Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એન્ટેના - વિવેક મહેતા

વેટ વિદાય લેશે, પણ વિવાદ નહિ, કોમોડિટી ડેરીવેટીવ્સ પર વેટ લાગે કે નહિ?

કોમોડિટી ડેરીવેટીવ્સની કંપની પર રૃા. ૩૭૮૧ કરોડની વેટની જવાબદારી ઊભી કર્યા પછી વેટ કચેરીએ વાજબી કારણો વિના પીછેહઠ કેમ કરી તેવો સવાલ જાહેર હિસાબ સમિતીએ ઊઠાવ્યો

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આગમનના ભણકારા હવે તો વાગવા માંડયા છે. વેટ હવે વિદાય લઈ રહ્યો છે. બીજું, બધું તો ઠીક પણ એક મોટો વિવાદ વણઉકલ્યો જ વેટની વિદાય સાથે વિસરાઈ જવાની સંભાવના રહેલી છે. આ વિવાદ છે કોમોડિટી ડેરીવેટીવ્સ પર વેટ લાગે કે નહિ. તમને કદાચ યાદ હશે કે કોમોડિટી ડેરીવેટીવ્સના ક્ષેત્રની મોટી કંપનીને વેટ કચેરી તરફથી રૃા. ૩૭૮૧ કરોડના વેટની નોટિસ આપવામાં આવી હતી. ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષના આકારણીના ઓર્ડરમાં આ જવાબદારી ઊભી કરવામાં આવી હતી.

જોકે આ મુદ્દ તપાસ કરનાર વેટ કચેરીના અધિકારીનું કહેવું છે કે દુનિયામાં બ્રિટન સિવાયના કોઈ પણ દેશમાં કોમોડિટીના ડેરીવેટીવ્સના સોદા પર વેટ વસૂલવામાં આવતો નથી. તેથી તેના પર વેટ લાગતો નથી, તેવી ભલામણ કરીને ફાઈલને દફ્તરે કરી દીધી છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે ગુજરાતના એડવોકેટ જનરલનો આ માટે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેમણે પણ જણાવ્યું હતું કે ડેરીવેટીવ્સને પણ કોમોડિટી ગણી શકાય તેમ છે. તેના પર પણ વેટ વસૂલ કરી શકાય તેમ છે. જોકે આ વિવાદનો ઉકેલ કોર્ટમાં જઈને લાવી શકાય છે. કોર્ટ તેનો યોગ્ય ઉકેલ આપશે. બીજી તરફ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાએ પણ વેટની જવાબદારીના સંદર્ભમાં તેનો રિપોર્ટ આપ્યો હતો.

વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પણ આ સંદર્ભમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતને માથે આજે બહુ જ મોટું આર્થિક દેવું છે. આ સંજોગોમાં મહેસૂલી આવક વધારવી જરૃરી છે.કોઈપણ સંજોગોમાં મહેસૂલી આવક જતી કરી શકાય જ નહિ. વેટ ન વસૂલવાનું જણાવતો ઓર્ડર એકદમ ટૂંકો અને વેટ ન વસૂલવા માટેના પૂરતા કારણો તેમાં દર્શાવવામાં આવ્યા નહોતા.

મુંબઈ સહિત દેશના ઘણાં શહેરોમાં ઑફિસો ધરાવતી કોમોડિટીના ક્ષેત્રની કંપની અને કોમોડિટી એક્સચેન્જમાં ડેરીવેટીવ્સના સોદાઓ કરતી એક અગ્રણી પેઢી સામે અમદાવાદની વેટ કચેરીએ ડેરીવેટીવ્સના સોદા કરવા બદલ રૃા. ૩૭૮૧ કરોડની વેટની જવાબદારી ઊભી કરતાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ડેરીવેટિવ્સન જ એક કોમોડિટી ગણી લેવામા આવી છે. આ કોમોડિટીની લેવડદેવડ વેટને પાત્ર બને છે.

પાંચસો પાનાથી વધુના આ એસેસમેન્ટ ઓર્ડર તૈયાર કરવાની કવાયત કર્યા પછી એકાએક વેટ કચેરી પાણીમાં બેસી ગઈ હતી. પબ્લિક એકાઉન્ટ કમિટીના અહેવાલમાં પણ વેટ કચેરીની આ પીછેહઠ માટે ટીકા કરવામાં આવી છે. પબ્લિક એકાઉન્ટ કમિટીએ તેના અહેવાલમાં જણાવ્યું ચે કે વાજબી કારણ આપ્યા વિના જ વેટ કચેરીએ આકારણીનો ઉપરોક્ત ઓર્ડર કેમ પાછો ખેંચી લીધો? આ બાબતમાં વેટ કચેરીએ કદાચ નિષ્ણાતોના મત લીધા હશે, પરંતુ આ નિષ્ણાતોના મત મળ્યા પછી પણ સમ્યક વિચાર કર્યા વિના જ તેમણે આકારણીનો ઓર્ડર પાછો ખેંચી લીધો હોવાની લાગણી વ્યક્ત કરી છે.

નિષ્ણાતોના અભિપ્રાય પ્રતિકૂળ હોય ત્યારે તે અંગે નવેસરથી વિચારણા કરવાની જરૃર હોવાનું વેટ કચેરીએ અને નાણાં ખાતાએ ઉચિત નથી ગણ્યું તેની સામે જાહેર હિસાબ સમિતિએ પ્રશ્ન ઊઠાવ્યો છે. વેટ કચેરીના આ વલણને પરિણામે સરકારને મોટી મહેસૂલી ખોટ ગઈ છે. કોમોડિટીના ડેરીવેટીવ્સના સોદાઓ કરતી એક કંપનીને જતી કરીને ગુજરાત સરકારની વેટ કચેરીએ ભવિષ્યમાં ઘણી આવક કરવાની તક ગુમાવી દીધી છે.

કોમોડીટી ડેરીવેટીવ્સના એ ડીલરના વેચાણના સોદાઓને લગતા દસ્તાવેજો પર યોગ્ય સ્ટેમ્પ ડયૂટી ભરવામાં આવી ન હોવાનું ફલિત થતું હોય ત્યારે પણ તેની તરફ સોફ્ટ કોર્નર દાખવવો એ અધિકારી દ્વારા વધુ પડતી નિખાલસતા દાખવવામાં આવી હોવાનો નિર્દેશ આપી રહ્યો છે.

આ કંપની પેનલ્ટી અને વ્યાજ સાથે સ્ટેમ્પ ડયૂટી જમા ન કરાવે ત્યાં સુધી તેની અપીલ પણ દાખલ જ ન કરવી જોઈએ. આ રકમ જમા કરાવ્યા પછી એ કેસમાં સુનાવણી હાથ પર લઈને પછી યોગ્ય જણાય તો જ તે પાર્ટીની ફેવરમાં ઓર્ડર કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. સંબંધિત કંપનીઓ સ્ટેમ્પ ડયૂટી ભરી જ ન હોય તેવા સંજોગોમાં તેના કેસનો આગળ વધારવાનું પગલું ઉચિત ગણી શકાય તેવું જ નથી.

જાહેર હિસાબ સમિતિના અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ કેસમાં વેટની જંગી આવક થવાની સંભાવના હોવાથી સમય વેડફીને કે બેદરકારી દાખવીને સરકારે વેટની આવક જતી કરવી ન જોઈએ. સરકારે ખોટી જગ્યાએ ઉદારતા દર્શાવી હોવાની લાગણી જાહેર હિસાબ સમિતિની પણ છે.

Post Comments