Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડઃ વખાણેલી ખીચડી દાઢે ન વળગે....

- લાગુ થયાના એક વર્ષ પછી પણ કોડ હજુ માત્ર પ્રગતિ હેઠળ છે નહીં કે પરિણામકારક

દેશમાં વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી બેન્કોના નાણાં વસૂલવા અને દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ની સમશ્યા હળવી કરવાના હેતુ સાથે લાગુ થયેલા ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી)ને એક વર્ષ વીતિ જવા છતાં તેના અપેક્ષિત પરિણામો હજુ જોવા મળ્યા નથી. આઈબીસી લાગુ કરવાના સરકારના પગલાંની વર્લ્ડ બેન્ક સહિતની વૈશ્વિક સંસ્થાઓએ પ્રશંસા કરી હતી.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કમાં ભારતને ૩૦ પોઈન્ટ આગળ મૂકવાના વર્લ્ડ બેન્કના નિર્ણયમાં આઈબીસીનો અમલ પણ એક માપદંડ રહ્યું છે. આઈબીસીનો અમલ થયો તે પહેલા ધિરાણદારોએ બોરોઅરોની દયા પર જીવવું પડતું હતું. અનેકગણા કાયદાઓ જે બેન્કોના નાણાં વસૂલવા માટે ઘડી કઢાયા હતા તે દાંત વગરના વાઘ જેવા સાબિત થયા છે અને  ડિફોલ્ટરો પાસેથી નાણાં વસૂલવામાં આ કાયદા ટૂંકા પડયા છે અને કોર્ટોમાં કેસોના ઢગલા થયા છે.

કોડ લાગુ થયાના એક વર્ષ બાદ પણ તે હજુ માત્ર પ્રગતિ હેઠળ છે નહીં કે પરિણામકારક. તેના સરળ અમલમાં પ્રારંભિક સમશ્યાઓ નડી રહી છે, જેને લઈને તેની જોગવાઈઓમાં વારંવાર ફેરબદલ કરવાની આવશ્યકતા રહે છે. તાજેતરમાં કોડમાં કરાયેલા સુધારા અને ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરેપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા નિયમોમાં કરાયેલા ફેરફાર છતાં કોડમાં હજુપણ કેટલીક જોગવાઈઓ મુંઝવણભરી છે. આ જોગવાઈઓના  ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન્સ પ્રોફેશનલ્સ (આઈઆરપી) અને ધિરાણદારો  મનફાવે તે રીતે અર્થઘટિત કરી રહ્યા હોવાનો ડેબ્ટ રિપેમેન્ટમાં નિષ્ફળ ગયેલી કંપનીઓના માલિકો અને બિડરો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. જેને લઈને નોન એનપીએને લગતા વધુને વધુ કેસો કોર્ટ સમક્ષ જવાની શકયતા જોવાઈ રહી છે.

મોટાભાગના કેસોમાં કોર્ટના અર્થઘટન અલગ થઈ રહ્યા છે તેને જોતા  મોટાભાગના કેસો  સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જવાની વકી છે. કેટલાક કેસોમાં તો આઈઆરપી દ્વારા બિડ પણ ફરીથી મંગાવવામાં આવી રહી છે.  રિઝર્વ બેન્ક દ્વારા કંપનીઓને જે રીતે ઈન્સોલવેન્સી પ્રક્રિયા હેઠળ  લઈ જવાઈ રહી છે તે  સામે  પણ  નારાજગી વ્યકત કરાઈ છે અને  આઈબીસી લાગુ કરવા માટે કયા તર્ક વાપરવામાં આવ્યા છે તેવા પ્રશ્ન થઈ રહ્યા છે. આઈબીસી રિઝોલ્યુશન અને લિક્વિડેશન માળખાની ક્ષમતા સામે કયા કારણો અવરોધરૃપ બની રહ્યા છે તે ઓળખી કાઢવાના સરકાર હાલમાં પ્રયાસ કરી રહી છે.  આઈબીસી હેઠળ જે કંપની સામે રિઝોલ્યુશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પ્રક્રિયા  ૨૭૦ દિવસની અંદર પૂરી કરવાની રહે છે. રિઝર્વ બેન્કની પ્રથમ યાદીના ૧૨ કેસોની ૨૭૦ દિવસની મર્યાદા થોડોક સમયમાં પૂરી થવાની તૈયારીમાં છે.

બેન્કરપ્સી પ્રક્રિયા હેઠળ આવતી તાણ હેઠળની કંપનીઓનું નિયંત્રણ આઈઆરપીના હાથમાં આવી જતું હોય છે. પ્રમોટરો અને ધિરાણદારો તરફથી આઈઆરપીએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રમોટરો સામેથી આઈઆરપીને અટકાવવા કોર્ટે દરમિયાનગીરી કરવી પડે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઈન્ટરનલ એડવાઈઝરી કમિટિએ  જે ૧૨ લોન ખાતાઓને ઓળખી કાઢયા છે જે બેન્કિંગ વ્યવસ્થામાં હાલમાં પ્રવર્તતી નોન પરફોર્મિગ એસેટસ (એનપીએ)ના ૨૫ ટકા  હિસ્સો ધરાવે છે. આ બાર ખાતાઓ પાસેથી બેન્કોએ રૃપિયા પોણાબે  લાખ કરોડ જેટલી રકમ લેવાની નીકળતી હોવાનો અંદાજ છે. એનપીએ તથા બેડ લોન્સની સમશ્યાએ બેન્કોના ચોપડા પર તાણ તો ઊભી કરી જ છે પરંતુ સાથોસાથ બેન્કોના વ્યવસાયને પણ ખોરવી નાખ્યો છે જે હજુ પાટે નથી ચડયો એટલામાં રૃપિયા ૧૨૦૦૦ કરોડના પીએનબી કૌભાંડે માંદી બેન્કોની હાલત વધુ કથળાવી દીધી છે.

હાલમાં જ આવેલા એક અહેવાલ પ્રમાણે પીએનબી કૌભાંડને પગલે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની બેડ લોન્સ જે હાલમાં ક્ષેત્રની કુલ લોન્સના ૧૧ ટકા છે તે વધીને ૩૦ ટકા પર પહોંચવાની દહેશત વ્યકત કરાઈ છે. કહેવાની જરૃર નથી કે આ બેડ લોન્સનો ભાર બેન્કો પર આવી પડશે. વિલફૂલ ડિફોલ્ટરો વિરુદ્ધ ઈન્સોલવન્સી કાયદા હેઠળ કાર્યવાહી માટે બેન્કો વતિ આરબીઆઈ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે રિકવરી ઝડપી બનશે એવી પ્રારંભમાં અપેક્ષા રખાતી હતી તે હજુ સાર્થક થવાના ચિહ્નો જણાતા નથી. વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી નાણાં પાછા મેળવવા માટે કદાચ અત્યારસુધીનું આ સૌથી સખત પગલું  હોવાનું મનાય રહ્યું છે, ત્યારે આ કોડની વિવિધ જોગવાઈઓની ધારદારતા હજુ જોવા મળતી નથી.

રિઝર્વ બેન્ક તથા સરકાર દ્વારા ઊકેલ પ્રક્રિયાને પૂરા પડાઈ રહેલા બળ મદદરૃપ થઈ રહેશે પરંતુ  શકય કાનૂની અડચણો અને લોનધારકો દ્વારા ઢીલ કરવાની ટેકટિસથી અનિશ્ચિતતા ઊભી થઈ રહી છે. પ્રક્રિયામાં ઢીલ કરવા લોનધારકો હજુ પણ કાનૂની છટકબારીઓ શોધી રહ્યાનું ચિત્ર સામે આવી રહ્યું છે.

પ્રક્રિયાના પ્રારંભમાં જ કાનૂની દાવપેચ  કામે લહાડાતા બેન્કો માટે હાલમાં અવઢવ જેવી સ્થિતિ ઊભી થઈ છે જેને કારણે ઉકેલ લાવવામાં કેટલી સફળતા મળે છે તે  જોવાનું રહે છે. વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી નાણાં કઢાવવા સરકારે  વાયા રિઝર્વ બેન્ક મારફત બેન્કોને નવું શસ્ત્ર તો આપ્યું છે પરંતુ આ શસ્ત્ર કેટલું કારંગત નીવડે છે તે તો આવનારો સમય જ કહેશે. નવી પ્રક્રિયા હેઠળ ૧૨ જણાની પ્રથમ યાદીને ઊકેલવાનું સરકાર તથા બેન્કો માટે હાલમાં પડકારરૃપ બનતું જાય છે. તાણ હેઠળની કંપનીઓની એસેટસના વેચાણ મારફત ઊભી થનારી રકમની વહેંચણી સંબંધે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરાઈ નથી. વેચાણ મારફત આવનારી રકમ પર પ્રથમ હક કયા ધિરાણદારનો રહેશે તે અસ્પષ્ટ હોવાથી આ મુદ્દે પણ હિસ્સેદારો વચ્ચે મડાગાંઠ ઊભી થવાની શકયતા નકારી શકાતી નથી.   

નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ અને નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલને કોડ હેઠળ ચોક્કસ એડજયુડીકેટરી સત્તા આપવામાં આવી છે અને ડિફોલ્ટરો પાસે પડકારો અને અપીલ કરવાનો અવકાશ ઘણો જ મર્યાદિત છે. પરંતુ ભારત દેશ નેચરલ જસ્ટિસના સિદ્ધાંત પર ચાલે છે એ ભૂલાવું ન જોઈએ. કોડની રચના અને તેના અમલને એક વર્ષ પૂરું થઈ ગયું છે ત્યારે બેન્કોના અટવાયેલા નાણાંને પાછા મેળવી ડિફોલ્ટ થયેલી કંપનીઓને  બેઠી કરવામાં કેવી સફળતા મળે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે. ભારતના જુનાપુરાણા ઈન્સોલવન્સી અને બેન્કરપ્સી કાયદામાં રહેલી ત્રુટીઓનો આ નવા કોડમાં ઊકેલ લાવવાના પ્રયાસો જરૃર થયા છે જે જરૃર છે તેના અસરકારક અમલની. અન્યથા દેશમાં કૌભાંડો થતા રહેશે અને કાયદાઓ ટૂંકા પડતા રહેશે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.

Post Comments