Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં વિતેલા વર્ષની તેજી નવા વર્ષમાં આગળ ધપશે

તા.8 જાન્યુઆરી 2018 સોમવાર

સોના-ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમ જેવી કિંમતી ધાતુઓના ભાવ ૨૦૧૭ના વિતેલા વર્ષમાં વધઘટે નોંધપાત્ર ઉંચા ગયા હતા અને નવા વર્ષનો આરંભ પણ કિંમતી ધાતુઓેમાં તેજી સાથે થયો છે અને આવો જ ટ્રેન્ડ કોપર, જસત, સીસું, એલ્યુમિનિયમ, ટીન, નિકલ વિ. વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં પણ જોવા મળ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ ૨૦૧૭ના વિતેલા વર્ષમાં  ખાસ્સા વધી ગયા હતા અને નવા વર્ષનો આરંભ પણ મજબૂતાઈ સાથે થયો છે.

નવા વર્ષના આરંભમાં ચીનના  મેન્યુફેકચરીંગનો આંક પ્રોત્સાહક બહાર પડયો છે જેની અસર ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના બજાર માટે પોઝીટીવ રહી છે. મેટલ્સના વિશ્વ બજારમાં ચીનની ભૂમિકા ચાવીરૃપ રહેતી હોય છે અને ચીનમાં આંકડા પ્રોત્સાહક આવે ત્યારે  મેટલ્સના ભાવ ઉંચા જતા હોય છે તથા ચીનમાં અર્થતંત્ર વિષયક કોઈ નબળાઈ દર્શાવતા આંક બહાર આવે ત્યારે આવી ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ વિશ્વ બજારમાં  દબાણ હેઠળ આવતા હોય છે.

વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ વિતેલા ૨૦૧૭ના વર્ષમાં વૈશ્વિક સ્તરે એલ્યુમિનિયમના ભાવ આશરે ૩૦થી ૩૧ ટકાની વૃદ્ધી જોવા મળી છે જ્યારે કોપરના ભાવમાં આ ગાળામાં  ૩૦થી ૩૧ ટકાનો વધારો નોંધાયો છે. જસતના ભાવ વાર્ષિક ધોરણે ૨૯થી ૩૦ ટકા વધ્યા છે સીસામાં આવી ભાવવૃદ્ધી આશરે  ૨૫થી ૨૬ ટકાની તથા નિકલમાં  ૨૨થી ૨૩ ટકાની નોંધાઈ છે.  જોકે ૨૦૧૭ના વર્ષમાં ટીનના ભાવમાં મોટી વધઘટ દેખાયા પછી  વર્ષના અંતે ભાવ આશરે ૫થી ૬ ટકા નીચા બંધ આવ્યા હોવાનું  સૂત્રોએ ઉમેર્યું હતું. 

તાજેતરમાં ચીનથી મળેલા સમાચાર મુજબ ત્યાં પ્રદૂષણ ઘટાડવા સરકારે  કોપરનું  ઉત્પાદન કરતા ઉત્પાદકોને ઉત્પાદન  ઘટાડી દેવા જણાવ્યું  છે ઉપરાંત   અમુક ઉત્પાદકોને   તો કારખાના બંધ કરી દેવાનું પણ જણાવવામાં આવ્યું હોવાના વાવડ મળ્યા છે.  આના પગલે  તાજેતરમાં  વિશ્વ બજારમાં  કોપરના ભાવ ઉછળીને  ૪ વર્ષની નવી ઉંચી ટોચે પહોંચ્યાના નિર્દેશો મળ્યા છે.

વિશ્વ બજારમાં કોપરના ભાવ ઉછળી ટનના ૩ મહિનાની ડિલીવરીના ૭૨૦૦ ડોલર પાર કરી ગયા છે. જ્યારે ટીનના ભાવ ૨૦ હજાર ડોલર નજીક બોલાયા હતા. નિકલના ભાવ  વધી ૧૨ હજાર ડોલર વટાવી ૧૩ હજાર ડોલર નજીક પહોંચી ગયા છે.  જ્યારે એલ્યુમિનિયમના ભાવ ઉંચકાઈ ૨૩૦૦ ડોલર નજીક તથા જસતના ભાવ ૩૩૦૦ ડોલરની ઉપર બોલાતા થયા છે. સીસાના ભાવમાં ૨૫૦૦ ડોલરની  સપાટી પાર થઈ છે. 

વિશ્વ બજારમાં  આર્યન ઓર તથા સ્ટીલના ભાવ નવા વર્ષમાં  ઉંચા મથાળેથી સહેજ દબાણ હેઠળ આવે એવી શક્યતા  બતાવાઈ છે જ્યારે બિનલોહધાતુઓમાં   ભાવ વધઘટે નવા વર્ષમાં  એકંદરે ઉંચા  જવાની ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા છે. ફંડામેન્ટલી  તથા ટેકનીકલી બંને  રીતે જોઈએ તો નવા વર્ષમાં  આ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ ઉંચા જવાની  ગણતરી હોવાનું  તજજ્ઞાોએ જણાવ્યું  હતું.  નવા વર્ષમાં  આ મેટલ્સમાં  પુરવઠાની  ખાધ રહેવાની તથા માગ વૈશ્વિક સ્તરે પ્રોત્સાહક રહેવાની આશા  છે.  ચીન ઉપરાંત અન્ય દેશોની માગ પણ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.

વૈશ્વિક સ્તરે વિવિધ મેટલ્સનું ઉત્પાદન કરતી ઘણી ખાણોમાં કામદાર અશાંતિનું વાતાવરણ જોવા મળ્યું છે.  ભાવ ઉંચા જતાં ઘણી ખાણોમાં કામદારો વેતન વૃદ્ધી માટે આંદોલનનો સહારો લે એવી શક્યતા  હાલ દેખાઈ રહી છે. આના પગલે ઉત્પાદનમાં ખાંચરો પડવાની પણ ભીતિ  જણાઈ છે.  આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ડોલરના ઘટી રહેલા  ભાવ પણ મેટલ્સ માટે તેજીનું  કારણ બન્યા છે.  વિશ્વ બજારમાં  ડોલર ઈન્ડેક્સ  ૨૦૧૭માં આશરે ૮થી ૯ ટકા જેટલો ઘટયો છે તથા નવા વર્ષનો આરંભ પણ ડોલર બજાર માટે નરમાઈનો રહ્યો છે. 

અમુક તજજ્ઞાો તો ૨૦૧૮ના ઉપરાંત ૨૦૧૯માં પણ મેટલ્સના ભાવ ઉંચા જવાની શક્યતા અત્યારથી બતાવી રહ્યા છે! જોકે ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકમાં  આયર્ન ઓર તથા સ્ટીલના ભાવમાં આશરે ૧૦ ટકાનો ઘટાડો જોવા મળશે એવું પણ જાણકારોએ જણાવ્યું હતું.   ૨૦૧૧માં ચીનમાં ઓલીમ્પીક પૂર્વના ગાળામાં પણ મેટલ્સ બજારમાં  આવો માહોલ દેખાયો હતો આગળ ઉપર ઈલેક્ટ્રીક કારોનું  ઉત્પાદન   વધવાની  આશાએ અને આવી કારોના ઉત્પાનદમાં  નિકલનો વપરાશ વધશે એ જોતાં  નિકલના ભાવમાં આગળ ઉપર ખાસ્સી વૃદ્ધી દેખાવાની ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા છે.
 

Post Comments