Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અર્થતંત્રને ધમધમતું કરવા સરકારના હવાતિયા

- GDPવધીને આવ્યો પરંતુ બીજી બાજુ નાણાંકીય ખાદ્ય લક્ષ્યાંકના ૧૧૩ ટકા થઇ જતા સરકાર મુશ્કેલીમાં

- GST ની પ્રતિકુળતા દૂર કરવાના બદલે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ સુધારવા સરકારે હાથ ધરેલી કવાયત

તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ નાણાંકીયવર્ષ ૨૦૧૭-૧૮ના ત્રીજા ત્રિમાસિકનો જીડીપી વધીને ૭.૨ ટકા પહોંચ્યો છે જે છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઊંચો આંકડો છે. સૂચિત વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં આ આંકડો ૫.૩ ટકા અને બીજા ત્રિમાસિકમાં ૬.૩ ટકા હતો.

જીડીપીના આંકડા પ્રોત્સાહક રહેવા છતાંય સરકાર સામે મુશ્કેલીઓ તો યથાવત જ રહી છે. તેના મુખ્યકારણમાં નાણાંકીય ખાદ્યના લક્ષ્યાંકમાં થયેલો તોતિંગ વધારો છે. જાન્યુઆરીના અંતે જ નાણાંકીય ખાદ્ય લક્ષ્યાંકના ૧૧૩ ટકા થઇ જતા સરકારની મુશ્કેલીઓમાં પણ તોતિંગ વધારો થવા પામ્યો છે. અન્ય કારણોમાં જીએસટીની ઘટતી આવક અને દેશમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે થયેલી પીછેહઠનો છે.

જીડીપીના આંકડા ઊંચા જાહેર થવાથી અર્થતંત્ર ધમધમી રહ્યુંછે તેમ માનવું ભૂલભરેલું છે. સરકાર ખુદ આ બાબત જાણે જ છે અને તેથી જ સરકાર દ્વારા અર્થતંત્ર ધમધમતું થાય તે માટે પગલા ભરવાનો સમય આવી ગયો છે. સરકાર સામે હાલ બે મુખ્ય પડકાર છે. જેમાં નાણાંકીય ખાદ્યનો લક્ષ્યાંક અને જીએસટીની ઘટતી આવકનો સમાવેશ થાય છે. બીજી તરફ તાજેતરમાં જાહેર થયેલા મેન્યુફેકચરીંગના આંકડા પણ નબળા જાહેર થતા સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે.

જીએસટીના અમલને આજે આઠ માસ પૂરા થઇ ગયા હોવા છતાં આ મુદ્દે હજુ પણ પ્રતિકૂળતાઓ યથાવત જ છે. જીએસટી રિટર્નથી માંડીને ટેક્સ માળખાનો આઠ માસ પછી પણ વિરોધ થાય, તે યથાયોગ્ય રીતે કાર્યરત ન થાય તે સરકારની નિષ્ફળતાનોે એક પુરાવો છે. આઠ માસ પછી પણ સરકારને ટેક્સના માળખામાં ફેરફાર કરવો પડે છે. તો બીજી તરફ જીએસટી થકી થતી આવકમાં પણ સરવાળે તો સરકારને ફટકો જ પડયો છે. એકાદ-બે માસના ઊંચા કલેકશનને બાદ કરવા આ આવકમાં પીછેહઠ જ થવા પામી છે. જેની સરકારી તિજોરી પર પ્રતિકૂળ અસર થવા પામી છે.

તેમાંય વળી મહત્ત્વની બાબત તો એ છે કે જીએસટી હેઠળ રિટર્નની જટીલ ફાઇલિંગ પ્રક્રિયાઓ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફન્ડમાં ઢીલાશના કારણે દેશના રેન્કીંગ્સ પર પ્રતિકૂળ અસર થવા પામી છે. જીએસટીના અમલને આજે આઠ માસ થઇ ચૂક્યા હોવા છતાં સરકાર આજ દિન સુધી તેની ક્ષતિઓ દૂર કરવામાં નિષ્ફળ નીવડી છે.આ બાબત આંખે ઊડીને વળગે તેવી હોવા છતાં પણ સરકારની આંખ ઊઘડતી નથી.

બીજી તરફ ગત સપ્તાહે જાહેર થયેલ ફેબુ્રઆરી માસ માટેનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઘટીને ચાર માસની નીચી સપાટીએ ઊતરી આવ્યો છે. સૂચિત સમય દરમિયાન નવા ઓર્ડરો મંદ પડવાની સાથોસાથ વિવિધ ઉત્પાદકો દ્વારા કરાયેલ ભાવ વધારાની ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત ક્રૂડ ઓઇલમાં થતી ઊછળકૂદ અને વધી રહેલા નાણાંકીય જોખમોને પણ પ્રતિકૂળ અસર થવા પામી છે. તાજેતરમાં રિઝર્વ બેંકે પણ આર્થિક રિકવરી અંગે ટકોર કરીને ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સરકાર આ તમામ મુદ્દાઓથી વાકેફ હોવા છતાં આ મુદ્દે કોઈ ચોક્કસ પગલાં ભરવા હજુ સુધી સક્રિય બની હોય તેમ જણાતું નથી. આ બધા મુદ્દા અર્થતંત્ર સાથે સીધા જ સંકળાયેલા હોવા છતાં સરકાર દ્વારા આ મુદ્દે ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ વિદેશી રોકાણ આકર્ષવા સરકાર દ્વારા આકાશપાતાળ એક કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી વડાપ્રધાન મોદી દ્વારા તેમના વિદેશ પ્રવાસમાં આ મુદ્દો જ કેન્દ્ર સ્થાને જોવા મળ્યો છે.

આ મુદ્દાને લઇને તાજેતરમાં સરકાર દ્વારા એક નવું એસાઇમેન્ટ પણ હાથ ધરાયું છે. ઉપલબ્ધ માહિતી મુજબ મોદી સરકાર દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ સુધરે તે માટે સરકાર દ્વારા ચાર સંસ્થાઓની નિમણુંક કરવામાં આવી છે. આ ચારેય સંસ્થા ભેગી મળીને દેશના રેન્કિંગમાં સુધારો થાય તે માટેની કવાયત હાથ ધરીને તેનો રિપોર્ટ તૈયાર કરશે. અને આ રિપોર્ટને આધિન સરકાર દ્વારા પગલાં ભરવામાં આવશે.

બિઝનેસ રેન્કિંગ હોય કે પછી અન્ય કોઈપણ આંકડા હોય - ભારતનો દેખાવ અન્ય દેશોની તુલનાએ સારો હોય તે એક આવકાર્ય મુદ્દો છે. પરંતુ, કોઈ એક મુદ્દા પાછળ જ ધ્યાન કેન્દ્રિત કરીને સમય વેડફવો એ એક પ્રતિકૂળ બાબત છે. તાજેતરમાં જ સરકારના આંકડા મંત્રાલયે જાહેર કરેલા ડેટા મુજબ રેલવે ક્ષેત્રના ૩૪૯ પ્રોજેક્ટમાંથી ૨૧૩ જેટલા પ્રોજેક્ટમાં વિલંબના કારણે સરકાર/રેલવે તંત્ર પર રૃ. ૧.૭૩ લાખ કરોડનો બોજો પડયો છે.

આમ, સરકારે એક જ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે અર્થતંત્ર સાથે સંકળાયેલ વિવિધ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને અર્થતંત્રને વેગ મળે તે માટે ચોક્કસ નીતિ ઘડવી જોઇએ. જીડીપીના આંકડા ઊંચા આવવાથી 'સૌ સારા વાના' થયા એમ માનવું ભૂલભરેલું છે. ચોક્કસ વિકાસ માટે શ્રેણીબધ્ધ પગલા ભરવા જરૃરી છે. કોઈ એક ક્ષેત્રના વિકાસથી અર્થતંત્રમાં સુધારો નહીં થાય. તેના માટે સવગ્રાહી નીતિ ઘડવી પડશે. માત્ર હવાતિયા મારવાથી વિકાસ હાંસલ નહીં થાય.
 

Post Comments