Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બજારોમાં કડાકાથી વિશ્વના ધનિકોની સંપત્તિમાં ૧૨૩ અબજ ડોલરનું ધોવાણ

- જેફ બેઝોસની નેટવર્થ ૫.૩ અબજ ડોલર ઘટી ગઇ

- વોરેન બફેટની સંપત્તિમાં ૩.૫ અબજ ડોલર અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ૩.૪ અબજ ડોલરનું ગાબડું

ન્યૂયોર્ક, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ગુરુવારે બજારમાં આવેલા કડાકાના લીધે વિશ્વના ટોચના ૫૦૦ સમૃદ્ધોએ કુલ ૧૨૩ અબજ ડોલરની નેટવર્થ ગુમાવી છે. તેમાના ૨૦ ટકા કે તેનાથી વધારેએ એક-એક અબજ ડોલર કરતાં વધારે રકમ ગુમાવી છે.

વિશ્વના સૌથી સમૃદ્ધ જેફ બેઝોસની ૧૧૩.૨ અબજ ડોલરની સંપત્તિમાંથી ૫.૩ અબજ ડોલરનું ધોવાણ થયું હતું, તેમ બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ દર્શાવતો હતો. તેમની એમેઝોનનો શેર ગુરુવારે ૪.૭ ટકા ઘટયો હતો.

આ જ રીતે બર્કશેર હેથવેના ચેરમેન વોરેન બફેટની સંપત્તિમાં ૩.૫ અબજ ડોલરનો ઘટાડો થયો હતો અને ફેસબૂકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ૩.૪ અબજ ડોલરનો કડાકો એક જ દિવસમાં નોંધાયો હતો. એલન મસ્કે પણ તેમની સંપત્તિમાં ૧.૧ અબજ ડોલરનો ઘટાડો નોંધાવ્યો હતો. તેમની સ્પેસ એક્સ્પ્લોરેશન ટેક્નોલોજી કોર્પોરેશને સફળતાપૂર્વક ટેસ્લા ઇન્કોર્પોરેશનની સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી હતી. તેમનો શેર ૮.૬ ટકા ઘટયો હતો. ડાઉ જોન્સે વ્યાજદર વૃદ્ધિની આશંકા અને ફુગાવો વધવાના ડરે નવેમ્બર પછીની નીચલી સપાટી બનાવી હતી.

Post Comments