Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેન્કોની NPAમાં રૃ.બે લાખ કરોડનો તોતિંગ વધારો થવાના એંધાણ

- હાલમાં કોર્પોરેટ સેક્ટરની સ્ટ્રેસ્ડ એસેટ્સ રૃ.૯.૬ લાખ કરોડ છે: ઇન્ડિયા રેટિંગ

- હાલ બેન્કોની ગ્રોસ એનપીએ ૧૦.૨% છે જે આગામી માર્ચ સુધીમાં ૧૦.૮% અને સપ્ટેમ્બરના અંતે ૧૧.૧% થવાની ધારણા

મુંબઇ, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

આગામી ૧૨થી ૧૫ મહિનામાં લગભગ રૃ.બે લાખ કરોડની કોર્પોરેટ લોન નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) કે બેડ લોન બની જવાની ભીંતિ છે એવું રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ દ્વારા તેના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.  

એજન્સીના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂશનના સિનિયર ફાઇનાલિસ્ટ ઉદિત કરીવાલે જણાવ્યું કે, મધ્યમ-કદના સ્ટ્રેસ્ડ કોર્પોરેટનો (જે સપ્ટેમ્બર ૨૦૧૭ના અંતે બેન્કોની ક્રેડિટના ૧.૬ ટકા જેટલો) પ્રોપ્રોશન બેન્કોની બુક ઉપર નોંધાયો છે તે આગામી ૧૨થી ૧૮ મહિનાના સમયગાળાની અંદર એનપીએ બની જવાની શક્યતા છે.

ડિસેમ્બરમાં જારી કરેલ પોતાના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, બેન્કિંગ સેક્ટરની સ્ટ્રેસ્ડ એસેટ્સના નિરિક્ષણથી જણાય છે કે એનપીએ/ બેડ લોનનો બોજ વધી શકે છે. સમગ્ર બેન્કિંગ સેક્ટરની એનપીએ સપ્ટેમ્બર ૨૦૧૭ના ૧૦.૨ ટકાથી વધીને આગામી માર્ચ ૨૦૧૮માં ૧૦.૮ ટકા અને સપ્ટેમ્બર ૨૦૧૮માં ૧૧.૧ ટકાના સ્તરે પહોંચી જવાની શક્યતા છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ એક ટકા જેટલી સ્ટ્રેસ્ડ એસેટ્સ બેડ લોન બની શકે છે. જેમાંની મોટાભાગની સ્ટાન્ડર્ડ પરંતુ રિસ્ટ્રક્ચર્ડ લોન છે અને જે લોનનું રિસ્ટ્રક્ચરિંગ સેન્ટ્રલ બેન્કની સ્કીમ અંતર્ગત હોઇ શકે છે તેથી કામગીરી કરી શકાશે નહીં. વર્તમાનમાં કોર્પોરેટ સ્ટ્રેસ્ડ લોનનું પુલ રૃ.૯.૬ લાખ કરોડ જેટલી છે.  

ક્રેડિટ કોસ્ટ યથાવત્ રહેતા કે ટોટલ એડવાન્સ સામે પ્રોવિઝનિંગની ટકાવારીના કારણે આગામી નાણાંકીય વર્ષે બેડ લોનનું પ્રમાણ વધી શકે છે જો કે પાછલાં વર્ષોની સરખામણીએ એનપીએનો વૃદ્ધિદર નીચો રહેવાની સંભાવના છે. રેટિંગ એજન્સીને આશા છે કે, ચાલુ વર્ષ માટે બેન્કિંગ સેક્ટરની ક્રેડિટ કોસ્ટ ૨૧૫ બેસિસ પોઇન્ટ અને આગામી નાણાંકીય વર્ષ માટે ૧૮૦ બેસિસ પોઇન્ટ રહી શકે છે.  ઇન્ડિયા રેટિંગનું કહેવું છે કે, ડિફોલ્ટ થયેલા લોન એકાઉન્ટોની નાદારીની પ્રક્રિયા આગળ ધપાવવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં મોકલવા બદલ કરાયેલા પ્રોવિઝનિંગ બદલ જાહેર ક્ષેત્રની મોટાભાગની બેન્કોના લાભ અને ખોટ ઉપર દબાણ વધી જશે. તાજેતરમાં રેટિંગ એજન્સીએ પબ્લિક સેક્ટરની મોટી બેન્કો અને પ્રાઇવેટ સેક્ટરની બેન્કો માટે સ્ટેબલ આઉટલૂક જાળવી રાખ્યો છે. જ્યારે રિકેપિટલાઇઝેશનની જાહેરાત થવા છતાં પણ મધ્યમ અને નાના કદની સરકારી બેન્કો અંગે નેગેટિવ આઉટલૂક યથાવત્ રાખ્યો છે. કારણ કે, નવા રેગ્યુલેટરી કેપિટલ નોર્મ્સ અને ૧લી એપ્રિલથી નવા એકાઉન્ટિંગ નોર્મ્સ તરફથી સ્થળાંતર અને બેડ લોન સામે નાણાંકીય ભંડોળની જરૃરિયાત જેવા પરિબળોને કારણે બેન્કોનો બજાર હિસ્સો ઘટવાની શક્યતા છે. પાછલાં મહિને કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોને બોન્ડ રિકેપિટલાઇઝેશન દ્વારા રૃ. ૮૮,૦૦૦ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. ઇન્ડિયન એકાઉન્ટિંગ સિસ્ટમ તરફ માઇગ્રેશન અને બેસલ-થ્રી કેપિટલ નોર્મ્સના માપદંડોને પુરા કરવા માટે પીએસયુ બેન્કોને રૃ.૧.૪ લાખ કરોડના મૂડીભંડોળની જરૃર પડશે.

Post Comments