમાં નિરાશા ફેલાઈ છે. હાલ આ શ્રેણીના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. તે ટાણે વેરા વધતા ઓટો ઇન્ડસ્ટ્રી સહિત બાઇકર્સમાં પણ નિરાશા પ્રવર્તી રહી છે.

Post Comments