Breaking News
*** કેજરીવાલને હંફાવવા ભાજપના ટોચના નેતાઓ રણમેદાનમાં *** વિદેશ સચિવની ઓચિંતી હકાલપટ્ટી અંગે કોંગ્રેસે મોદીના ખુલાસાની માંગ કરી *** કાશ્મીર ખીણમાં ફરી બરફવર્ષા ***ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં *** જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને બીજીપી ઝડપથી સરકાર રચે તેવા સંકેત

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનાક્ષી સિંહા : પુષ્ટ કાયાને કસી કસીને બની પાતળી પરમાર

મૂળ વજન કરતાં ૩૦ કિલો ચરબી ઉતારીને બોલીવૂડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી સોનાક્ષી સિંહાની કાયા હિન્દી ફિલ્મોની પ્રથમ હરોળની અન્ય અદાકારાઓ જેટલી પાતળી ક્યારેય નહોતી. આમ છતાં આજની તારીખમાં તેને જોનાર અચૂક ફરી એક વખત આંખો ચોળીને જોઈ લે. વાસ્તવમાં તે હમણાં ખરેખર એટલી પાતળી થઈ ગઈ છે કે પહેલી નજરે વિશ્વાસ ન આવે. અભિનેત્રી પોતે પણ કહે છે કે  અગાઉ મારી કાયા આટલી એકવડી ક્યારેય નહોતી. અભિનેત્રી હમણાં હમણાં અત્યંત તેજસ્વી દેખાય છે.
તેની કારકિર્દીની વાત કરીએ તો આરંભથી કરીને અત્યાર સુધી, તેની બધી ફિલ્મો એકદમ સફળ રહી છે અને આ સફળતાને પગલે તેની જાહેરખબરોની યાદી પણ લંબાતી જાય છે. હમણાં તે 'એક્શન જેક્સન', 'તેવર'નું શૂટિંગ કરી રહી છે અને ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે શૂટિંગ શરૃ કરશે. તે કહે છે કે મારું જીવન એકદમ સરસ રીતે ચાલી રહ્યું છે.
અભિનેત્રી પોતાના આજના સ્લીમ-ટ્રીમ ફિગર વિશે કહે છે કે અગાઉ હું વર્કઆઉટ કરવા પ્રત્યે અત્યંત બેદરકાર હતી. સાંજે ઘરે આવ્યા પછી મને થતું કે  આટલું બધું કામ કર્યા બાદ કસરત નથી કરવી. પણ પછી ગયા વર્ષના નવેમ્બર મહિનામાં મેં નિયમિત રીતે જીમમાં જવાનો નિર્ધાર કરી લીધો  અને પરિણામ તમારી સામે છે. અલબત્ત, મને પણ મારું શરીર હળવું ફૂલ લાગે છે. વજન ઉતાર્યા છતાં મારા અંગ-ઉપાંગોના વળાંક મેં જાળવી રાખ્યાં છે. પણ હવે હું બધી જાતના વસ્ત્રો પહેરી શકું છું.
જોકે સોનાક્ષી એમ નથી માનતી કે તેનો માંસલ દેહ ક્યારેય તેના માટે અડચણરૃપ બન્યો છે. તે કહે છે કે મેં  મારી પુષ્ટ કાયા સાથે ત્રણ વર્ષમાં ૧૨ ફિલ્મો કરી છે અને તેને માટે એકવડો બાંધો નહીં, ભરપૂર આત્મવિશ્વાસ કામ આવે.
અદાકારાને 'લૂટેરે' ફિલ્મના તેના અભિનય માટે ભારે ગર્વ છે. તે કહે છે કે 'દબંગ'માં  મેં જે સરળ યુવતીની ભૂમિકા ભજવી હતી તે જોયા પછી કોઈ માની ન શકે કે હું 'લૂટેરે' જેવો રોલ પણ કરી શકું. વાસ્તવમાં વિક્રમાદિત્ય મોટવાણીએ મારી અંદર રહેલી આ ક્ષમતા બહાર લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ ફિલ્મ ભારે પ્રશંસા પણ પામી હતી. આમ છતાં મને એ વાતનો અફસોસ જરૃર છે કે  નોમિનેશન વખતે વિક્રમાદિત્ય મોટવાણી, રણવીર સિંહ કે સંગીતકાર અમિત ત્રિવેદીની કોઈએ કદર ન કરી.
સોનાક્ષી તેની ફિલ્મ 'તેવર' વિશે કહે છે તેમાં છોકરો છોકરીને મળે છે અને તેમની વચ્ચે પ્રણય પાંગરે છે એવી લવ સ્ટોરી છે. જ્યારે 'જેક્સન એક્શન'  અને 'હોલિડે' એવી ફિલ્મો છે જે મને કરવી અને જોવી બેઉ ગમે. અલબત્ત,  મને સ્ત્રીપ્રધાન ફિલ્મો કરવાનું વધુ ગમે અને સદનસીબે હમણાં મને આવી ત્રણ ફિલ્મોની ઓફર થઈ છે. બસ, મને તેમાંથી કઈ ફિલ્મ લેવી તે જોવાનું છે. બાકી ફિલ્મની પસંદગી કરતી વખતે હું  મારા પરિવારજનો તેમ જ મેનેજરનો મત લઉં છું. જોકે બધાએ મને 'લૂટેરે'માં કામ કરવાની ના પાડી હતી. પણ  મારો અંતરાત્મા કહેતો હતો કે મારે આ ફિલ્મ કરવી જોઈએ. અને મેં તે કરી. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારા આપ્તજનો  મારા ઉપર ગર્વ  અનુભવે.
બોલીવૂડની મોટાભાગની, ખાસ કરીને પ્રથમ હરોળની અદાકારાઓ એકબીજા સાથે સ્પર્ધા કરતી જોવા મળે છે. અન્ય અભિનેત્રીઓની સફળતા પચાવવી તેમના માટે  આકરી પુરવાર થાય છે. પરંતુ સોનાક્ષી તેમાંથી બાકાત છે. તે કહે છે કે જો અન્ય કોઈ અભિનેત્રી સફળ થાય તો મને આનંદ થાય છે. અલબત્ત, કોણ કેટલું સફળ થયું તેના ઉપર નિગરાની રાખવાની મને ટેવ નથી. હું મારા કામ સાથે કામ રાખું છું. હા, બોલીવૂડમાં કેટલાંક વાંકદેખા લોકો મારી ટીકા કરે છે. પણ હું તેમને જવાબ નથી આપતી. હું તેમની વાતો પ્રત્યે બહેરી બની જાઉં છું. તેમને જવાબ આપવાની આ રીત જ મને જડબેસલાક લાગે છે.
અભિનેત્રીનું ફેન ફોલોઅર્સ જબરદસ્ત છે. તેને નિયમિત રીતે હજારો ટ્વીટ મળે છે. તેના એક પ્રશંસકે તેને ૧૦૦૦ ટ્વીટ મોકલી હતી. સોનાક્ષી કહે છે કે પ્રશંસકોનો આ પ્રેમ મને અભિભૂત કરી દે છે. પણ વાસ્તવિક જીવનમાં હું બહુ રમૂજી છું. હું ભાગ્યે જ ક્યારેક ગંભીર થાઉં છું. હું મારી જાત પર જોક કરી શકું છું. મને સેટ પર જવું, લોકોને મળવું બહુ ગમે છે. જોકે આનો અર્થ એવો નથી થતો કે લોકોના ટોળાં મને ઘેરી વળે તે મને ગમે. પણ મને મારા મિત્રોને મળવું બહુ ગમે છે. મારા મોટાભાગના મિત્રો બોલીવૂડમાંથી નથી.
અભિનેત્રીને ક્યારેક એમ પણ લાગે છે કે તે કોઈ સામાન્ય યુવતી જેવું જીવન નથી જીવી શકતી. પણ આ બાબતે તેને કોઈ ફરિયાદ નથી. તે કહે છે કે હમણાં હું જે છું તેનાથી બહુ ખુશ છું. હા, મારા  જીવનમાં કોઈ પુરૃષ નથી. પરંતુ મારા નસીબમાં જ્યારે કોઈનો પ્રેમ લખાયેલો હશે ત્યારે તે મને અચૂક મળશે. સોનાક્ષી દ્રઢપણે  માને છે કે બોલીવૂડ તેના માટે પાઠશાળા છે અને તેમાં તે રોજ કાંઈક નવું શીખે છે. તેને હૃતિક રોશન અને રણબીર કપૂર સાથે કામ કરવાની બહુ ઈચ્છા છે. જોકે તે કહે છે કે બાકી અભિનય એ અભિનય હોય છે. તમે કોઈપણ કલાકાર સાથે કામ કરો. પણ તમારા કામમાં દમ હોવો જોઈએ. મને મારા સંવાદો પર બહુ ગર્વ છે. તેવી જ રીતે મને મારા અંગવળાંકો પણ બહુ ગમે છે. અગાઉ મને ૧૦૦ કરોડની ક્લબનું ઘેલું હતું. પણ હવે નથી.

Post Comments