Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે સાર્ક દેશોમાં પણ પ્રભુત્વ જમાવવા સક્રિય બનેલું ચીન

-ચીન-માલદીવ વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના પગલે સાઉથ એશિયામાં ભારત કરતાં ચીનનું પલ્લું ભારે

છેલ્લા કેટલાક સમયથી માલદિવમાં ઊદભવેલ રાજનૈતિક સંકટને સહુકોઇ એક સમાચારની દ્રષ્ટિએ જ નિરખી રહ્યું છે. થોડા સમય પહેલા જ માલદીવ સરકાર દ્વારા અમલી બનાવેલ ઈમરજન્સીને (કટોકટી) વધુ ૩૦ દિવસ સુધી લંબાવેલ છે. જો કે, આ ગતિવિધિ વચ્ચે ભારત સામે એક નવો પડકાર ઊભો થયો છે. આ નવો પડકાર ચીનના કારણે ઊભો થયો છે. આમ ચીન દ્વારા ફરી એક વાર ભારત પર હાવી થવાના પ્રયાસ હાથ ધરાયા છે.

ચીન દ્વારા હાથ ધરાયેલ આ નવેસરની ગતિવિધી પર નજર કરીએ તો, માલદીવ એ સાર્ક સંગઠનનો સૌથી ટચૂકડો દેશ છે. જો કે, કદના પ્રમાણમાં નાના એવા આ દેશનું મહત્વ ખૂબ જ આગવું છે. અને આ કારણથી જ તેના પર અન્ય દેશોની નજર મંડાયેલી છે. દક્ષિણ ચીન સાગરમાં થતા વેપારી કામકાજો પર નજર રાખવા માટે માલદીવ એ એક મહત્વનું લોકેશન (જગ્યા) છે. આ કારણથી જ વિશ્વના આગેવાન આર્થિક રીતે સધ્ધર દેશો માલદીવ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) કરવા માટે સક્રિય બનેલા છે.

એફટીએ અંગેની આ ગતિવિધીમાં ૨૦૧૮ના કેલેન્ડર વર્ષના પ્રારંભે માલદીવ કાર દ્વારા ચીન સાથે એફટીએ માટે સંમતિ આપી હતી. ચીન સામે આ પ્રકારના કરાર કરવા માટે માલદીવ સરકારે સંસદનું ખાસ સત્ર બોલાવ્યું હતું. જેમાં ૮૦ જેટલા સાંસદો હાજર હતા અને ૩૦ જેટલા સાંસદોની મંજૂરી સાથે ચીનના એફટીએ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

આ મુદ્દાની બીજી તરફ મહત્વના મુદ્દા પર નજર કરીએ તો, ભારત સાર્ક સંગઠન થકી સમગ્ર દક્ષિણ એશિયામાં પોતાના નેતૃત્વનો દાવો કરી રહ્યું છે.

પરંતુ, ગત જાન્યુઆરી માસમાં માલદીવ અને ચીન વચ્ચે થયેલા એફટીએ કરારનાં કારણે દક્ષિણ એશિયાના વેપાર પર હવે ચીનના વર્ચસ્વમાં વધારો થયો છે. ભારતે માલદીવ સાથે આ પ્રકારનો કોઇપણ કરાર કર્યો નથી કે આ અંગે કોઇ વાટાઘાટો પણ કરી નથી.

જ્યારે ચીન આ મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી સક્રિય હતું અને આખરે ગત જાન્યુઆરી માસના પ્રારંભમાં એફટીએ માટે સંમતિ મેળવી લીધી છે.

ચીન અને માલદીવ વચ્ચે થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આમ તો એક રૃટિન કવાયત છે પરંતુ, ભારત માટે આ મુદ્દો ઘણો મહત્વનો છે અને એક ગંભીર બાબત છે કારણ કે ચીને સાર્ક દેશોમાં પાકિસ્તાન સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલા છે. અને હવે માલદીવ સાથે પણ આ મુદ્દે સફળ પૂરવાર થતા સાર્ક દેશોમાં ચીને પોતાનું વર્ચસ્વ તો વધાર્યું જ છે. તેની સાથોસાથ સાઉથ એશિયામાં પણ ચીને પોતાનો પગદંડો મજબૂત કર્યો છે અને હવે આગામી સમયમાં ચીન સાર્કના અન્ય સભ્ય દેશો સામે પણ આ પ્રકારની સંધિ માટે આગળ વધશે તેમ માનવામાં આવી રહ્યું છે. આમ, ભારત આ મુદ્દે હવે ચીન કરતા ઘણું પાછળ રહી ગયું છે.

આ બધી ગતિવિધીઓના અંતે પ્રવર્તમાન સંયોગોમાં ભારત પાસે હવે માલદીવમાં સેનાને મોકલવાનો એક વિકલ્પ ખુલ્લો રહ્યો છે. આ અગાઉ પણ ભારતે માલદીવમાં લશ્કર મોકલ્યું હતું. આમ, આ વખતે ભારતે આ પગલું ભરવું અત્યંત જરૃરી બન્યું છે.

જો કે, આ નિર્ણય લેવા સામે પણ અનેક અવરોધો છે. આમ પણ ચીન દ્વારા એફટીએ થકી પોતાના આર્થિક રોકાણને કોઇ મુશ્કેલી ના થાય તે માટે પોતાનો માર્ગ મોકળો કરી દીધો છે.

 અને ચીનની આ સફળતા પર સમગ્ર વિશ્વની નજર મંડરાયેલી છે. માલદીવના દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનું મહત્વ વ્યૂહાત્મક રીતે વધતા હવે અમેરિકાએ પણ આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાના અહેવાલો સાથે તો ચોક્કસ પગલાં ભરવા તૈયાર થઇ રહ્યું હોવાનું જાણવા મળે છે.

સાર્ક સમૂહના દેશોના અર્થતંત્ર પર નજર

ક્રમ

દેશ

જીડીપી

બજેટ

આયાત

નિકાસ

ભારત

૪.૯૯ ટ્રીલીયન ડોલર

૧૮૧ બીલીયન ડોલર

૪૬૭ બીલીયન ડોલર

૩૧૩ બીલીયન ડોલર

પાકિસ્તાન

૫૭૪ બીલીયન ડોલર

૩૦ બીલીયન ડોલર

૩૯ બીલીયન ડોલર

૨૫ બીલીયન ડોલર

બાંગ્લાદેશ

૩૨૪ બીલીયન ડોલર

૧૭ બીલીયન ડોલર

૩૩ બીલીયન ડોલર

૨૭ બીલીયન ડોલર

શ્રીલંકા

૧૩૫ બીલીયન ડોલર

૮.૫ બીલીયન ડોલર

૧૮ બીલીયન ડોલર

૧૧ બીલીયન ડોલર

બર્મા

૧૧૧ બીલીયન ડોલર

૨.૫ બીલીયન ડોલર

૯ બીલીયન ડોલર

૧૦ બીલીયન ડોલર

અફઘાનિસ્તાન

૪૫ બીલીયન ડોલર

૨.૩ બીલીયન ડોલર

૬.૪ બીલીયન ડોલર

૩૭૬ મીલીયન ડોલર

નેપાળ

૪૨ બીલીયન ડોલર

૩.૩ બીલીયન ડોલર

૬.૩ બીલીયન ડોલર

૧.૧ બીલીયન ડોલર

માલદીવ

૩ અબજ ડોલર

૬૩૮ મીલીયન ડોલર

૧.૪ બીલીયન ડોલર

૨૮૩ મીલીયન ડોલર

 

Post Comments