Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદી તથા ડોલરમાં તેજીને બ્રેક, ભાવ ગબડયા: ક્રૂડના ભાવ ૫૩ ડોલર કુદાવી ગયા

- ઓપેકની મિટિંગ પૂર્વે ક્રૂડતેલના ભાવ ઉછળ્યા

- સોના-ચાંદીના જીએસટીના દરો ત્રીજી જૂને નક્કી થવાની શક્યતા ડોલરના ભાવ એક તબક્કે રૃ.૬૫ પાર કરી ગયા પછ

મુંબઈ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે તેજીને બ્રેક લાગી ભાવો પ્રત્યાઘાતી ઘટાડા પર હતા.  વિશ્વ બજારમં  સોનાના ભાવો ઉંચેથી ઘટયા હતા છતાં  ચાંદીના ભાવો મક્કમ રહ્યા હતા ચાંદીમાં  વિશ્વના વિવિધ ઉત્પાદક દેશોમાં  ઉત્પાદન ઘટવાની આગાહી  થઈ છે. આગળ ઉપર ચાંદીના ભાવો મક્કમ રહ્યા હતા.  ચાંદીમાં વિશ્વના વિવિધ ઉત્પાદક દેશોમાં ઉત્પાદન ઘટવાની આગાહી થઈ છે અને આગળ ઉપર ચાંદીના ભાવો  વધુ ઉંચા  જવાની આગાહી વૈશ્વિકગ જાણકારો આજે  બતાવી રહ્યા હતા.
 
દેશમાં સોના-ચાંદી તથા જવેરાત પર જીએસટીના  દરો મોટાભાગે  ૩ જૂનના મળનારી  મિટિંગમાં  નક્કી થવાની શક્યતા આજે બજારના  જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન  મુંબઈ કરન્સી બજાર આજે  ડોલરના ભાવો ઉંચામાં રૃ.૬૫ પાર કરી ગયા પછી ફરી ગબડયા હતા. ડોલરના ભાવો  રૃ.૬૪.૮૪  વાળા આઈજે ઉંચામાં  ૬૫.૦૨ રહ્યા પછી ઊંછાળે  ફરી વેચવાલી વધતાં ભાવો ઘટી નીચામાં ૬૪.૫૯  થયા પછી છેલ્લે  ભાવો ૬૪.૬૪ બોલાયા હતા.
 
 વિશ્વ બજારમાં જોકે અમેરિકાના શેરબજારો આંચકા પચાવી ફરી ઉંચકાતાં  તથા વૈશ્વિક સ્તરે ડોલરના ભાવો પણ વધી આવતાં  વિશ્વ બજારમાં  સોનામાં ઉછાળે હેજફંડોની વેચવાલી વધી હતી.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાના ભાવો નરમ રહ્યા હતા. ડોલર ઉંચેથી  નીચો આવતાં તથા વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે  સોનાની આયાત પડતર નીચી આવતાં  બજાર ભાવો ઘટાડા પર રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.
 
મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૮૯૫ વાળા રૃ.૨૮૬૫૫ ખુલી રૃ.૨૮૬૩૫  બંધ હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૦૪૫ વાળા  રૃ.૨૮૮૦૫  ખુલી રૃ.૨૮૭૮૫ બંધ હતા.  વિશ્વબજારમાં ઔંશના ભાવો સોનાના ૧૨૬૧.૨૦ ડોલરવાળા નીચામાં ૧૨૪૬.૬૦ થઈ સાંજે ૧૨૫૨.૪૦ ડોલર રહ્યા હતા.  ચાંદીના ભાવો ૧૬.૭૬ ડોલરવાળા  ઉંચામાં  ૧૬.૮૨ રહ્યા પછી સાંજે  ૧૬.૭૭ ડોલર હતા. મુંબઈમાં  ચાંદીના ભાવો કિલોના  ૯૯૯ના રૃ.૩૯૫૮૦ વાળા રૃ.૩૯૨૭૦ ખુલી રૃ.૩૯૩૮૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૩૯૩૫૦થી ૩૯૪૦૦  તથા કેશમાં ભાવો આ  બાવોથી ૧૦૦ જેટલા ઉંચા બોલાયા હતા.
 
વિશ્વ બજારમાં ૩ મહિનાના વાયદાના ભાવો કોપરના ૫૬૨૦ ડોલર, ટીનના ૨૦૩૦૫  ડોલર, નિકલના ૯૨૦૫ ડોલર, એલ્યુમિનિયમના ૧૯૨૯ ડોલર, જસતના ૨૫૬૮ ડોલર, સીસાના ૨૦૯૬ ડોલર રહ્યા હતા.  લંડન એક્સ.માં  કોપરનો સ્ટોક  ૩૭૦૦ ટન ઘટયો હતો. અન્ય ધાતુઓનો સ્ટોક પણ ઘટયાના સમાચારો હતા ત્યાં આજે  ટીનનો સ્ટોક ૨૫ ટન, સીસાનો સ્ટોક ૨૫ ટન, નિકલનો સ્ટોક  ૯૩૦ ટન, એલ્યુ.નો સ્ટોક ૮૭૦૦ ટન તથા જસતનો સ્ટોક ૨૨૦૦ ટન ઘટયાના સમાચારો હતા.
 
બ્રાઝીલમાં રાજકીય કટોકટી ઉભી થતાં શેરબજારો તથા કરન્સીના ભાવ ઘટયાના નિર્દેશો હતા.  અમેરિકામાં ગયા વર્ષના અંતભાગમાં  થ.ેલી ચૂંટણીમાં  રશિયાએ કોઈ ભાગ ભજવ્યો હતો કે નહીં   તેની તપાસ  કરવા ત્યાં જસ્ટીસ વિભાગે સક્રિયતા બતાવ્યાના સમાચારો હતાત. બ્રાઝીલના શેરબજારો આજે ૮ ટકા ગબડયા હતા.  વિશ્વ બજારમાં  ડોલર ઈન્ડેક્સ ઉંટકાયો હતો જે તાજેતરમાં ૬ મહિનાના  તળિયે   જતો રહ્યો હતો.  યુરોના ભાવો ઘટયા હતા. જસતના ભાવો ૩.૪૦ ટકા ગબડયા હતા.
 
કોપરના ભાવો ૦.૫૦ ટકા નરમ બોલાતા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો સવાથી દોઢ ટકો ઉછળી બેરલના સાંજે બ્રેન્ટક્રૂડના ૫૩ ડોલર પાર કરી ૫૩.૧૫ ડોલર હતા.  ન્યુયોર્કના ભાવો વધી ૫૦ ડોલર પાર કરી ૫૦.૦૧   ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં  સાંજે પેલેડીયમના ભાવો ઔંશના ૭૬૪.૯૦થી ૭૬૪.૯૫ ડોલર તથા  પ્લેટીનમના ભાવો ૯૩૯.૮૦થી ૯૩૮.૮૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં  રાજકિય તંગ વાતાવરણ ચાલી રહ્યું છે  ત્યારે ત્યાંના  પ્રમુખ ટ્રમ્પ આજે યુરોપ તથા મિડઈસ્ટના દેશોની મુલાકાતે   જવા રવાના થવાના હોવાના નિર્દેશો હતા.

Post Comments