Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોલર મજબૂત થતા આખરે FIIનું સ્વદેશ તરફ પ્રયાણ

- ગત માસ દરમિયાન ભારત સહિતના ઉભરતા બજારોમાંથી વિદેશી રોકાણકારોએ ભંડોળ પાછુ ખેંચ્યું

વિશ્વભરના શેરબજારોમાં વિતેલો ફેબુ્રઆરી માસ ભારે ઉથલપાથલ સર્જનારો બની રહ્યો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકા અને યુરોપીયન શેરબજારોની ચાલની ઉભરતા શેરબજારો પર સીધી અસર થતી હોય છે. આ ગણિત મુજબ જ વિતેલા ફેબુ્રઆરી માસમાં ભારત સહિતના અન્ય ઉભરતા બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.

આ ઉથલપાથલ પાછળનું મુખ્ય કારણ છે અમેરિકા. છેલ્લા કેટલાક વખતથી અમેરિકાનું અર્થતંત્ર સુધરવાની સાથોસાથ અમેરિકન બોન્ડની યીલ્ડમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. આ ઉપરાંત યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા પણ ત્યાંના અર્થતંત્રમાં સુધારો થતા ચાલુ વર્ષે ત્યાં ત્રણના બદલે ચાર વખત વ્યાજ દરમાં વધારો નક્કી થવાનું ગણિત મંડાઈ રહ્યું છે.

આ અહેવાલોની સીધી અસર ડોલર પર થવા પામી છે અને કરન્સી માર્કેટમાં વિવિધ વૈશ્વિક કરન્સી સામે ડોલરમાં આગેકૂચ થવા પામી છે. તો બીજી તરફ ડોલર ઇન્ડેક્સ પણ વધીને ટોચની સપાટી તરફ આગળ વધી રહ્યો છે. ડોલર મજબૂત થવા સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફ.આઇ.આઇ.) સહિતના અન્ય રોકાણકારોએ ભારત સહિતના ઉભરતા બજારોમાં કરેલુ રોકાણ પાછું ખેંચવાના નિર્ણયો કરવા સાથે તેનો અમલ ચાલુ કરી દેતા ઉભરતા બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. તો બીજી તરફ બોન્ડની યીલ્ડ વધતા અમેરિકા અને યુરોપિયન શેરબજારો પણ તૂટયા છે.

ફેબુ્રઆરી માસની આ ઉથલપાથલમાં ભારત સહિતના ઉભરતા બજારોમાં સાત ટકાથી વધુની ખાનાખરાબી જોવા મળી છે જેમાં ભારતીય શેરબજારમાં આ ટાણે જ પંજાબ નેશનલ બેંક સાથેના કૌભાંડના કારણે બજારમાં ભારે ગભરાટ ઉદભવતા ખાનાખરાબીનું પ્રમાણ પ્રબળ બન્યું હતું. અમેરિકામાં બોન્ડની યીલ્ડમાં ઉછાળો અને શેરબજારના ઊંચા વેલ્યુએશનને કારણે વિદેશી રોકાણકારો ફેબુ્રઆરીમાં આશરે ૧૨,૫૦૦ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

વિદેશી રોકાણકારોના આઉટફ્લોના સંદર્ભમાં ફેબુ્રઆરીની આ વેચવાલી અત્યાર સુધી સૌથી તીવ્ર વેચવાલી છે. ફેબુ્રઆરી મહિનામાં ઉભરતા બજારોમાં સૌથી વધુ વેચવાલી થઈ હોય તેવા બજારોમાં ભારતનો સમાવેશ થાય છે. ડોલરના સંદર્ભમાં જોઈએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોમાં આશરે ૧.૫ અબજ ડોલરથી વધુ વેચવાલી હતી, જે એશિયાના બજારોમાં ત્રીજા ક્રમે સૌથી વધુ છે. તાઇવાન બજારમાં આ સમયગાળામાં વિદેશી ફંડસે ૩.૫ અબજ ડોલર અને સાઉથ કોરિયામાં ૨.૬ અબજ ડોલરની વેચવાલી કરી હતી.

વિવિધ પ્રતિકૂળતા પાછળ વૈશ્વિક બજારમાં સેન્ટિમેન્ટ ખરડાયું છે અને બજારમાં વોલેટાલિટી જોવા મળી છે. બોન્ડની યીલ્ડમાં વધારો તથા ભારતની બેન્કિંગ સિસ્ટમમાં ધિરાણના મુદ્દાને કારણે બજારને અસર થઈ રહી છે. ભારતના ઉંચા વેલ્યુએશનને કારણે વિદેશી ફંડસની વેચવાલીને વેગ મળ્યો હતો. ઉભરતા બજારોમાં ભારતનું બજાર મોંઘુ લાગે છે, જેનાથી ભારતમાંથી વધુ આઉટફ્લો જોવા મળી રહ્યો છે.

ભૂતકાળમાં એવું પણ જોવા મળ્યું છે કે, સામાન્ય ચૂંટણીના થોડા મહિના પહેલા બજારમાં વોલેટાલિટીમાં વધારો થયો છે. જો કે ઉભરતા બજારોમાં વ્યાપક રસને કારણે વિદેશી રોકાણકારો ભારતના બજારથી સંપૂર્ણપણે વિમુખ થશે નહિ. નજીકના ગાળાના સંદર્ભમાં જોઈએ તો બજારમાં વોલેટાલિટી રહેવાની ધારણા છે. એક કે બે મહિના માટે બજારને અસર થશે.

વિતેલા માસ દરમિયાનએફ.આઇ.આઇ.એ. તાઇવાન બજારમાંથી ૩.૪ અબજ ડોલર દક્ષિણ કોરિયામાંથી ૨.૬ અબજ ડોલર, ભારતમાંથી ૧.૫ અબજડોલર, થાઇલેન્ડમાંથી ૧.૨ અબજ ડોલર, બ્રાઝિલમાંથી ૧.૨ અબજ ડોલર, ઇન્ડોનેશિયામાંથી ૦.૭ અબજ ડોલર અને મલેશિયામાંથી ૦.૪ અબજ ડોલરની વેચવાલી હાથ ધરી હતી. આમ, એફ.આઇ.આઇ.ની વેચવાલીના કારણે ભારતીય શેરબજાર સહિતના ઉભરતા બજારોમાં સાતેક ટકાનું ધોવાણ થવા પામ્યું હતું. જ્યારે અમેરિકન બજારમાં નવ ટકાનો કડાકો બોલી ગયો હતો.

નવા શરુ થયેલા માર્ચ માસમાં પણ બજારોની ચાલનો આધાર વૈશ્વિક ગતિવિધિને આધિન રહેશે તેમાં પણ યુ.એસ. ફેડરલ  તેમજ ડોલરની ઉછળકૂદની શેરબજારો પર સીધી અસર જોવા મળશે ે જે જોતાં ચાલુ માસમાં પણ શેરબજારમાં સુધારાની ચાલ જળવાઈ રહેવા અંગે આશંકા પ્રવર્તી રહી છે તેમ બજારના જાણકાર વર્તુળોએ ઉમેર્યું હતું.

Post Comments