Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેરોજગારીમાં સતત વધારો સરકાર સામે મોટો પડકાર

- તાજા રિપોર્ટ મુજબ ૮૭૦૦૦ લોકોએ નોકરી ગુમાવી

રોજગાર અને અર્થતંત્ર એ પરસ્પર જોડાયેલા પરિબળો છે. બેરોજગારી વધે એટલે અર્થતંત્ર પર તેની પ્રતિકૂળ અસર થતી હોય છે અને જો રોજગારીમાં વધારો થાય તો તેની અર્થતંત્ર પર સાનુકૂળ અસર થતી હોય છે. ભારતમાં પણ બેરોજગારીનો મુદ્દો એક સરકાર સમક્ષ એક મોટા પડકાર સમાન મુદ્દો છે.

સરકાર છાશવારે રોજગારીની ગુલબાંગો તો પોકારતી હોય છે પણ તાજેતરમાં જ જાહેર થયેલા સરકારી આંકડા મુજબ એપ્રિલથી જૂન- ૨૦૧૭ દરમિયાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ૮૭૦૦૦ લોકોએ નોકરી ગુમાવી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા ૮૮ જેટલા આયર્નઓરના લાઇસન્સ કેન્સલ કરાતા માઇનિંગ ક્ષેત્રે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા ૬૦૦૦ લોકોની રોજગારી ઉપર ખતરો ઉભો થયો છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે મોદી સરકાર દ્વારા વણવિચાર્યા એવા નોટબંધીના પગલાના કારણે બેરોજગારીમાં તોતિંગ વધારો થયો હતો. જો કે, સરકાર તો આ મુદ્દાને પોતાની સિદ્ધિમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સરકારના નોટબંધીના તઘલખી પગલાના કારણે દેશના નાના મોટા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારના અનેક ધંધા રોજગાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. તો કેટલાક નાના ધંધાર્થીઓને તો ધંધો બંધ કરવાનો જ વારો આવ્યો હતો. આ વાસ્તવિકતાથી સરકાર વાકેફ હોવા છતાં પણ તે નોટબંધીના ગુણગાન ગાતી ફર્યા કરે છે.

નોટબંધી બાદ સરકાર દ્વારા અમલી બનાવાયેલ જીએસટી કરમાળખું પણ એક ઉતાવળિયું પગલું પુરવાર થયું છે. જીએસટીના કારણે પણ અનેક નાના ધંધાર્થીઓને અસર થઈ છે. તો બીજી તરફ જીએસટીના અમલને આજે આઠ માસ થઈ ગયા હોવા છતાં ય આજદિન સુધી તેના નેટવર્કની ખામીઓ દૂર થઈ શકી નથી. તો બીજી તરફ સરકાર દ્વારા છાશવારે વિવિધ ચીજવસ્તુઓના કરના સ્લેબમાં પણ ફેરફાર કરાયા હતા. જે પુરવાર કરે છે કે સરકાર દ્વારા ભરાયેલ આ પગલું ઉતાવળિયું છે.

આમ, સરકારના આ બે નોટબંધી અને જીએસટીના પગલાથી દેશમાં રોજગાર પર પ્રતિકૂળ અસર થવા પામી છે. આ ઉપરાંત કેટલાક નીતિ વિષયક નિર્ણયોની પણ રોજગાર પર અસર થતી હોય છે એમ કહેવું અસ્થાને નથી.

શ્રમ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલા ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણના છઠ્ઠા રાઉન્ડમાં દર્શાવ્યું હતું કે,મેન્યુફેક્ચરિંગ સેકટરમાં એપ્રિલ-જૂન વર્ષ,૨૦૧૭માં ૮૭ હજાર નોકરીઓની ખોટ નોંધાઈ હતી,જે અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણી કરતા ૧૨ હજારનો ઘટાડો દર્શાવે છે. આઠ ચાવીરૃપ ક્ષેત્રો ઉત્પાદન, બાંધકામ, વેપાર, પરિવહન, આવાસ-રેસ્ટોરન્ટ, આઈટી / બીપીઓ, શિક્ષણ અને આરોગ્યમાં એકંદરે રોજગારી અગાઉના ત્રિમાસિક ગાળા દરમિયાન ૬૪ હજાર નોકરીઓનો ઉમેરો થયો છે,આ ઉમેરો ત્રીજા ક્વારટરમાં ધીમા દરે થયો હતો.

આ મુદ્દાની બીજી તરફ સુપ્રિમ કોર્ટ દ્વારા ૮૮ આયર્ન ઓરના લાઇસન્સ કેન્સલ કરાયાના પગલે પણ ૬૦,૦૦૦ લોકોની રોજગારી પર ખતરો તો ઉભો થયો છે તો બીજી તરફ આ મુદ્દાને લઈને અન્ય કેટલીક પ્રતિકૂળતાઓનું પણ સર્જન થશે. માઇનિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ વર્તુળોના જણાવ્યા મુજબ ગોવા ખાતે માઈનિંગ કાર્ય બંધ થતા પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે ૬૦,૦૦૦ લોકોની રોજગારી ખતરામાં છે આ ઉપરાંત કેટલાક પરિવારો ઉપર વિવિધ પ્રકારની લોન અને ઋણના બોજમાં વધારો થઈ રહ્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટે ૮૮ આયર્ન ઓરના લાયસન્સ કેન્સલ કર્યા હતાં જ્યારે ૧૬ માર્ચ સુધી કેટલાક લીઝ હોલ્ડરોને ફરી લીઝ માટે અપ્લાય કરવાનું જણાવવામાં આવ્યુ છે. માઈનિંગનું કાર્ય બંધ થતા ટેકનિકલની સાથે આર્થિક અવરોધોનું નિર્માણ થશે.

ખાણકામ બંધ થતા લોન ડિફોલ્ટ્સનુ જોખમ વધી જશે કારણે ધિરાણની રકમ જે વ્યક્તિ અથવા કંપનીને આપી હશે તેની કમાણી બંધ અથવા ઘટાડો થવાની સંભાવના છે જેનાથી લોન ડિફોલ્ટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ગોવાની જીડીપીમાં માઈનિંગ અને તેના લાગતા કામનો ૧૦થી ૧ર ટકા હિસ્સો છે.

Post Comments