Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિટકોઇનમાં પ્રત્યાઘાતી ઊછાળો, ૯૦૦૦ ડોલર તરફ આગેકૂચ

મુંબઈ, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ઘર કરી ગયેલી ડિજીટલ કરન્સીની અસર ઓછી થઇ રહી હોવાનું રેગ્યુલેટર્સે નોંધતા બિટકોઇનમાં ઊછાળો નોંધાયો હતો.

ન્યુયોર્ક ખાતે ગઇકાલે બે ટકા વધીને ૮,૭૨૦ ડોલર થયો હતો જે, ૬૦૦૦ ડોલરની નીચે ગયા બાદ ૬ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઇન્ટ્રાડેમાં ૫૦ ટકા વધ્યો હોવાનું દર્શાવે છે. તેમજ અન્ય ડીજીટલ કરન્સીઓ જેમ કે રિપલ, ઇથર અને લાઇટકોઇનમાં પણ ઓછામાં ઓછો ૩.૫ ટકાનો વધારો થયો હતો. આજે સાંજે ૪.૧૩ વાગ્યે ભારતીય ચલણમાં બિટકોઇનનો રૃ. ૪,૬૪,૦૦૦ની આસપાસ ચાલતો હતો.

દરમિયાનમાં બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સી કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ માઇક મેકગ્લોને જણાવ્યું હતું કે પાછલા ડિસેમ્બરમાં ૨૦,૦૦૦ ડોલરના મથાળે સ્પર્શેલી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં પુરવઠા વૃદ્ધિમાં અસ્થિરતા રહેશે તો તેમાં વધુ ૯૦ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. તેમજ વર્ષાંત સુધીમાં તે ૯૦૦૦ ડોલર સુધી પણ જઇ શકે છે.

તેમના અનુસાર મે આના વિશે વાંચવામાં મહત્તમ સમય ગાળ્યો છે અને જેમ જેમ હું વધુને વધુ રિસર્ચ કરતો જાઉ છું તેમ મને મંદીના સંકેતો મળે છે એમ તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું, આ ઇન્ટરનેટ કંપનીઓ જેવુ જ છે જે આપણે ૯૦ના દાયકામાં જોઇ હતી. જેમ જેમ ડોટ કોમનો પરપોટો ફૂટશે તેમ આ કરન્સીનો પણ અંત આવી જશે.

બિટકોઇનના ક્રિયેટર્સે બિટકોઇનનો સપ્લાય ૨.૧ કરોડ કોઇન સુધી મર્યાદિત રાખવાનું નક્કી કર્યું છે ત્યારે એવો અર્થ થાય છે કે ઓરિજીનલ બ્લોકચેઇન પર આધારિત ૫ કરોડ કરતા વધુ કોઇન અસ્તિત્વમાં છે. હરીફોને તેનુ સર્જન કરતા રોકી શકાય તેમ નથી. ભૂતકાળના વર્ષમાં ટ્રેડેબલ ક્રિપ્ટોકરન્સીની સંખ્યામાં ૧૨૦ ટકાનો વધારો થયો છે.  

સમય જતા પુરવઠામાં થઇ રહેલો વધારો ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં થઇ રહેલા વધારા પરનું પ્રાથમિક નિયંત્રણ છે એમ મેકગ્લોને જણાવતા ઉમેર્યું હતું કે ૯૦૦ ડોલરની સપાટી તરફ ખેંચનારુ મજબૂત ગુરુત્વાકર્ષણ બળ છે, જે કિંમત ૨૦૧૭ના પ્રારંભમાં હતી.

Post Comments