Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદેશી રોકાણકારો ભારતમાંથી 1 અબજ ડોલર પાછા ખેંચશે

ચીનની MSCI EM ઇન્ડેક્સમાં એન્ટ્રી

અટપટા અને અપારદર્શક નિયમનોના કારણે વૈશ્વિક રોકાણકારો ચીનના શેરબજારથી દૂર રહેતા હતા

ત્રણ વર્ષની લાંબી અવધિ દરમિયાન અનેક બેઠકોના અંતે આખરે ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર એમએસસીઆઇએ ચીનના શેરબજારમાં મેઇનલેન્ડ શેરો એટલે કે A શેરોને તેના ઉભરતા બજારોના ઇન્ડેક્સની સાથોસાથ  MSCI ACWI ઇન્ડેક્સમાં સ્થાન આપવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

એમ.એસસીઆઇના આ નિર્ણયના પગલે વિદેશી રોકાણકારો હવે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા શેરબજારમાં સરળતાથી કામકાજ કરશે. જો કે આ નિર્ણયથી ભારત પર પ્રતિકૂળ અસર થશે.

ચીનના શેરબજારમાં લિસ્ટેડ A ગૃપના શેરોને એમએસસીઆઇ ઇએમ ઇન્ડેક્સમાં સમાવવાના નિર્ણયને પગલે વિશ્વના ઉભરતા બજારોના ઇન્ડેક્સમાં હવે ચીન પગપેસારો કરશે. આ ગતિવિધિની ભારતના બજાર ઉપર પ્રતિકૂળ અસર થશે. ચીન એ વિશ્વનું સૌથી મોટું ઉભરતું બજાર હોવા છતાં ઉભરતા બજારોના વૈશ્વિક ઇન્ડેક્સમાં (એમએસસીઆઇ ઇ.એમ.) તેના શેરોનો સમાવેશ કરાયો ન હતો.

ચીનના એ ગૃપના શેરોને આ ઇન્ડક્સમાં નહી સમાવવા બાબતે ચીનની નીતિઓ કારણભૂત હતી ઉપલબ્ધ માહિતી મુજબ ચીનના શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા થતા કામકાજ પર સંખ્યાબંધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના ટ્રેડિંગ અંગેના નિયમો પણ અપારદર્શક છે. આ કારણોસર ચીન આ ઇન્ડેક્સમાં સામેલ થતું નહતું.

એમએસસીઆઇ ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર દ્વારા ચીનના શેરોને આ ઇન્ડેક્સમાં સામેલ કરવા સંદર્ભે ૨૦૧૪થી ચર્ચા વિચારણા અને મિટિંગોનો દોર ચાલતો હતો. આખરે આ ઇન્ડેક્સમાં પ્રવેશવા માટેના નીતિ નિયમોનો અમલ કરવા ચીન મહદ અંશે સંમંત થતા એમએસસીઆઇની આજે મળેલ બેઠકમાં ચીનના એ ગૃપના શેરોને આ ઇન્ડેક્સમાં સમાવવાનો નિર્ણય લેવાયો હતો. ચીનના શેરોને આ ઇન્ડેક્સમાં લેવાયેલ નિર્ણયને જોતા આ ઇન્ડેક્સમાં તેની એસેટનું મૂલ્ય અંદાજે ૧.૬ ટ્રીલીયન ડોલર રહે તેવો અંદાજ છે.

ઉપલબ્ધ માહિતી મુજબ એમએસસીઆઇ દ્વારા બે તબક્કે ચીનના શેરોને આ ઇન્ડેક્સમાં સમાવેશ કરાશે. આ બે તબક્કામાં મે અને ઓગસ્ટ ૨૦૧૮નો સમાવેશ થાય છે. અંતિમ નિર્ણય લેવાયો તે અગાઉ ચીનના ૧૬૯ શેરોને આ ઇન્ડેક્સમાં સ્થાન અપાશે તેવો અંદાજ હતો પરંતુ આ નિર્ણયની જાહેરાત બાદ ઉપલબ્ધ માહિતી મુજબ ચીનના ૨૨૨ લાર્જકેપ શેરોને આ ઇન્ડેક્સમાં સ્થાન અપાયું છે. જે જોતાં એમ કહી શકાય કે વિદેશી રોકાણકારો માટે રોકાણનો એક નવો દરવાજો ખૂલ્યો છે.

જો કે, ત્રણ વર્ષ લાંબી ચર્ચા- વિચારણા દરમિયાન ચીન દ્વારા પોતાના શેરબજારને વધુ મજબૂત બનાવવા સુધારાના અનેક પગલા ભરવામાં આવ્યા હતા. ચીનનું શેરબજાર વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું બજાર હોવા છતાં ય અટપટા અને અપારદર્શક નિયમનોના કારણે વૈશ્વિક રોકાણકારો (એફઆઇઆઇ) ચીનના શેરબજારથી દૂર રહેતા હતા. જો કે, તાજેતરની આ ગતિવિધિના પગલે વિદેશી રોકાણકારો હવે ચીનના બજાર તરફ વળશે.

એમએસસીઆઇ દ્વારા ચીનના ૨૨૨ જેટલા લાર્જકેપ શેરોને એમએસસીઆઇ ઇએમ ઇન્ડેક્સમાં સ્થાન આપવાના પગલે આ ઇન્ડેક્સમાં સામેલ ભારતના શેરબજાર પર પ્રતિકૂળ અસર થશે. ભારતીય શેરબજારની વાત કરીએ તો એમએસસીઆઇ દ્વારા લેવાયેલ આ નિર્ણયના પગલે એમએસસીઆઇના ઉભરતા બજારોના ઇન્ડેક્સમાં ભારતનું વેઇટેજ ૬ મૅજ ઘટીને ૮.૭૫ ટકા જેટલું થશે.

વેઇટેજમાં ઘટાડો થવાની સાથોસાથ સૌથી મોટી પ્રતિકૂળ બાબત તો એ છે કે વિદેશી રોકાણકારો હવે ભારતને અવગણીને ચીનના બજાર તરફ વળશે. સમગ્ર ઘટનાથી વાકેફ સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના લાર્જકેપ શેરોનો આ ઇન્ડેક્સમાં સમાવેશ થતા આગામી સમયમાં વિદેશી રોકાણકારો ચીનના શેરોમાં ૧૨ અબજ ડોલરનું જંગી ભંડોળ ઠાલવે તેવી ગણતરી મૂકાઈ રહી છે.

અત્રે એ નોંધનીય રહેશે કે, વિદેશી રોકાણકારોના કુલ રોકાણમાં ચીનનો હિસ્સો ખૂબ જ ઓછો છે. ઉપલબ્ધ માહિતી મુજબ વિદેશી રોકાણકારોના કુલ રોકાણ અંદાજે ૬.૮ ટ્રીલીયન ડોલરમાંથી ચીનના શેરોમાં માત્ર ૧.૫ ટકાનું જ રોકાણ કરાયેલું છે તેની સામે ભારતીય શેરોમાં આ રોકાણ ૨૨ ટકા જેટલું છે.

હવે ચીનના બજારનો એમએસસીઆઇ ઇન્ડેક્સમાં સમાવેશ થતા વિદેશી રોકાણકારો ઊંચા વળતરની આશા સાથે ચીનના શેરબજાર તરફ વળશે જે જોતાં ભારતમાંથી વિદેશી રોકાણકારો દ્વારા ૧ અબજ ડોલરનું ભંડોળ પાછું ખેંચાય તેવી સંભાવના છે. આમ, ઉભરતા બજારોના ઇન્ડેક્સમાં ચીનની એન્ટ્રી ભારતીય શેરબજાર માટે એક નકારાત્મક પરિબળ પુરવાર થશે.

Post Comments