સોના-ચાંદીમાં સતત ઘટાડો: રૃપિયા સામે ડોલર ઉછળ્યા પછી ફરી તૂટયો
- ક્રૂડતેલ ગબડી ૫૪ ડોલરની અંદર ઊતર્યું
- ભારતમાં કસ્ટમ એક્સચેન્જ દરોમાં આયાત નિકાસ માટે ડોલરના ભાવ ૩૫ પૈસા ઘટાડાયા
અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ ૧૦ હજાર વધ્યા

મુંબઈ સોના-ચાંદી બજાર આજે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બદાપના સમાચારો નરમાઈ બતાવતા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી ફરી ગબડયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૨૮૩.૬૦ ડોલરવાળા આજે નીચામાં ૧૨૭૬.૩૦ ડોલર થઈ સાંજે ૧૨૮૦થી ૧૨૮૦.૫૦ ડોલર હતા.
મુંબઈ કરન્સી બજાર આજે ડોલરના ભાવો રૃ.૬૪.૫૮ વાળા ઉંચામાં રૃ.૬૪.૭૨ થયા પછી નીચામાં રૃ.૬૪.૫૫ રહી છેલ્લે રૃ.૬૪.૫૬ બોલાયા હતા. મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૩૫૦ વાળા રૃ.૨૯૨૯૫ ખુલી રૃ.૨૯૨૭૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૫૦૦ વાળા રૃ.૨૯૪૪૫ કુલી રૃ.૨૯૪૨૫ બંધ હતા.
ચાંદીના ભાવો કિલોના રૃ.૪૨૫૫૫ લ લવાળા આજે રૃ.૪૨૪૩૦ ખુલી રૃ.૪૨૪૪૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૪૨૪૦૦થી ૪૨૪૫૦ તથા કેશમાં ભાવો આ ભાવોની સમકક્ષ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો ઔંશના ૧૮.૨૩ ડોલર વાળા આજે નીચામાં ૧૮.૧૦ થઈ સાંજે ૧૮.૧૮થી ૧૮.૧૯ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ તથા કરન્સી બજાર પાછળ મુંબઈ બજારમાં આજે સોના-ચાંદીમાં ઘટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા હતા. દરમિયાન, ભારતના કસ્ટમ વિભાગ દ્વારા ડોલરના કસ્ટમ એક્સ.ના દરો ૨૧ એપ્રિલથી અમલમાં આવે એ રીતે ૩૫ પૈસા ઘટાડવામાં આવ્યા છે અને આવા નવા દરો આયાતકારો માટે રૃ.૬૩.૫૫ કરાયા છે. વિશ્વ બજારમાં સાંજે પ્લેટીનમના ભાવો ૯૭૬.૪૦થી ૯૭૬.૪૫ ડોલર તથા પેલેડીયમના ભાવો ૭૯૧.૬૫થી ૭૯૧.૭૦ ડોલર હતા. દરમિયાન, અમેરિકામાં ગેસોલીનનો સ્ટોક વધતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો વધુ ઘટી બેરલદીઠ સાંજે બ્રેન્ટ ક્રૂડના ૫૩.૧૮ ડોલર તથા ન્યુયોર્કના ભાવો ઘટી ૫૦.૬૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં કોપરના ભાવો ૫૬૪૫ ડોલર, ટીનના ભાવો ૧૯૯૧૫ ડોલર, નિકલના ભાવો ૯૪૬૦ ડોલર હતા. એલ્યુમિનિયમના ભાવો ૧૯૩૪ ડોલર, જસતના ભાવો ૨૬૧૩ ડોલર તથા સીસાનો ભાવો ૨૧૬૧ ડોલર હતા. ત્યાં લંડન એક્સચેન્જમાં આજે કોપરનો સ્ટોક ૯૭૫ ટન વધ્યો હતો. નિકલનો સ્ટોક ૭૮૬ ટન વધ્યો હતો જયારે એલ્યુ.નો ૧૧૧૨૫ ટન ઘટયો હતો જસતનો સ્ટોક ૧૦૭૫ ટન તથા સીસાનો સ્ટોક ૫૦૦ ટન ઘટયાના સમાચારો હતા. ટીનનો સ્ટોક જળવાઈ રહ્યો હતો. દરમિયાન હિન્દુસ્તાન ઝીંકે આજે સીસાના ભાવો ટનના રૃ.૬૪૦૦ ઘટાડયા હતા જયારે જડસતના ભાવો જાળવી રાખ્યાના સમાચારો હતા.
દરમિયાન અમેરિકાના જોબલેસ કેલઈમ્સ બેરોજગારીના દાવાઓ ૧૦ હજાર વધી ૨ લાખ ૪૪ હજાર આવ્યાના સમાચારો હતા. આની સામે અપેક્ષા ૨ લાખ ૪૦ હજારની હતી. વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવો ઘટયા હતા. યુરોપના શેરબજારો વધ્યા હતા. બ્રિટીશ પાઉન્ડ વધ્યો હતો. જાપાનના યેનના ભાવો પણ ઉંચકાયા હતા. ક્રૂડતેલના ભાવો સાડા ત્રણથી ચાર ટકા બુધવારે રાત્રે ગબડયા હતા.
Post Comments
૨૦૧૯ના વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર ભારત છ સ્થળોએ નવ લીગ મેચ રમશે
આવતા વર્ષે ઈંગ્લેન્ડની ભૂમિ પર યોજાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને ૩૩ દિવસમાં જુદા-જુદા છ..
More...
ચેમ્પિયન્સ ટ્રોફી 'આઉટ' : ૨૦૨૧માં ભારતમાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાંથી મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી..
More...
કોહલીને ખેલ રત્ન અને દ્રવિડને દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેશન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિક્રમોની વણઝાર સર્જનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને દેશનો સર્વોચ્ચ સ્પોર્ટ..
More...
કોહલી એક તબક્કે તો ભૂલી ગયો હતો કે ધોની હરિફ ટીમને જીતાડે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચેન્નાઇ સુપર કિંગે બુધવારે ૨૦૬ રનનો પડકાર બે બોલ બાકી હતા ત્યારે..
More...
નડાલની ડ્રીમ રન જારી : બાર્સેલોના ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો
વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલની ક્લે કોર્ટ પરની ડ્રીમ રન..
More...
એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં સાયના અને સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં
એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતની સાયના નેહવાલ અને પી.વી. સિંધુએ પોતપોતાની સિંગલ્સ મેચો જીતવાની સ..
More...
ચેન્નાઈ સામે હવે કોઈ પણ સ્કોરને સલામત માની શકાય નહી
ધોનીની બેંગ્લોર સામેની ઈનિંગ ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં તેણે રમેલી શ્રેષ્ઠ ઈનિંગ્સમાંની એક હતી. તેની..
More...
તમારી તમામ ફિલ્મોની આવક અલગ ખાતામાં જમા કરો
સિનિયર ફિલ્મ સર્જક હંસલ મહેતાને સુપ્રીમ કોર્ટે નીમેલા આર્બીટ્રેટરે એવી સ્પષ્ટ સૂચના આપી હતી કે..
More...
અક્ષય રુસ્તમનો પોષાક લીલામ કરશે
ટોચનો અભિનેતા અક્ષય કુમાર પોતે હિટ ફિલ્મ રુસ્તમમાં પહેરેલો ભારતીય નૌકાદળના અધિકારીના પોષાકનું લીલામ ..
More...
વર્ષના સૌથી મોટ્ટા પીઠી ચોળવાના પર્વની તૈયારી કરું છું
ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યુ ંહતું કે આ વર્ષના સૌથી મોટ્ટા પીઠી ચોળવાના પર્વની..
More...
અક્ષય પછી હવે સલમાન રાષ્ટ્રપ્રેમીનો રોલ કરે છે
ફિલ્મ એરલિફ્ટ, બેબી, ટૉયલેટ એક પ્રેમકથા અને પેડમેન જેવી ફિલ્મો દ્વારા દેશપ્રેમી તરીકેની ઇમેજ સફળતાપૂ..
More...
સંજુનું એક પણ હિટ ગીત બાયો-ફિલ્મમાં નથી
કોઇને એમ લાગે કે સંજય દત્તની બાયો-ફિલ્મમાં એના જૂનાં હિટ ગીતોની ઝલક પણ હશે. આવું..
More...
ત્રણ અભિનેત્રી વચ્ચનો અહંક્લેશ શી રીતે ટાળ્યો ?
સુપરસ્ટાર સલમાન ખાનની દબંગ ટુરમાં ત્રણ ટોચની અભિનેત્રીઓ હોવા છતાં આવી પરિસ્થિતિ ખૂબીપૂર્વક ટાળી શકાઇ..
More...
મારા પુત્રે દિવસ-રાત મહેનત કરી હતી
સિનિયર અભિનેતા રિશિ કપૂરે કહ્યું હતું કે મારા પુત્ર રણબીર કપૂરે સંજય દત્તની બાયો-ફિલ્મ માટે..
More...
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
Religion & Astro
-
NRI News