Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં સ્ટીલની આયાત ઘટાડાશેઃ ડયુટી વધવાના સંકેતો

દેશમાં સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રે હાલ મિશ્ર પરિસ્થિતિ દેખાઈ છે. કાચા માલના ભાવ વધતાં તાજેતરમાં  અમુક સ્ટીલ-લોખંડ ઉત્પાદકો દ્વારા ભાવમાં  વૃદ્ધી કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ વિવિધ સ્ટીલ  કંપનીઓ જેમણેે બેન્કોમાંથી અગાઉ મોટા પ્રમાણમાં  ધિરાણો લીધા છે એવી ઘણી કંપનીઓ બેન્કોના  નાણાં પરત  ચૂકવી શકી નથી અને બેન્કોમાં આવા ઘણા ધિરાણો નોન પરફોમિંગ એસેટ્સ  એનપીએ તરીકે ગણાવાયા છે.

આમ દેશમાં આ ક્ષેત્ર હાલ મિશ્ર પ્રવાહોમાંથી પસાર થઈ રહ્યાનું  ચિત્ર ઉપસ્યું છે.  દરમિયાન,  વિશ્વ બજારમાંથી મળી રહેલા  સમાચાર મુજબ  અમેરિકાની સરકારે  દેશમાં આયાત થતા  સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઘટાડવા  વિવિધ પગલાઓ પર વિચારણા  શરૃ કર્યાના  વાવડ મળ્યા છે.  અમેરિકાના બજારોમાં ચર્ચાની વાતો મુજબ  ત્યાંના કોમર્સ સેક્રેટરી  દ્વારા તાજેતરમાં વિવિધ સ્ટીલ મિલો ખરીદાઈ  છે તથા ઘણી સ્ટીલ મિલોનું વેંચાણ પણ કરાયું છે. આવા સોદાઓમાં ખાસ્સો નફો પણ મેળવાયો છે.

અમેરિકાના પ્રમુખે દેશમાં દરિયાપારથી અમેરિકામાં  આયાત થતા સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત પર અંકુશો મૂક્વા વિચારણા કરાઈ રહ્યાનો સંકેત આપ્યો છે ત્યારે  શું ઉપરોક્ત બે ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે કે પછી માત્ર યોગાનુયોગ છે? એવો પ્રશ્ન વિશ્વના સ્ટીલ બજારમાં  હાલ પૂછાઈ રહ્યાની ચર્ચા સંભળાઈ છે.  અમેરિકામાં આયાત થતા સ્ટીલ પરની ડયુટી   વધારી ૫૩ ટકા સુધી કરવામાં આવશે એવી શક્યતા  જાણકારો બતાવી રહ્યા છે.  આયાત જકાતમાં  આવી વૃદ્ધી મોટાભાગે  માર્ચ અથવા એપ્રિલમાં લાગુ કરવામાં આવશે એવી શક્યતા વિશ્વ બજારના  સ્ટીલ ક્ષેત્રના  જાણકારો બતાવી રહ્યા છે. જોકે અમેરિકાની સરકાર આવું પગલું ભરશે તો અમેરિકાના અર્થતંત્ર માટે  તથા ત્યાંના ઉદ્યોગ જગત માટે ફટકો પડવા જેવું  પગલું સાબીત થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.

 દૂરના ભૂતકાળ પર નજર માંડીએ તો ૨૦૦૮ના વર્ષમાં અમેરિકાના નાણાં બજારમાં શરૃ થયેલી  મંદી વિશ્વભરમાં ફેલાઈ હતી અને ત્યાર પછીના અત્યાર સુધીના ગાળામાં  અમેરિકાનો સ્ટીલ ઉદ્યોગ  હજી પણ વિવિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યાના નિર્દેશો મળ્યા છે. આ દરમિયાન યુરોપના દેશોમાં તથા જાપાનમાં  આ ગાળામાં  સ્ટીલ ઉદ્યોગમાં  ખાસ્સી પ્રગતી  જોવા મળી છે જ્યારે અમેરિકામાં આ ગાળામાં  સ્ટીલ મિલો નાણાંકીય કટોકટી દરમિયાન પડેલા આર્થિક ફટકામાંથી હજી બહાર આવી શકી નથી  એવું ચિત્ર ઉપસ્યું છે. અમેરિકામાં ૨૦૦૭ના વર્ષમાં (નાણાં કટોકટી પૂર્વ) સ્ટીલની  ઉત્પાદન ક્ષમતા જેટલી નોંધાઈ હતી તેની સરખામણીએ ૨૦૧૬ના મળેલા આંકડા મુજબ ત્યાં આવી ઉત્પાદન ક્ષમતા  આશરે ૧ લાખ ટન ઘટી ૧૧૩૩ લાખ ટન નોંધાઈ છે.

આમ આ ગાળામાં અમેરિકામાં  સ્ટીલની ઉત્પાદન ક્ષમતામાં આ ગાળામાં  નજીવો ઘટાડો થયો છે તેની સામે યુરોપમાં તથા જાપાનમાં આ ગાળામાં    સ્ટીલની ઉત્પાદન  ક્ષમતા ખાસ્સી  ઘટાડવામાં  આવી છે.  સામાન્યપણે   જયારે માગમાં   ઘટાડો થાય ત્યારે ઉત્પાદન ક્ષમતા ઘટાડવામાં આવે છે અને તેના પગલે  ઉદ્યોગ ટકી શકે છે તથા આવી સ્થિતિમાં  ક્ષમતાના વપરાશની ઉંચી ટકાવારી  પણ જાળવી રાખવા આ દેશો સફળ થયા છે. જ્યારે અમેરિકામાં  આથી ઉલટું ચિત્ર ઉપસ્યું છે અને હવે ત્યાં આયાતો ઘટાડવા વિશે વાતો થવા માંડી છે. યુરોપના  દેશોમાં આ ગાળામાં સ્ટીલની ઉત્પાદન ક્ષમતામાં  આશરે ૧૪૧ લાખ ટનનો ઘટાડો નોંધાયો છે. વર્લ્ડ સ્ટીલ  એસોસીએશને બહાર પાડેલા કાચા (ક્રૂડ)  સ્ટીલ ઉત્પાદનના આંકડાઓમાં  વિવિધ પ્રવાહો સામે  આવ્યા છે.

હકીકતમાં વિશ્વમાં  સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે  જે મુખ્ય દેશોની ગણના થાય છે  એ બધા દેશોમાં  ઘરઆંગણાની સ્ટીલની માગ કરતાં ઉત્પાદન  વધુ કરવામાં આવતું હોવાના આંકડા બહાર આવ્યા છે. આ જોતાં આ દેશો વધારાનું ઉત્પાદન નિકાસ કરવા પ્રયત્નો કરતા રહ્યા છે. અમેરિકામાં આયાત જકાત  વધવાની ગણતરીએ ત્યાંની વિવિધ મોટી ઓટો કંપનીઓના શેરોના ભાવ ઓચિંતા દબાણ હેઠળ આવ્યા છે.  આની સામે ત્યાં  સ્ટીલ કંપનીઓના શેરોના ભાવ ઉંચા ગયા છે. હવે અમેરિકાની સરકાર આગળ ઉપર સ્ટીલ બજાર તથા ઉદ્યોગ વિશે શું નિર્ણય કરે છે તેના પર વિશ્વ બજારના ખેલાડડીઓની નજર રહી છે.

Post Comments