Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રતિકૂળ માહોલ વચ્ચે સેન્સેક્સમાં ૬૧૧ અને નિફ્ટીમાં ૭૯૪ પોઇન્ટનો પ્રચંડ ઊછાળો

- રોકાણકારોની સંપત્તિમાં રૃા. ૧.૭૯ લાખ કરોડનો વધારો : FII ફરી એકવાર મેદાનમાં

અમદાવાદ, તા.૧૨ માર્ચ 2018, સોમવાર

પીએનબી કૌભાંડના પર્દાફાશ બાદ દિનપ્રતિદિન જાહેર થતા નવા કૌભાંડો સહિતના અન્ય નકારાત્મક અહેવાલો વચ્ચે આજે ફંડો દ્વારા પસંદગીના શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલીના પગલે બીએસઇ સેન્સેક્સમાં ૬૧૧ અને નિફ્ટીમાં ૭૯૪ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.

ગત માસે જાહેર થયેલા પીએબીના કૌભાંડ બાદ અનેક બેંકો તેમજ કંપનીઓના પ્રમોટરોની ગેરરીતિઓનો પર્દાફાશ થયાની સાથોસાથ વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ શેરબજારનું માનસ ખરડાઈ જવા પામ્યું છે.
ઉદ્ભવેલ પ્રતિકૂળ માહોલ વચ્ચે પણ આજે ફંડો તેમજ વિદેશી સંસ્થાઓ દ્વારા મેટલ આઇ.ટી. સહિતના અન્ય પસંદગીના શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે શેરબજારમાં ઝડપી સુધારો નોંધાયો હતો અને અગાઉ ગુમાવેલ સપાટીઓ પરત હાંસલ કરી લીધી હતી.

મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઇન્ટ્રા ડે ૬૫૫ પોઇન્ટ ઉછળી ૩૩૯૬૨ થઈ કામકાજના અંતે ૬૧૦.૮૦ પોઇન્ટ ઉછળીને ૩૩૯૧૭.૯૪ની સપાટીએ મજબૂત રહ્યો હતો.બીજી તરફ એન.એસ.ઇ.નો નિફ્ટી આંક પણ ઉંચા મથાળે ખુલી ઇન્ટ્રા ડે વધીને ૧૦૪૩૩ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૧૯૪.૫૫ પોઇન્ટ ઉછળીને ૧૦૪૨૧.૪૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો.છેલ્લા કેટલાક સમયથી બજારથી દૂર થઈ ગયેલ વિદેશી રોકાણકારો (એફ.આઇ.આઇ.) આજે પુન: બજારમાં સક્રિય બન્યા હતા.

એફ.આઇ.આઇ.એ આજે કેશમાં રૃા. ૩૭૫ કરોડ અને ફ્યુચર્સમાં રૃા. ૩૩૮૦ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.
સેન્સેક્સમાં નોંધાયેલા ૬૦૦થી પણ વધુ પોઇન્ટના ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિ (બી.એસ.ઇ. પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ) રૃા. ૧.૭૯ લાખ કરોડ વધીને રૃા. ૧૪૪.૫૨ લાખ કરોડ પહોંચી હતી.
ગગડતાં શેરબજારને બચાવવા રહસ્યમય ખરીદી

Post Comments