Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આર્થિક પરિબળોની અનિશ્ચિતતાઃશેરબજારનું ખરડાયેલું મોરલ

પીએનબી કૌભાંડ સહિત સ્થાનિક સ્તરની તેમજ વૈશ્વિક પ્રતિકૂળતાઓ પાછળ હાલ શેરબજારનું વાતાવરણ ખરડાઈ જવા પામ્યું છે. અને બેઉ આગેવાન ઇન્ડેક્સ તેમની જાન્યુઆરી અંતની સર્વાદિક ઊંચી સપાટીથી ઊંધા માથે પટકાયા છે. ભારતીય શેરબજાર હાલ બેંકોની નબળી ક્રેડિટ ક્વોલિટી અને આર્થિક પરિબળોની અનિશ્ચિતતાનો ભોગ બન્યા છે. ઊદ્ભવેલ આ પ્રતિકૂળતા ઝડપથી દૂર થાય તેવી સંભાવના નથી એમ બજારના વર્તુળોનું માનવું છે.

બજારની ગતિવિધીથી વાકેફ વર્તુળોના જણાવ્યા મુજબ MSCI  ઇન્ડિયા ઇન્ડેક્સમાં એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ્સ ishare માં શોર્ટ પોઝિશનની ઓપન ઇન્ટરેસ્ટ આશરે ૨૫૦ મિલિયન ડોલરના વિક્રમ ઊંચા સ્તરે પહોંચી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જાન્યુઆરીમાં આશરે બે અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. જે પાંચ મહિનામાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ વિદેશી નાણા પ્રવાહ હતો. જોકે હવે આ મોમેન્ટ ઘટી ગયું છે. એફપીઆઇએ ચાલુ મહિને અત્યાર સુધી ભારતના શેરબજારમાં આશરે ૮૦૦ મિલિયન ડોલરની વેચવાલી કરી છે. જોકે તેઓ બીજાં ઊભરતાં બજારોમાં મોટાપાયે લેવાલ બની રહ્યાં છે.

ફંડામેન્ટલ મોરચે જોઈએ તો પણ હાલની આર્થિક સ્થિતિ ઉત્સાહવર્ધક નથી. નિફટી ૫૦ની કંપનીઓમાં એક વર્ષના કમાણીના સરેરાશ અંદાજમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નિફટીમાં આશરે ત્રીજા ભાગનું વેઇટેજ ફાઇનાન્શિયલ સેક્ટર માટે છે. ફાઇનાન્શિયલ ક્ષેત્રની એસેટ ક્વોલિટી સતત કથળી રહી છે અને તેમનાં અર્નિંગનું આઉટલૂક ઘટી રહ્યું છે. વૈશ્વિક બજારમાં સાતત્ય માટે બે મહત્ત્વનાં પરિબળો છે, જેમાં ફુગાવામાં સ્થિરતા અને બોન્ડની યીલ્ડમાં ઘટાડાનો સમાવેશ થાય છે.

અમેરિકામાં વેતનવૃદ્ધિ વેગ મળ્યો છે. તેનાથી ભવિષ્યમાં વધુ ફુગાવાનું જોખમ છે. તેનાથી કંપનીઓ માટે મુશ્કેલી ઊભી થશે. વ્યાજદર વધશે અને ટેક્સ કાપથી ખાધમાં વધારો થશે. તેનાથી બોન્ડની યીલ્ડ વધી હતી. જે હજુ સામાન્ય બની નથી.વૈશ્વિક બજારનો ટ્રેન્ડ હકારાત્મક હોવા છતાં એફ એન્ડ ઓ એક્સ્પાયરીને કારણે બજારમાં ઘટાડો થઈ રહ્યો છે.

કથિક કૌભાંડ અને સરકારી બેન્કોમાં એનપીએના મુદ્દાથી બજારને હજુ પણ અસર થઈ રહી છે. બજારમાં વોલેટિલિટીમાં વધારો કરતાં બીજાં પરિબળોમાં વેપારખાધમાં વધારો, બોન્ડની યીલ્ડમાં વધારો અને એફઆઇઆઇ દ્વારા વેચવાલીને કારણે બજારની સ્થિતિ વધુ ખરડાઈ છે.

આ સંજોગોમાં બજારમાં નવા કામકાજ કરતી વેળા સાવચેતી રાખવાની જરૃર છે. રોકાણકારો માટે આ પ્રકારનું વલણ જ હિતાવહરૃપ પૂરવાર થશે.

Post Comments