Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘઉંમાં નવી આવક વધતાં હવે સરકારી ખરીદી પર બજારની નજર

ભારતમાં વર્ષો પૂર્વે અનાજનું ઉત્પાદન માગ કરતા ઓછું થયું હતું અને એ વખતે અનાજની આયાત કરવામાં આવતી હતી પરંતુ ત્યારબાદ પંજાબ તથા હરિયાણામાં હરિયાળી ક્રાંતિનો ઉદય થતાં ઘરઆંગણે ઘઉં-ચોખાનું ઉત્પાદન વધવા માંડયું અને આયાત પર આધાર ઘટયો ઉપરાંત નિકાસ કરી શકાય એવી પરિસ્થિતિમાં દેશ આવ્યો છે સરકાર દ્વારા ઘઉં-ચોખાની વ્યાપક ખરીદી થવા માંડતાં મોટાભાગના  સરકારી ગોદામો અનાજથી છલકાવા માંડયા છે.

ઘણી વખત તો ગોદામોમાં જગા ન મળતાં ખુલ્લામાં અનાજ રાખવું પડે એવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. તાજેતરમાં બહાર આવેલા   આંકડા મુજબ જૂન ૨૦૧૮ના અંતે પૂરા થનારા પાક વર્ષમાં દેશમાં અનાજનું  ઉત્પાદન રેકોર્ડ  થવાની શક્યતા છે. અનાજનું ઉત્પાદન ૨૭૫૧થી ૨૭૫૨ લાખ ટનથી વધી ૨૭૭૪થી ૨૭૭૫ લાખ ટનની  નવી રેકોર્ડ સપાટીને આંબી જવાની આશા બંધાઈ છે. ઘઉંનું ઉત્પાદન ૯૭૧થી ૯૭૨ લાખ ટન થવાની શક્યતા છે. જ્યારે ચોખાનું ઉત્પાદન ૯૬૫ લાખ ટન થવાની આશા છે. મકાઈનું ઉત્પાદન ૨૭૧ લાખ ટન  થવાની શક્યતા છે. બાજરીનો પાક પણ વધ્યો છે.

દરમિયાન, તાજેતરમાં વિવિધ ઉત્પાદક રાજ્યોમાં ઘઉંની આવક વધ્યાના વાવડ મળ્યા છે. ભાવ દબાણ હેઠળ રહ્યા છે.  સૌરાષ્ટ્રમાં તાજેતરમાં ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, કેશોદ, કોડીનાર વિ.  મંડીઓમાં ઘઉંની આવકમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી છે. આ ઉપરાંત મધ્ય-પ્રદેશમાં ઈન્દોર, ઉજ્જૈન, રતલામ, દેવાસ, ખંડવા, ખરગોન, ધાર વિ. મંડીઓમાં પણ ઘઉંની આવક વધ્યાના વાવડ મળ્યા  છે. 

આવક વધી છે સામે માગ તથા વેપારો ધીમા રહ્યાનું બજારના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હોળી-ધુળેટી પૂરી થતાં હવે આવકો વધુ વેગ પકડશે એવી શક્યતા પણ બજારમાં બતાવાઈ રહી છે. આવક વધશે  ત્યારે સામે સરકારી ખરીદી કેવી રહેશે એના પર પણ બજારના ખેલાડીઓની નજર રહી છે. મોટાભાગે  માર્ચના ત્રીજા સપ્તાહમાં સરકારી ખરીદી શરૃ થવાની આશા જાણકારો બતાવી રહ્યા છે.

 જુવાર બજારમાં સોલાપુર નવા માલોની આવક દેખાઈ રહી છે.ગુજરાતમાં ઘઉંનું  વાવેતર વધ્યું છે. પાક ઉત્પાદન સારું આવે એવી  આશા છે.  જોકે ઘઉંનો દાણો ઝીણો અને કાળો આવવાની ભીતિ પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે.  સૌરાષ્ટ્રની અમુક મંડીઓમાં ઘઉંમાં  મલ્ટી નેશનલ કંપનીઓની ખરીદી માટે પૂછપરછો વધ્યાના સમાચાર પણ તાજેતરમાં મળ્યા છે. મધ્ય પ્રદેશમાં ઘઉંના ભાવ ઉંચા હોતાં ગુજરાતના બજારોમાં મધ્ય પ્રદેશના ઘઉંની આવકો આવવાની શક્યતા હાલ ઓછી બતાવાઈ રહી છે.

ગુજરાતમાં ઘઉંનું વાવેતર વધી આશરે ૧૦ લાખ ૫૦થી ૬૦ હજાર હેકટર્સમાં  થયાનો અંદાજ બતાવાયો છે. પાછલા વર્ષે વાવેતર આશરે  ૧૦ લાખ હેકટર્સમાં થયું હતું જે આ વર્ષે સહેજ વધ્યું છે. ઘઉંમાં ઉતારો સારો આવી રહ્યો છે પરંતુ પ્રથમ તબક્કાની આવકોમાં  ગુણવત્તા નબળી  દેખાઈ છે. જોકે આગળ ઉપર સારી ગુણવત્તાવાળા માલો આવશે એવી આશા બજારના સૂત્રો બતાવી રહ્યા છે.

વિશ્વ બજારમાં રશિયા, ઓસ્ટ્રેલિયા વિ.નો પુરવઠો વધતાં વૈશ્વિક સ્તરે ભાવ દબાણ હેઠળ રહ્યા છે. સંક્રાંત પછી થયેલા ઘઉંના વાવેતરમાં તાજેતરની ગરમીથી ચિંતા વધી છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં  ઘઉંમાં મોટી કંપનીઓની પૂછપરછો પણ વધી છે. આ કંપનીઓ દરિયાઈ માર્ગે ઘઉં ગુજરાતથી  દક્ષિણ ભારત તરફ મોકલશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા છે.  દરમિયાન, દેશમાં આયાત જકાત વધારવા પણ ફરી વિચારણા શરૃ થઈ છે. દેશના ખેડૂતોના હિતનું રક્ષણ કરવા આયાત જકાત વધારવા સરકાર લક્ષ આપી રહી છે.

Post Comments