Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીએસટી : સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું મોંઘુ સાબિત થવાની શકયતા

- યુઝડ કારના સંગઠીત ડિલરોએ ઊંચો વેરા દર ચૂકવવો પડશે

મુંબઈ, તા. 15 જુલાઇ, 2017, શનિવાર

સેકન્ડ હેન્ડ કારનો વેપાર કરતા સંગઠીત વ્યવસાયીકો માટે જીએસટીના ઊંચા દર તેમના મારજિન પર દબાણ લાવનારા સાબિત થશે. જીએસટી પદ્ધતિમાં  વેરાના દરની દ્રષ્ટિએ નવી અને જુની કાર વચ્ચે કોઈ તફાવત રખાયો નથી.

સેકન્ડ હેન્ડ કારના ડિલરોએ ૨૮થી ૪૩ ટકાની વચ્ચે જીએસટી ચૂકવવાનો રહેશે, જે અગાઉ પાંચ ટકા વેટ ચૂકવવો પડતો હતો. જો કોઈ ડિલર  એક લાખમાં કાર ખરીદીને તેને રૃપિયા ૧.૨૦ લાખમાં વેચશે તો તેણે રૃપિયા ૨૦,૦૦૦ના નફા પર રૃપિયા ૫૬૦૦થી  ૮૬૦૦ની વચ્ચે જીએસટી ભરવાનો રહેશે.

વેરાના દરનો આધાર જે તે કાર કઈ શ્રેણીમાં આવે છે તેના પર રહેશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું, જે અગાઉ પાંચ ટકા પેટે રૃપિયા એક હજાર ચૂકવવાના રહેત.

યુઝડ કાર પર ઊંચા જીએસટીના દરને કારણે આવી પડેલા બોજાને કાર ડિલર કાર ખરીદનાર પર પસાર કરશે. જો કે સેકન્ડ હેન્ડ કારની અસંગઠીત બજારનો પણ દેશમાં રાફડો ફાટયો છે ત્યારે સંગઠીત ડિલરો ભાવ વધારવાનું જોખમ લેશે કે કેમ તે જોવાનું રહે છે એમ પણ વિશ્લેષકે ઉમેર્યું હતું.

આવી સ્થિતિમાં સેકન્ડ હેન્ડ કારના સંગઠીત ડિલરો તરફથી અસંગઠીત કાર ડિલરો તરફ વેપાર જતો રહેવાની શકયતા વધી ગઈ છે.

Post Comments