Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીએસટી: ગોલ્ડ આયાતકારોને મુકત વેપાર કરાર વ્યવસ્થાનો લાભ ઉઠાવવાની તક સાંપડી

- એકલા દક્ષિણ કોરિઆ ખાતેથી શૂન્ય ડયૂટીએ ૨૫૦૦ કિ. ગ્રા. કોઈન્સની આયાત

મુંબઈ, તા. 26 જુલાઇ, 2017, બુધવાર

ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ના અમલીકરણે ગોલ્ડના આયાતકારોને  અનાયસે જ કાળા નાણાંને વિદેશમાં ધોળા કરી નાખવાની તક આપી દીધી હોવાનું ઉદ્યોગના નિષ્ણાતો માની રહ્યા છે.

ભારત દ્વારા કેટલાક દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ શૂન્ય ડયૂટી વ્યવસ્થાનો સોનાચાંદીના અનેક આયાતકારો લાભ ઉઠાવી રહ્યાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને કમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ  આ બે સંધિઓ જે ભારતે કેટલાક દેશો સાથે કરી છે તેની હેઠળ ગોલ્ડ હવે ૧૦ ટકા કસ્ટમ્સ ડયૂટી ચૂકવ્યા વગર આયાત કરી શકાય છે, કારણ કે ૧૨.૫૦ ટકા કાઉન્ટરવેલિંગ ડયૂટી જીએસટીંમાં ભેળવી દેવાઈ છે અને ગોલ્ડ પર જીએસટીનો દર ૩ ટકા રખાયો છે.

આયાતકારો ગોલ્ડની લગડીને બદલે ગોલ્ડ કોઈન્સને વધુ પ્રાધાન્ય આપે છે કારણ કે તેમાં ઓવ ઈનવોઈસિંગનો અવકાશ વધુ રહેતો હોય છે. અને ઓવર ઈનવોઈસિંગ મારફત તેઓ વિદેશમાં વધુ ડોલર મોકલી શકે છે એમ બજારના એક નિષ્ણાતે મોડસ ઓપરેન્ડી સમજાવતા જણાવ્યું હતું. ૧લી જુલાઈથી જ્યારથી જીએસટી પદ્ધતિ લાગુ થઈ છે ત્યારથી અત્યારસુધીમાં  એકલા દક્ષિણ કોરિઆ ખાતેથી ૨૫૦૦ કિ. ગ્રા. ગોલ્ડ કોઈન્સની શૂન્ય ડયૂટી દરે આયાત કરાઈ હોવાનો અંદાજ છે. આ આયાતમાં સરકારને એક કરોડ ડોલરની ખોટ ગયાની ગણતરી મુકાઈ રહી છે અન્યથા કસ્ટમ્સ ડયૂટી અને શિક્ષણ સેસ મારફત આ રકમ સરકારની તિજોરીમાં આવી શકી હોત.

નિકાસકાર સાથે સાઠગાઠ કરીને ગોલ્ડ કોઈનની આયાત એક ટકો પણ વધારે બતાવાઈ હશે તો અંદાજે ૧૦ લાખ ડોલર ભારતની બહાર મોકલી દેવાયા હશે. મોટાભાગના જ્વેલરી  ઉત્પાદકો ગોલ્ડની લગડીને બદલે કોઈન્સ વધુ મેળવીરહ્યા છે કારણ કે કોઈન્સ બેન્ક રેટ કરતા સસ્તા મળે છે. આયાતકારો દ્વારા ઊંચી માત્રામાં નફો કરાતો હોવાનું આના પરથી સમજી શકાય એમ છે.

Post Comments