Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાંડના ઉત્પાદનમાં ૨૬ ટકા નોંધપાત્ર વધારો

-વર્તમાન વર્ષમાં ખાંડનો વપરાશ ૨૫૦ લાખ ટન રહેવા અંદાજ

નવી દિલ્હી,બુધવાર 03 જાન્યુઆરી 2018

વર્તમાન મોસમના ઓકટોબરથી ડિસેમ્બરના ગાળામાં દેશનું ખાંડ ઉત્પાદન ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૨૬ ટકા વધીને ૧૦૩.૨૬ લાખ ટન રહ્યું છે, એમ ખાંડ ઉદ્યોગની સંસ્થા ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા) દ્વારા જણાવાયું હતું.


૨૦૧૬-૧૭ના ઓકટોબરથી ડિસેમ્બરના ગાળામાં  મિલોએ ૮૧.૯૧ લાખ ટન ખાંડ ઉત્પન્ન કરી હતી.
હાલમાં ચાલી રહેલી ૨૦૧૭-૧૮ની મોસમમાં ખાંડનું ઉત્પાદન ૨૫૧ લાખ ટન રહેવાનો ઈસ્માએ અંદાજ મૂકયો છે, જે ગયા વર્ષે ૨૦૨ લાખ ટન રહ્યો હતો. આ વર્ષે ખાંડનો વપરાશ ૨૫૦ લાખ ટન રહેવાનો અંદાજ છે.


ખાંડનું ઉત્પાદન દેશના બે મુખ્ય રાજ્યો મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશ ખાતેથી જોવાઈ રહ્યું છે.
સરકાર દ્વારા ખાંડની આયાત માટે અપાયેલી મંજુરી હેઠળ ૨.૩૫ લાખ ટન કાચી ખાંડ આયાત કરાઈ છે જેમાંથી બે લાખ ટન ખાંડ રિફાઈન્ડ કરાઈ છે.
ખાંડના ભાવ જે કેટલાક સમયથી ઘટયા હતા તેમાં સુધારો જોવાઈ રહ્યો છે.

 

Post Comments