Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદેશી નાગરિકો મેડ ઈન ઈન્ડિયા માલ નહીં ખરીદે ત્યાં સુધી મેક ઈન ઈન્ડિયા માત્ર સૂત્ર બની રહેશે

- વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશના અર્થતંત્રનું કદ પાંચ ટ્રિલિયન કરવું હોય તો એક ટ્રિલિયનની નિકાસ જરૃરી

૧૯૯૧માં દેશનું  અર્થતંત્ર ખાડે ગયું હતું અને વિદેશી હુંડિયામણ મેળવવા કેન્દ્રએ દેશની માલિકોનું  સોનું  ઈંગ્લેન્ડની બેંકમાં ગિરવે મૂકવું પડયું હતું. આ કપરા સંજોગોમાંથી ઉગારવા તત્કાલીન  વડા પ્રધાન  નરસિંહ રાવે દેશમાં  ઉદારીકરણના યુગની શરૃઆત કરી હતી. ત્યાર બાદ  વર્ષ ૨૦૦૦થી ૨૦૧૩ વચ્ચે વૈશ્વિક સંજોગો અનુકૂળ   બન્યા અને દેશ વિકાસની દિશામાં અગ્રેસર  રહ્યો. ઓઈલ સિવાયની નિકાસોમાં ૧૮ ટકાનો  વધારો થયો અને જીડીપીનો વૃદ્ધિ દર ૮ ટકાને   આંબી ગયો. પરંતુ આમ છતાં  આના જેટલા લાભ મળવા જોઈએ. એટલા મળ્યા નહીં. સહુથી ઝડપી વિકાસ દર પ્રાપ્ત કર્યા છતા દેશ અમુક લાભથી વંચિત રહી ગયું. 

નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં દેશમાંથી  થતી નિકાસનું મૂલ્ય  ૩૧૫ બિલિયન ડોલરના આંકડાને આંબી  ગયું. પરંતુ ઓઈલના નીચા ભાવ છતાં નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં દેશમાંથી થતી નિકાસનો  આંકડો ૨૭૭ અબજ બિલિયન ડોલરના તળિયે  ઉતરી આવ્યો.  હવે સંજોગો સુધરી રહ્યા હોય એવા ચિહ્નો  છે, પરંતુ,  પૂરતા નથી.  વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં દેશના અર્થતંત્રનું  કદ પાંચ ટ્રિલિયન  ડોલરના  સ્તર સુધી પહોંચાડવું   હોય  તો અર્થતંત્રમાં  મામૂલી સુધારોે નહીં   પરંતુ હરણફાળ ભરવી પડશે. દેશમાંથી થતી નિકાસનો આંકડો એક ટ્રિલિયન ડોલરથી વધી જાય એ તકેદારી લેવી પડશે.

નિકાસને બદલે આયાત ઉફાન પર છે.  વિદેશી  સસ્તો માલનો દેશમાં  ભરાવો થતાં ધરેલું  ઉદ્યોગોને   અવળી અસર પહોંચી છે.  નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં દેશનું  આયાતી બીલ ૩૮૩ અબજ ડોલરના સ્તર સુધી પહોંચ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં  દેશનું  આયાતી બીલ ૩૮૩ અબજ  ડોલરના સ્તર સુધી પહોંચ્યું છે.૨૦૨૫-૨૬ સુધીમાં  દેશમાં જ  થતી કુલ આયાત ૧.૨ ટ્રિલિયન ડોલરના આંકડાને  અતિક્રમી ન જાય એવી નીતિ  કેન્દ્ર સરકારે ધડવી પડશે.  વેપારી નીતિ સફળ તો જ બની શકે જો સ્પર્ધાત્મક  ઔદ્યોગિક નીતિ ઘડવામાં  આવે.  ઘરેલું ઉત્પાદન  વધારીને  વિદેશી બજારોમાં  સસ્તો અને સારો માલ સફળતાપૂર્વક  મૂકી હરીફોને  માત કરવાની નીતિ  સરકારે ધડવી પડશે. અન્યથા, ૫ ટ્રિલિયન   ડોલરનું  અર્થતંત્ર  બનાવવાનું  સ્વપ્ન આભાસી  બની જશે.

ખાસ કરીને નેટવર્ક પ્રોડકટ (એનપી)માં ભારત નિકાસની મોટી તક ચૂકી ગયું છે.ઓટોમોબાઈલના 'એસેમ્બલ્ડ પ્રોડકટ' તથા 'પાર્ટસ એન્ડ કમ્પોનન્ટ'ની   નિકાસમાં ભારતનો  હિસ્સો ચીન,  કોરિયા, સિંગાપુર અને ઈવન વિયેટનામની તુલનાએ નજીવો છે. કામદારોના વિખવાદ, ખોડંગાતો પાવર સપ્લાય અને લોજીસ્ટિકના નબળાં ધોરણોને કારણે 'ગ્લોબલ વેલ્યુ ચેન'માં  દેશની કામગીરી બિલકુલ  પ્રોત્સાહક કહી શકાય એવી કક્ષાની નથી. ઓટોમોબાઈલની જેમ ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ હાર્ડવેર, ઈલેક્ટ્રિકલ મશીનરી, કમ્પ્યુટર અને ઓફિસ મશીનરીની એસેમ્બલી લાઈન માટે પણ વિશ્વનું  માનીતુ ં  સ્થળ બની શક્યું હોત. ઉપરોક્ત તમામ ક્ષેત્રમાં દેશમાંથી થતી નિકાસનો આંકડો રોકડો ૧૫ અબજ ડોલર છે.

વર્ષ ૨૦૦૫ સુધીમાં  આ આંકડો  ૧૫૦થી ૨૦૦ અબજ ડોલરના આંકડાને  સ્પર્શે એવી  કવાયત હાથ ધરવામાં કેન્દ્ર નિષ્ફળ નીવડયું છે.  ખાસ કરીને ચીન જ્યારે આ ક્ષેત્રોમાંથી  પાછીપાની  કરી ગયું છે ત્યારે  દેશે આ માટે  યુદ્ધના  ધોરણે પ્રયાસો હાથ ધરવા જોઈતા હતા.  ૧૯૭૦માં ભારતે નોન ટ્રિપ્સ (ટ્રેડ-રિલેટેડ એસ્પેકટ ઓફ ઈન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ)ની નીતિ  અમલમાં  મૂકી હતી.  જેને પરિણામે દેશમાં ફાર્માસ્યુટિક્લ ઉદ્યોગનો વિકાસ તો થયો પરંતુ વિદેશી ધારાધોરણોને અનુરૃપ નહીં.

નિકાસ વધારવા માટે એક વર્ગ માત્ર નાના અને મધ્યમ ક્ષેત્રના સાહસો પર ધ્યાન કેન્દ્રિત  કરવાની સલાહ આપે છે. ઝડપી વિકાસ દર હાંસલ કરવા માટે તમામ કદના સાહસોને ઉત્તેજન  આપવાની નીતિ ઘડવી પડશે.  ૧૦૦થી ૫૦૦ કામદારોને  રોજગારી  આપે એવા મધ્યમ  કદના સાહસોથી દેશને તાતી જરૃર છે.  આને માટે  લેબર રિફોર્મ જરૃરી છે. આ ક્ષેત્રમાં ક્રાંતિકારી  સુધારાઓ  નહીં થાય ત્યાં સુધી સાહસિકો નવા ઉદ્યોગોની સ્થાપના કરવા આગળ નહીં આપે.

આજ સુધી વસ્ત્રો, ચર્મ અને પગરખાંની  નિકાસ દેશને નોંધપાત્ર પ્રમાણમાં વિદેશી હુંડિયામણ  રળી આપતી હતી. પરંતુ નબળા લોજીસ્ટિકને કારણે આ ક્ષેત્ર દ્વારા થતી નિકાસનો  આંકડો ૩૦ અબજ ડોલરને તળિયે આવી ગયો.  આ નાના એકમોને  પરવડે એવા દરોએ ધિરાણ  મળતું નહોતું  અને ઊંચા કર માળખાએ આ ઉદ્યોગોનો મૃત્યુઘંટ  વગાડી દીધો.

તાજેતરમાં વર્ષોમાં દેશમાંથી થતી નિકાસનો   પ્રવાહ પલટાયો છે.  સ્કીલ લેબર અને  કેપીટલ ઈન્ટેસિવ પ્રોડકટ પર દેશે વધુ જોર આપ્યું છે.  વિકસિત દેશોને પડતા મૂકી વિકાસશીલ દેશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુરોપ અને અમેરિકા જેવા સમૃદ્ધ દેશને બદલે ભારતે  એશિયા અને આફ્રિકા પર ધ્યાન કેન્દ્રિત  કર્યું છે.  યુરોપિયન યુનિયન વાર્ષિક બે ટ્રિલિયન  ડોલરનો માલ-સામાન આયાત કરે છે. આમાં ભારતનો ફાળો માત્ર ૪૦ અબજ ડોલર જેટલો છે. લેટિન  અમેરિકા અને કેરેબિયન દેશો ૮૦૦ અબજ ડોલર મૂલ્યના માલ સામાનની આયાત કરે છે. આમાં  ભારતમાં  ફાળો માત્ર ૧૦ અબજ ડોલર છે.

વ્યૂહાત્મક વાણિજય નીતિનો અર્થ એ નથી કે આપણી બજાર અન્ય દેશો માટે ખુલ્લી મૂકી દેવી.  એનો અર્થ આપણી બજાર ખુલ્લી મૂકવાની સાથોસાથ બીજા દેશોથી  બજારમાં  પણ આપણે  સ્થાન મેળવવું.  વર્ષ ૨૦૨૫ સુધીમાં   દેશમાંની થતી નિકાસનો આંકડો ૧ ટ્રિલિયન ડોલરને સ્પર્શે  એ માટે વાર્ષિક  ૧૮ ટકાના દરે   નિકાસ વધવી જોઈએ. આ વિકાસદરનો  એ જ જાદુઈ  આંકડો છે જે ભારતે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૩ વચ્ચે   હાંસલ કર્યો હતો. હકીકતમાં આજની વૈશ્વિક  પરિસ્થિતિ નિકાસ માટે મુશ્કેલ છે. 

આ વાત માત્ર ભારત માટે નહીં, વિશ્વના લગભગ તમામ દેશો માટે લાગુ પડે છે. માત્ર નિકાસ પર આધાર રાખી વિકાસ સાધવાનો યુગ પૂરો થયો.વ્યૂહાત્મક વાણિજય અને ઔદ્યોગિક  નીતિ ઘડતા દેશને ૨૫ કરતા અધિક વર્ષો લાગ્યા.  ઉદારીકરણથી પહેલી પ્રક્રિયા  ૧૯૯૧માં  શરૃ થઈ હતી. 'મેક ઈન ઈન્ડિયા' એક આદર્શ સ્લોગન  છે. પરંતુ, વિશ્વના નાગરિકો 'મેડ ઈન ઈન્ડિયા' માલ નહીં ખરીદે ત્યાં  સુધી આ સ્લોગન  માત્ર કાનમાં ગુંજતું રહેશે.  એના પડઘા  વાસ્તવિક્તામાં  નહીં પરિણમે.

Post Comments