Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાપડ બજાર - ઉદયન રસિકભાઈ મોદી

GST આગમન પહેલા લેવાલીમાં ઘટાડો રૃપિયો મજબૂત થતા નિકાસને અસર

કાપડ બજારમાં એક પછી એક કારણના લીધે ઘરાકીને અસર થવા પામે છે. આમ જોવા જઇએ તો છેલ્લા ૧ વર્ષથી કાપડ બજારમાં લેવાલીનો અભાવ અને નાણાભીડના લીધે કાપડ વ્યવસાય જોડે જોડાયેલ વર્ગમાં હતાશા જોવા મળી રહેલ છે.

કાપડના ધંધામાં જોડાયેલ વર્ગમાં હોલસેઇલ, સેમીહોલ સેઇલ, પાવરલુમ વીવર્સ, પ્રોસેસ હાઉસો, ગારમેન્ટ ફેકટરીઓ, સ્પીનીંગ યુનિટો, અને રીટેલ ક્ષેત્રે બધા જ વધતા ઓછા પ્રમાણમાં મુશ્કેલી અનુભવી રહેલ છે. કાપડના ધંધામાં ઉધારીનું દૂષણના લીધે કાપડના પેમેન્ટના ધારા-ધોરણ બગડવા પામેલ છે. આના પરિણામે કાપડના ધંધામાં નાણાભીડ કાયમની થઇ ગયેલ છે.

કાપડમાં GST જુલાઈથી આવવાનો હોવાના લીધે અત્યારે બજારમાં વેઇટ એન્ડ વોચ જેવી પરિસ્થિતિ થઇ ગયેલ છે. આના લીધે કાપડની ખરીદી ખપપૂરતી જ જોવા મળી રહેલ છે. સાવચેતીના પગલા રૃપે વેપારીઓએ ગ્રે કાપડની ખરીદી સ્થગિત કરી દીધેલ છે. જેના કારણે હાલ પાવરલૂમ વીવર્સ વર્ગ મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે. વેપારીઓની સાવચેતી અને ગ્રે કાપડી ખરીદીમાં આવેલ રૃકાવટના કારણે વીવર્સની મુશ્કેલી વધારી દીધેલ છે. વિવર્સના ગોડાઉનોમાં પડેલા ગ્રે કાપડના સ્ટોકનો ભરાવો થતાં આગામી દિવસોમાં ગ્રે કાપડની ભાવમાં હજુ પણ નરમાઈ જોવા મળે.

યાર્નના ભાવો ઘટતા ગ્રે ભાવો ઘટે. કાપડના ઉદ્યોગના વિવિધ સંગઠનો GST ને આવકારે છે. પરંતુ જ્યારે જ્યારે નવા કાયદા આવે ત્યારે તેને સમજવા સમય જોઇશે. અને આ નવા કાયદાને સમજવા જે સમય જશે તેના માટે કાપડ બજારે તૈયારી રાખવી રહી. GST ના લીધે જે મોટા યુનિટો અને કમ્પોઝીટ યુનિટો છે તેને ફાયદો થાય. જ્યારે કાપડ સાથે સંકળાયેલ નાના નાના યુનિટોને GST ના લીધે મુશ્કેલી વધશે. આમ પણ કાપડના જે કેશ ટ્રાન્સસેકશન થતા હતા તેને બંધ કરવા રહ્યા. અને પેપર વર્ક પણ સારા પ્રમાણમાં વધી જશે.

GST લાંબા ગાળે ફાયદો કરાવશે. GST ૧લી જુલાઈથી આવશે. GST ને સમજવા અને તેને અનુરૃપ અને એડજસ્ટ થવામાં વેપારી વર્ગને બેથી ત્રણ મહિના વીતી જાય તેવું બને. આ સમયગાળા દરમિયાન કાપડના ધંધાને સારા પ્રમાણમાં અસર થાય. વધુમાં આગળ ચોમાસુ આવતુ હોવાના લીધે આની અસર પણ બજાર ઉપર થાય. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કાપડની ખરીદી ઘટી જતી હોય છે. અને આ વખતે ચોમાસુ અને તે સમય દરમિયાન નવા કાયદા રૃપી GST ના લીધે આવનાર દિવસો કાપડ ધંધા માટે કપરા રહેશે.

વધુમાં ડોલર સામે રૃપિયો જે સામાન્ય રીતે ૬૭-૬૮ની રેન્જમાં રહેતો હતો તેમાં ફેરફાર થઇને ૬૪-૬૫ની આસપાસ આવી જતાં એક્ષપોર્ટના કામકાજને અસર થવા પામેલ છે. આપણા ટેક્ષટાઈલના માલો બીજા દેશોને મોંઘા પડી રહેલ છે અને બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચીન,વિયેતનામ,તુર્કી, જેવા દેશોના ટેક્ષટાઈલના માલો આપણા કરતા સસ્તા પડતા તેઓની નિકાસ વધવા પામેલ છે.

ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં અત્યાર સુધીમાં ડોલર સામે ભારતીય રૃપિયો ૫ ટકા જેટલો મજબૂત થયો છે. રૃપિયાની મજબૂતીથી વિવિધ એક્સ્પોર્ટસ સેકટરના માર્જિન ઉપર ભારે અસર થવાની શક્યતા છે તો બીજી બાજુ રૃપિયો મજબૂત થતાં વિદેશમાંથી યાર્ન, ફેબ્રિક અને ગારમેન્ટની આયાત વધુ સસ્તી બનતા સ્થાનિક મેન્યુફેકચર્સને બમણો ફટકો પડેલ છે. આના લીધે જ આ વખતે કપાસ-રૃ જેવી કાચી સામગ્રીની ૩૦ લાખ ગાંસડીની આયાત થવા પામેલ છે.

ટફની ગેરરીતિઓ :
કાપડમાં સરકારે તેને પ્રોત્સાહન આપવા ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ (ટફ) યોજનાની જાહેરાત કરેલ. હવે આ યોજનાનો ખોટો ઉપયોગ કરીને ગેરરિતી આચરી મોટી લોન યુનિટોએ લીધેલ છે. આના માટે મંત્રાલય સજાગ થઇ ગયેલ છે. મંત્રાલય સમક્ષ બેન્ક રૃટથી થયેલી અરજીઓમાં ગોલમાલ બહાર આવતાં તંત્ર સાબદુ બન્યું છે. હાલમાં ટફની કેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે. તેમજ જૂની કેટલીક અરજીઓ સ્ફટીનાઇઝ કર્યા વગર આગળ વધવા દેવામાં આવશે નહિ.

તાજેતરમાં ટેક્ષટાઈલ મંત્રાલયના નજરમાં આવ્યું છે કે ટફની યોજનાના ગેરલાભો કેટલાક કપડા ઉદ્યોગ સાથે સંકળાયેલ યુનિટોએ લીધા છે. બેન્કો સાથે હાથ મિલાવીને આ કામ પાર પાડયું છે. બેન્કોની મિલિભગતના પ્રતાપે આ ટફ યોજનાનો લાભ લીધેલ છે. આવી ગેરરીતિ કરીને લીધેલ લોન માટે મંત્રાલય આવી કંપનીઓ સામે ફોજદારી કાર્યવાહી કરશે.

કાપડ ઉદ્યોગ માટે સૌથી સફળ યોજનામાં ટફની ગણત્રી થાય છે.પરંતુ તેનો જે રીતે ઉપયોગ અને ગેરરીતિ આચરવામાં આવેલ છે તેના લીધે મંત્રાલયની આંખો ખુલ્લી ગયેલ છે. માન્યતા પ્રાપ્ત મશીનરો જે ટફની યાદીમાં ન હતી તે અંગે કેટલીક કંપનીઓ ને આ લાભ મળ્યો છે તેની સઘન તપાસ ચાલુ કરી દેવામાં આવેલ છે.

કાપડના ભાવ
શીટીંગ ૫૦ પનો ૧૭૫ ગ્રામ ૨૦/૨૦ ૫૬/૬૦નો ગ્રેનો ભાવ રૃ ૨૯ છે. આમાં ૫૦ પનો ગ્રે ૨૦૦ ગ્રામ ૨૦/૨૦ ૫૬/૬૦ના ગ્રેના ભાવ રૃ ૩૪ થયેલ છે. ૫૯ પનો ૨૦૦ ગ્રામ ગ્રે રૃ ૩૪માં સોદા થયેલ છે. ૬૩ પનો ૨૦/૨૦ ૨૪૫ ગ્રામ રૃ ૪૫માં સોદા થયેલ છે.

યાર્ન ડાઇડ શટિગ્સ ૬૩ પનો ૪૦/૪૦ ૧૦૮/૭૬ ક્વોલીટી ગ્રે રૃ ૮૫માં સોદા થાય છે. આના ફીનીશના ભાવ રૃ ૧૦૦થી રૃ ૧૦૫ છે.

ટુ બાય ટુ રૃબિયાના મીટર દીઠ ભાવ વધીને રૃ ૭૭ અને ટુ બાય વન રૃબિયાના રૃ ૬૦ અને ટેરી રૃબિયાના રૃ ૪૬માં સોદા થઇ રહેલ છે.

ગરમીના કારણે વ્હાઇટ માલોમાં ડીમાન્ડ જોવા મળે છે. આમાં ૩૦/૩૦ ટ્વીલ, ૩૦/૩૦ ટસર, ૪૦/૪૦ પોપલીન, ૫૦/૫૦ ટ્વીલ, ૬૦/૬૦ ટ્વીલ, ૬૦/૬૦ સાટીન સારી ડીમાન્ડમાં છે.

એરજેટ લૂમના ૬૩ પનો ગ્રે ૬૦/૬૦ ૧૬૫/૧૦૪ ક્વાલીટી સાટીન રૃ ૮૦ અને એરજેટ ૬૩ પનો ૪૦/૪૦ ૧૨૪/૭૨ રૃ ૬૦માં માલો મલે છે.

Post Comments