Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GSTના આગમન બાદ સોનાની દાણચોરી વધશે : જૂના સોનાના વેપારને ફટકો પડશે

બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

વિશ્વ બજારમાં છેલ્લા પાંચ અઠવાડિયાથી સોનામાં મંદીનું વલણ જોવા મળે છે અને સોનું ૧૨૪૨ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવે છે. છેલ્લે ભાવો ૧૨૫૭ ડોલર રહ્યા છે.ઉપરાંત વૈશ્વિક શેર બજારો  ઘટતા ડોલર મજબૂત બનતો જાય છે તેના પરિણામે સોનાના ભાવમાં કડાકો  બોલાયો છે.

ટોકિયો સ્થિત સ્ટાન્ડર્ડ બેંકના બ્રાન્ચ મેનેજર જણાવે છે કે ડોલર થોડોક નરમ થતા સોનાને ટેકો મળે છે  અને મંદીને બ્રેક લાગી છે  ઓસીબીસીના એનાલીસ્ટ બાર્નનાસ ગાન જણાવે છે કે સોનાની ટુંકાગાળાની લેવાલીએ સોનાને સ્થિર કરી રહ્યા છે.

ડલાસના ફેડના પ્રેસીડેન્ટ રોબર્ટ કાપલાન જણાવે છે કે સોનાના ટૂંકાગાળાના સૌદા પર ફેડના વ્યાજ દર વધારાની અસર પડશે.  ઉંચા વ્યાજના દર ડોલરને મજબૂત બનાવશે અને સોનાના ભાવ પર દબાણ લાવશે ત્યારે બોન્ડના વળતર વધશે. કેનેડા સ્થિત એનાલીસ્ટ હેલી જણાવે છે કે  વૈશ્વિક ડાટાની પુરેપુરી જાણકારી ન મળતા સોનાના ભાવને કોઈ દીશા નહીં સાંપડે.

રશિયાની સોનાના અનામતમાં  ૧૭૭ ટન નો વધારોે થતા તેનું અનામત સોનું ૫૯૪ લાખ ઔંસ એટલે કે ૧૭૦૨ ટનનું થયું છે. વિશ્વ બજારમાં ફેડના વ્યાજ વધારા બાદ સોનામાં ૧.૦૨ ટકા ભાવો ઘટયા છે. સોનું ૧૨૪૨ ડોલર પ્રતિ ઔંસનો ભાવો કવોટ થાય છે. 

બીઆઈના કોમોડિટી સ્ટ્રેટેજીસ્ટ માઈક મેકગ્લોન જણાવે છે કે ફેડ કંઈ વારંવાર વ્યાજના દરમાં  વધારો નહીં કરી શકે ઉપરાંત ક્રૂડતેલ તથા ટ્રેજરી બોન્ડમાં ૧૯૮૩ના વર્ષથી વળતર ઓછું  થવા લાગ્યું છે.

રોકાણકારો છેલ્લા ૩ અઠવાડિયાથી સોનાના ભાવની બેતરફી વધઘટની ચાલે મુંઝાયા છે. સ્ટાન્ડર્ડ  ચાર્ટર્ડના એનાલીસ્ટ  કૂપર જણાવે છે જો બજારમાં આ વ્યાજ વધારાથી સોનું વધે તો સોનું  એકવાર ૧૩૦૦ ડોલર પ્રતિ ઔંસના ભાવને આંબશે બ્લુમબર્ગના રિપોર્ટ જણાવે છે કે  જાહેર ક્ષેત્રના ઈન્વેસ્ટરોએ તેઓના સોનાનું હોલ્ડિગં વધારીને  ગયે વર્ષે ૩૧૦૦૦ ટનનું દાખવ્યું  અને તેમાં ૩૭૭ ટનનો વધારો નોંધાયો અને હોલ્ડિંગ  ૧૯૯૯ના વર્ષ બાદ  સૌથી વધુ છે.

બુલિયનના ભાવો ઓગસ્ટ માસથી  ડીલીવરીમાં છેલ્લા ૪ સેશનથી મંદીનું વાતાવરણ દેખાડે છે ત્યારે પેલેડીયમના ભાવનો ઉછાળો એક ખોટો ઊભરો હતો તેવું જણાય છે. ઓટો બજારમાંચીન પેલેડીયમ  માટે મુખ્ય  બજાર હતું તે બજાર પણ હાલકડોલક થઈ રહ્યું છે.

કેપીટલ ઈકોનોમીક્સની માન્યતા કંઈક જુદુજ ચિત્ર દાખવે છે કે ફેડ   બજારની ધારણા કરતા વધુ વાર વ્યાજનો દર વધારતા સોનું  ૧૧૦૦ ડોલર પ્રતિ ઔંસની  નીચી સપાટીને આંબે ત્યારે  ટ્રમ્પ ન્યાયિક  પ્રક્રિયામાં દખલગીરી કરીને એવું શોધવા માગે છે કે નાણાકીય  વ્યવસ્થામાં  કશેક કંઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે, આવી નીતિથી લોકોમાં અવિશ્વાસ ઊભો થતા સોના પ્રત્યેનું આકર્ષણ વધશે ત્યારે દક્ષિણ આફ્રિકાની સરકારે  નવા રેગ્યુલેશનમાં જણાવ્યું છે કે દરેક સોનાની ખાણમાં સ્થાનિક કાળા લોકોની ૩૦ ટકા ભાગીદારી રહેશે તેના પરિણામેની ટીકા કરતા જણાવાયું છે કે આ કાયદાથી સોનાની ખાણમાંનું રોકાણ  ઘટી જશે અને દેશ મોટી મંદીમાં ફસાશે.

તેમા ટાન્જાનીયા પ્રેસીડેન્ટે બેરીક ગોલ્ડ જેની  પાસે અકાસીયા  ખાણનો  ૬૪ ટકા ભાગ છે તેના નાણાના  ઉપયોગ વડે ટાન્જાનીયામાં સ્મેલટર બનશે અને આકાસીયા ખાણના  શેરના ભાવો ઉછળશે. સોનાના ભાવમાં સૌ કોઈ ટુંકી મંદી પછી તેજી મૂકીને  સોનાની ૧૩૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડશે તેવું માની રહ્યા છે. તેમાં તેલના ભાવનો કડાકો  સોનાની મંદીને  ટેકો આપશે તેવું લાગે છે.

વિશ્વ બજારમાં  સોના પાછળ ચાંદીમાં પણ મંદીનું વલણ જોવા મળે છે અને ગુરૃવારે  ન્યુયોર્કના કોમેક્સ બજારમાં  સોનું ૧૨૪૨ ડોલર પ્રતિ ઔંસનો નીચો ભાવ દાખવીને પ્રતિકાર સહન કરીને સોનાને ૧૨૪૪ ડોલર પ્રતિ ઔંસની ઉપર ધકેલે છે.

ખાસ નોંધવું રહ્યું કે કિંમતી ધાતુમાં સૌથી મોટો ફટકો પડયો હોય તો  તે ચાંદીના ભાવ પર  પડયો છે. ચાંદીના ભાવમાં ૨.૯૦ ટકાનો ઘટાડો થયો ત્યારે ફંડના મેનેજરો પોતાની લાંબા ગાળાના લેણની પોઝીશનમાં ૧૦ ટકાનો ઘટાડો કરે છે અને પોતાની પોઝીશનમાં ઘટાડો નોંધાવે છે.

આ બીજા અઠવાડિયે પણ  વેપારીઓના  સર્વેક્ષણના તારણમાં ચાંદીનાં ભાવમાં મંદી દાખવે છે અને આ મંદી ડિસેમ્બર માસ પછીના ભાવમાં વધુ પ્રમાણમાં  મંદી દેખાય છે.

સ્થાનિક બજારમાં ઘરાકી સાધારણ છે પરંતું વેપારીઓને જીએસટીનો હાઉ બીક લગાડે છે અને ભવિષ્યમાં  દાગીનાનો વેપાર કેમ કરવો તેની મુંઝવણ ઊભી થઈ છે.  બુલિયનના વેપારીઓને ૩ ટકા ટેક્સ ચૂકવીને આરામથી  વેપાર કરવાનું ફાવશે. ભાવ વધે તો ઘરાકને માથે... સોનું મોઘું પડશે, માત્ર રીટર્ન  ભરવામાં કાગળીયાનું  પ્રમાણ વધી જશે પણ તેનો એકાઉન્ટ પર બીલ બનાવવાનો બોજો નાખી દેશે અને રીટર્ન ભરવા ઓવર ટાઈમ કરાવશે.

દાણચોરીના  સોનાની આવક વધશે કારણ કે ૧૦ ટકા કસ્ટમ ડયુટી અને ૩ ટકા જીએસટી  -૧૩ ટકા જેટલો ગાળો દાણચોરોને વધુ સોનું મંગાવવા  પ્રેરીત કરાશે.  ત્યારે આયાતકારોને હાજર દાણચોરીના સોના સામે હરિફાઈ કરવી પડશે.

સૌથી વધુ તકલીફ જુનું સોનું ખરીદનાર વેપારીઓને પડશે.  તેઓએ કાં તો પુરેપુરો વેપાર બે નંબરમાં  કરવો પડશે કાં સરકારી ભય હેઠળ રહીને જાુના દાગીના  ખરીદીને તેની બધી જવાબદારી નિભાવીને   વેપાર કરવો પડશે જે નાના નાના દુકાનદાર માટે મુશ્કેલ બનશે.

એંકદરે સોનાના ભાવો રૃ.૨૮૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામથી નીચે નહીં ઉતરે  પરંતુ વેપારનુ વોલ્યુમ ઘટશે તેવું જણાય છે.

સોનું વૈશ્વિક સોનાના ભાવો સાથે સાથે ડોલર રૃપિયાના વિનિમય દર પર નિર્ભરતા રાખશે. સોનું એકંદરે રૃ.૨૮૫૦૦ અને ૨૯૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ વચ્ચે  અથડાશે તેવું  લાગે છે. સ્થાનિક ચાંદી બજારમા ંછેલ્લા બે અઠવાડિયામાં ચાંદીના ભાવમાં રૃ.૧૨૦૦ પ્રતિ કિલોનું  ગાબડું પડયું છે. ચાંદીના ભાવમાં ધીમો ઘસારો  નોંધાયો છે અને ગુરૃવારે ચાંદીનો ભાવ રૃ.૩૮૮૦૦ પ્રતિ કિલો ક્વોટ થતો હતો.વૈશ્વિક ચાંદીના નીચા ભાવે સ્થાનિક બજારમાં ચાંદીની આયાતમાં વધારો થયો છે.  નીચા ભાવે  ઔદ્યોગિક ક્ષેત્રમાંથી ચાંદીની ભરપૂર ખરીદી થઈ છે. ત્યારે  વાસણ બજારમાં  નીચા ભાવે ઘરાકો ''થોભો અને નવા ભાવની વાટ જુઓ''નું વલણ અપનાવી રહ્યા છે.

આયાતકારો દરેક ભાવે ચાંદીની આયાત કરી રહ્યા છે.જાુની ચાંદીની આવક એકદમ ઘટી છે જુની  ચાંદી અને બુલીયન ચાંદી વેપારીઓ વચ્ચે  ઠંડુ યુદ્ધ જામ્યું છે.  બુલિયન ચાંદીના  વેપારીઓ ટુંકે નફો ચાંદીની  લે-વેચ કરીને ઘરાકોને ચાંદી ખરીદવા  પ્રેરણા આપે છે.શો-રૃમમાં ઘરાકી આવતા બે  મહિના ઠંડી રહેશે.ચાંદીના ભાવો રૃ.૩૭૫૦૦ અને ૩૮૯૦૦ પ્રતિ કિલો વચ્ચે કવોટ થશે. એકંદરે લાંબા ગાળે ચાંદીમાં મજબૂતાઈ રહેશે તેવું લાગે છે.

Post Comments