Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આગામી સમય ઇ-કોમર્સ તેમજ ઇ-રિટેલ ક્ષેત્રનો

- આ બેઉ માર્કેટના કદમાં વધારો થશે

- ઇન્ટરનેટ તેમજ સ્માર્ટ ફોનના વધતા વપરાશની સાનુકૂળ અસર

એક તરફ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટની સ્પીડ બાબતે ભારત બહુ જ પાછળ છે. આમ છતાં આ ક્ષેત્રના નિષ્ણાતોના મત મુજબ દેશમાં ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના વધી રહેલા વપરાશને જોતા આગામી સમયમાં ઇ-કોમર્સ અને ઇ-રિટેલ ક્ષેત્રનો હશે તેમ ટેક્નોલોજી નિષ્ણાતોનું માનવું છે. હાલ દેશમાં જે રીતે ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે તે જોતાં આગામી સમયમાં આ બેઉ માર્કેટના કદમાં વધારો થવાની ધારણા છે.

એક અંદાજ મુજબદેશના અંદાજે રૃા. ૫૦ લાખ કરોડના રિટેલ માર્કેટમાં હાલ ઓનલાઇન સેગમેન્ટનો હિસ્સો દોઢ ટકા આસપાસ છે. આગામી બે-ત્રણ વર્ષમાં તે વધીને અઢી ગણો થવાનો અંદાજ મુકાયો છે. તો બીજી તરફ ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં દેશના ઇ-કોમર્સ ક્ષેત્રમાં પણ ૧૫ ટકાથી વધુનો વધારો થાય તેવી ગણતરી મુકાઈ રહી છે.

ઇન્ટરનેટ તેમજ સ્માર્ટ ફોનના વધી રહેલા વપરાશના કારણે આજકાલ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારના યુવા વર્ગમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે. તે રીતે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમે ધીમે હવે ડિજિટલ વોલેટના વપરાશમાં વધારો થઈ રહ્યો છે. ઉદ્ભવેલી આ સાનુકૂળ સ્થિતિના કારણે ઇ-રિટેલ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ દ્વારા હવે બિઝનેસ કોન્સોલિડેશન તેમજ ગ્રાહકોની જરૃરિયાત સહિતના અન્ય પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે

ક્રિસિલના આંકડા મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતનું રિટેલ સેક્ટર રૃ.૪૯ લાખ કરોડનું છે. જેમાં ઇ-રિટેલ સેક્ટરનો હિસ્સો દોઢ ટકા કે રૃ.૭૦,૦૦૦ કરોડ જેટલું છે અને ભવિષ્યમાં વધુ ઝડપી વૃદ્ધિની સંભાવના દર્શાવે છે. દેશમાં ઇન્ટરનેટના વ્યાપ અને ઉપયોગમાં વૃદ્ધિ, ઓનલાઇન શોપિંગના ક્રેઝમાં વધારો અને આકર્ષક ડીલ અને ડિસ્કાઉન્ટના કારણે પાછલાં ત્રણ વર્ષમાં ઓનલાઇન સેગમેન્ટનું કદ ત્રણ ગણું થઇ ગયું છે.

ઇન્ડસ્ટ્રીઝના ટર્નઓવરનો આંકડો દર્શાવ્યા વગર રિપોર્ટમાં જણાવ્યા મુજબ આગામી ત્રણ વર્ષમાં ભારતનું ઇ-રિટેલ માર્કેટ અઢી ગણું વધી જશે. પ્રારંભમાં ઇ-રિટેલર્સ ભારે ડિસ્કાઉન્ટ ઓફર દ્વારા બજારનો હિસ્સો હસ્તગત કરવા માટે પ્રયત્નશીલ હતા જ્યારે હવે બીજા તબક્કામાં તેઓ કોન્સોલિડેશન, ભૌગોલિક વૈવિધ્યકરણ, બિઝનેસનું પુનઃરચના અને ગ્રાહકોની જરૃરિયાત અંગેની ચોક્સાઇ વધારવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.

૧૧ મુખ્ય ઇ-રિટેલ કંપનીઓનું વિશ્લેષ્ણ કરતાં ક્રિસિલને જણાવ્યા મળ્યું કે, ઇ-રિટેલ કંપનીઓની ખોટના કારણે નાણાંકીય વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન રોકાણકારોએ કરેલા રૃ.૪૦,૦૦૦ કરોડની ૪૫ ટકા કરતાં વધારે મૂડી ધોવાઇ ગઇ છે. તેમ છતાં ચિંતિત રોકાણકારો કેટલીક મર્યાદામાં રહીને એવા ખેલાડીઓમાં રોકાણ કરી રહ્યાં છે જે સ્થિર છે અને માર્કેટના એક મોટા હિસ્સા ઉપર કબજો જમાવીને બેઠાં છે. ચાલુ નાણાંકીય વર્ષના નવ મહિના દરમિયાન ઓવરઓલ રૃ.૨૫,૦૦૦ કરોડથી વધારે નોંધાયું છે જોકે ખેલાડીઓની સંખ્યામાં ૩૦ ટકા સુધીનો ઘટાડો થયો છે.

ઇ-રિટેલ માર્કેટમાં ઓનલાઇન ગ્રોસરી સેગમેન્ટ વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાન ૬૫થી ૭૦ ટકાના દરે સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવશે અને આ સમયગાળામાં તેની રેવન્યૂ ચાર ગણી વધીને રૃ.૧૦૦ અબજે પહોંચી જશે.

આઇ.ટી. ઇન્ડસ્ટ્રીના સંગઠન નાસ્કોમના મત મુજબ આગામી એક વર્ષમાં ઇ-કોમર્સ ક્ષેત્ર ૧૭ ટકા વધીને ૩૮.૫ અબજ ડોલર પહોંચે તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન કામકાજોમાં જોવા મળેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખી નાસ્કોમ દ્વારા આ આંકડા જાહેર કરાયા છે.

નાસકોમનાં જણાવ્યાં પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૮ સુધીમાં દેશનું ઈ-કોમર્સ સેક્ટર ગ્રોસ મર્ચન્ડાઈસ વેલ્યુ (જીએમવી)માં ૧૭ ટકા વધીને ૩૮.૫ અબજ ડોલરે પહોચશે. આ ગ્રોથ ઓનલાઈન કરવામાં આવતી હોટલ બુકિંગ તથા ઓનલાઈન ફૂડ અને ગ્રોસરીની ડિલીવરીની માંગને આભારી છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં વર્તમાનમાં કુલ ૫૨૦૦ સ્ટાર્ટ-અપ્સ છે જેમાથી ૧૦૦૦ ગત વર્ષમાં જ શરૃ થયાં છે, જે ભારતને ત્રીજું સૌથી મોટુ સ્ટાર્ટ-અપનું હબ બનાવે છે.  ઉલ્લેખનીય છે કે વૈશ્વક સ્તરનાં ૩.૨ અબજ ઈન્ટરનેટ વપરાશકારોમાંથી ૪૬૫૦ લાખ ભારતનાં છે. દેશમાં અંદાજે ૩૦૦૦ લાખ સ્માર્ટફોનનાં વપરાશકર્તા છે કે જે ૨૦૨૦ સુધીમાં ૮૦૦૦ લાખ થઈ જવાની શક્યતા છે.

Post Comments