Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોમોડિટી કરંટ - જયવદન ગાંધી

કોમોડિટી બજારમાં સરેરાશ પાંચ ટકા GST દર

મોદી સરકારે સતત ત્રણ વર્ષ સુધી ભારે કસરત કર્યા બાદ આખરે GST એટલે વન કન્ટ્રી વન ટેક્સનું સપનું સાકાર કર્યું છે. કોમોડિટી સેક્ટરમાં કૃષિ ચીજોથી લઈને મેટલ સુધી લગભગ સરેરાશ ૫ ટકાનો ટેક્ષ સમાન નિર્ધારિત થયો છે. અનાજ, શાકભાજી સહિત જીવન જરૃરિયાતની પાયાની ખાદ્ય ચીજોને GSTના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી છે.

જ્યારે ગુજરાત અને રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં માફી માલ તરીકે જાહેર થયેલી મસાલા સહિતની ચીજો ઉપર પાંચ ટકાનો ટેક્ષ દાખલ કરવામાં આવ્યો છે. જો કે બુલિયન સેક્ટરમાં સોના, ચાંદી ઉપરનો ટેક્ષ હજુ જાહેર થયો નથી પરંતુ પાંચ ટકા GST રહેશે તેવું અનુમાન છે. કેટલાક રાજ્યોએ સોના ઉપર વધુ ટેક્ષ નાખવાની રજૂઆત કરી હતી કે સોનું આવશ્યક વસ્તુ નથી તેથી ઓછામાં ઓછો પાંચ ટકા ટેક્ષ રાખવાનું વલણ ચર્ચાતા સોનું આગામી સમયમાં મોંઘુ થઈ શકે છે.

હમણાં છેલ્લા સપ્તાહમાં સોનાની ચમક ઓછી થઈ રહી છે. અમેરિકામાં રાજનૈતિક વધેલા સંકટના કારણે અમેરિકી કરંસી ડોલરમાં ભારે ઘટાડો થયો હતો પરંતુ ઉત્તર કોરિયાનું સંકટ હળવું થતા સોનાની ડિમાન્ડ ઘટતા સોનામાં મંદી છવાઈ છે. વૈશ્વિક સ્તરે સોનાની કિંમતો પ્રતિ ઔંશ ૧૨૪૦ ડોલરથી પણ વધુ ઘટે તો ભારતમાં પણ સોનું પ્રતિ ૧૦ ગ્રામે રૃા. ૨૭,૫૦૦થી પણ નીચે જાય તેવી સંભાવના છે.

જો કે દેશમાં છેલ્લા એક મહિનાથી સોના બજાર સતત તૂટી રહ્યું છે એક મહિના અગાઉ સોનાના ભાવો પ્રતિ ૧૦ ગ્રામે રૃા. ૨૯૪૦૦ની આસપાસ હતા જેમાં સતત ઘટાડો રહેતા હાલમાં રૃા. ૨૭,૯૦૦ની આસપાસ નીચે તળિયે ભાવો રહ્યા છે. એટલે કે એક મહિનામાં ૧૫૦૦ રૃા.નું ભારે ગાબડું પડયું છે. હવે પહેલી જુલાઈથી અમલી થનારા GST ઉપર જ્વેલર્સ બજારનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સોનામાં હવે થનાર તેજી-મંદીનો આધાર GST ઉપર નિર્ભર બન્યો છે.

જો કે, આજકાલ સોના કરતા ચાંદીના વેપારમાં ભારે ચમક જોવા મળી રહી છે. વિશ્વભરમાં ચાંદીનું ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે આ સંજોગોમાં અમેરિકા, જાપાન, ભારત સહિત અનેક દેશોમાંથી ચાંદીની ડિમાન્ડ ઔદ્યોગિક એકમોમાંથી સતત વધી રહી છે. સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં ચાંદીની માંગમાં ૩૬ ટકાનો વધારો નોંધાયો છે. આ સિવાય ઔદ્યોગિક ડિમાન્ડ ૫૫ ટકા છે જ્યારે જ્વેલરી ડિમાન્ડ ૨૫ ટકા અને સિક્કાની ડિમાન્ડ ૨૦ ટકા રહી છે.

દેશમાં મહિના અગાઉ ચાંદીના ભાવો પ્રતિ કિલોએ રૃા. ૪૩,૦૦૦ની આસપાસ હતા જે સતત તૂટતા હાલમાં ચાંદીના તળિયાના ભાવો હોવાની બજારમાં ચર્ચા છે. વર્ષની શરુઆતથી ચાંદીમાં રોકાણકારોને સારું વળતર રહ્યું છે. વર્ષ ૨૦૧૬- ૧૭ દરમ્યાન રવિ તથા ખરીફ સીઝનમાં કૃષિ ઉત્પાદન સારું રહેતા ગ્રામ્ય વિસ્તારોમાંથી સરેરાશ ૩૨૦૦ ટન આયાત થઈ હતી. જે હાલના સંજોગોમાં સતત વધી રહેલી ચાંદીની ડિમાન્ડ જોતાં ચાંદીની આયાત આ વર્ષે લગભગ ૪૦૦૦ ટન ઉપરાંત રહે તેમ છે.

બીજી તરફ એગ્રો કોમોડિટીમાં હાલમાં મોટા ભાગની ચીજોમાં મંદીનો માહોલ છે. ઉનાળાની ચાલી રહેલી લગ્નસરાની સિઝન ઉપરાંત ૪૪થી ૪૫ ડિગ્રી ભારે ગરમીના પગલે કૃષિ બજારોમાં પાકોની આવકો એકદમ નીચા સ્તરે છે. રાજ્નયા ઘણાં ખરા કૃષિ બજારોમાં સુસ્તી વર્તાઈ રહી છે. કૃષિ ચીજોમાં વધઘટ થતી મોંઘવારી સરકાર માટે શિરદર્દ સમાન છે.

ગત વર્ષે દાળો સહિત મસાલા ચીજોમાં ભાવો આસમાને જતાં મોઘવારીને કંટ્રોલ કરવા માટે સરકારે અનેક પગલાં લીધા હતા. સાથે સાથે ઉંચા ભાવો જોઈને ખેડૂતોએ પણ વાવેતર વધુ કરતા ઉત્પાદન બમ્પર થતા હવે ભાવ સાવ તળિયે જતાં કેટલીક ચીજોમાં ખેડૂતોને ટેકાના ભાવ તો ઠીક પરંતુ પડતરના ભાવો જ નહિ મળતા દેશમાં ખેડૂતોની વ્યાપક રાવ ઉઠી છે કે પાકોના ઘટતા જતા ભાવોને કંટ્રોલ કરવામાં આવે. આમ સરકાર માટે એક સાંધે તો બાર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સાથે સાથે કેટલીક વાયદા બજારની જીરૃ, ધાણા જેવી ચીજોમાં સટ્ટાકીય માહોલને કારણે ભર સીઝનમાં લાલચોળ તેજી જોવા મળી હતી અને સિઝન પૂર્ણ થતાં બજાર ગગડીને તળિયે જતાં અફડાતફડી જેવો માહોલ છે.

દોઢેક મહિના અગાઉ ધાણાના વાયદા બજારમાં ભાવો પ્રતિ ક્વિન્ટલે રૃા. ૮૦૪૦ની આસપાસ ઉંચા સ્તરે હતા ત્યારબાદ ધાણા વાયદામાં ઘટાડાનો દોર એ પ્રકારે શરુ થયો કે એક્સચેન્જ પણ હરકતમા આવી જતા ક્યાંક ધાણા વાયદો બંધ કરવો પડે તેવી સ્થિતિમાં એક્સચેન્જ આવી ગયું છે. ધાણા વાયદો ઘટતો અટકાવવા માટે એક્સચેન્જે અનેક પ્રયત્નો કર્યા પરંતુ ધાણાના ભાવો અટકવાનું નામ લેતા નથી. ધાણાના ભાવો તૂટીને લગભગ સાડા ચાર વર્ષના તળિયાના ભાવે આવી ગયા છે. છેલ્લા એક મહિનામાં ધાણામાં ૩૦ ટકાનો ભાવ- ઘટાડો રહ્યો છે.

ધાણાના ભાવો અટકાવવા એક્સચેન્જે ગયા અઠવાડિયામાં પોઝીશન લીમીટ ઘટાડીને ૫૦ હજાર ટન કરી હતી. સાથે સાથે સ્પેશિયલ માર્જિન ૧૫ ટકા કર્યું હતું. વેચવાલીના સોદા ઉપર ૧૫ ટકા સ્પેશિયલ માર્જિન લાદવા છતાં ધાણાનો ભાવ- ઘટાડો સ્ટોપ નહિ થતા એક્સચેન્જે માર્જિન બેનીફીટ પર પરત ખેંચી લેતા બજાર ૫૧૦૦ની આસપાસ સ્થિર થયું હતું. અને ત્યારબાદ ૫૬૦૦ થયું હતું.

જો કે ધાણાના ભાવોમાં ઘટાડો રહેવા પાછળ વધેલા ઉત્પાદનની સામે નબળી માંગે સાથે સાથે બહારના યુક્રેન, બલ્જેરિયા જેવા દેશોમાંથી આયાત થતા મોટા પ્રમાણમાં ધાણાને કારણે સ્થાનિક બજારો તૂટી રહ્યા હોવાની ચર્ચા પણ બજારમાં છે. ગમે તેમ પણ તંત્ર ધાણા વાયદા ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે.

Post Comments