Breaking News
*** મોદીની સિધ્ધિ ઃ ભારત-અમેરિકા પરમાણુ કરાર સંપન્ન *** મોદીએ ઓબામાને ભેટીને આવકાર્યા, ચર્ચા વખતે ચા બનાવી આપી *** ઓબામા નમસ્તે સાથે બોલ્યા ઃ અસાધારણ આતિથ્ય બદલ આભારી છું *** ઓબામા સાથે ગુફ્તેગુ દરમિયાન મોદી ઉવાચ ઃ રાઝ કો રાઝ હી રહને દો *** પૂજા ઠાકુર ઇન્ટર સર્વિસીસ ગોર્ડ ઓફ ઓનરનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા *** ગાંધીજીના વિચારો વિશ્વને મળેલી અણમોલ ભેટ ઃ બરાક ઓબામા ***

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતા પુરી : યોગ્ય ભૂમિકાની રાહ જોઈ રહી છે

- સોનમ કપૂર સાથે ઓડિશન આપ્યું ત્યારે હું નર્વસ નહોતી. પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન મને તકલીફ થઈ હતી. મારું હિન્દી ખરાબ હતું અને રિયલ લાઇફમાં હું હરિયાણાની યુવતી જેવી નથી. એટલે મને ડર હતો કે પ્રેક્ષકો મને સ્વીકારશે કે નહીં

'આયેશા' ફિલ્મ દ્વારા રૃપેરી પડદે પદાર્પણ કરનારી અમૃતા પુરી સાદગીસભર સૌંદર્ય ધરાવતી મીઠડી યુવતી છે. અમૃતાના પિતા આદિત્ય પુરી એચડીએફસી બેંકના વડા છે.' મારે તો પહેલેથી ફિલ્મોમાં જ અભિનય કરવો હતો. પરંતુ વિવિધ કારણોસર હું પહેલેથી આ ક્ષેત્રે પ્રવેશી ન શકી. એક્ટિંગ એક મુશ્કેલ પ્રોફેશન છે. વળી મારા પરિવારમાં બધા બેંકર અને લોયર (વકીલ) છે. આથી હું ફિલ્મક્ષેત્ર સાથે જોડાઉં તે વાતે મારા પિતા નાખુશ હતા' એમ અમૃતાએ કહ્યું હતું.
અમૃતાએ એક એડ એજન્સીમાં કોપીરાઇટર તરીકે જોડાઈને કારકિર્દીનો આરંભ કર્યો હતો. આ સાથે જ નાટકોમાં અભિનય કરી પોતાનો એક્ટિંગનો શોખ તે પૂરો કરતી હતી. 'છેવટે મેં મારા પિતાને કહી દીધું કે જો હું ફિલ્મમાં અભિનય કર્યા વગર મરી જઈશ તો મારું જીવન અધૂરું રહેશે. મારે આ માટે પુનર્જન્મ લેવો પડશે.' એમ કહી અમૃતાએ ઉમેર્યું કે તેણે પિતાને મનાવવા તમામ 'ફિલ્મી-ડ્રામા'નો ઉપયોગ કર્યો હતો. આથી તેના પિતાએ છેવટે ફિલ્મોમાં અભિનય કરવાની મંજૂરી આપી દીધી હતી.
પિતા પાસેથી ફિલ્મમાં અભિનય કરવાની મંજૂરી મેળવ્યા પછી અમૃતાએ મોડેલિંગ એસાઇન્મેન્ટ કર્યા અને ફિલ્મના ઓડિશન માટે જવા લાગી. ઘણી જાણીતી બ્રાન્ડની જાહેરખબરમાં ચમકીને અમૃતા ટીવી પર મોડેલ તરીકે જાણીતી બની ગઈ હતી. આ દરમિયાન તે દિગ્દર્શકો અને નિર્માતાઓને મળતી પણ હતી. 'આ અત્યંત કપરો સમય હતો. હું ઘણાને મળતી હતી પરંતુ સફળતા મળતી નહોતી. આથી છેવટે મેં ફિલ્મમાં અભિનય કરવાનું માંડી વાળવાનું વિચાર્યું હતું. પણ બરોબર, તે જ વખતે મને 'આયેશા'ના ઓડિશન માટે બોલાવવામાં આવી હતી,' એમ અમૃતાએ જણાવ્યું હતું.
જોકે જ્યારે અમૃતાને ખબર પડી કે તેણે ફિલ્મમાં ગામડામાં રહેતી બહેનજી જેવી યુવતીની ભૂમિકા ભજવવાની છે ત્યારે તેણે તે પાત્ર ભજવવાનો ઇન્કાર કર્યો હતો. આથી કાસ્ટિંગ ડિરેક્ટર અમૃતા સેહગલે તેની સામે વેધક નજરે જોઈ તેને પોતાની સામે બેસાડી અને તેને સમજાવી હતી. 'શું તને એમ છે કે તને કોઈ બ્લોકબ્સટર ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા મળશે? તું અભિનેત્રી તરીકે ગ્લેમરસ ભૂમિકા કે તારી અભિનય પ્રતિભા દર્શાવી શકે તેવું પાત્ર શોધી રહી છે? મને ખબર છે કે તું આ સંવાદ મોઢે કરીને બે દિવસમાં ઓડિશન માટે આવીશ' અમૃતા સહેગલની આવી વાતો સાંભળી અભિનેત્રી અમૃતા ખરેખર ડરી ગઈ હતી. અને બીજે દિવસે ઓડિશન માટે પહોંચી ગઈ હતી. જોકે આજે અભિનેત્રી કાસ્ટિંગ ડિરેક્ટર અમૃતાનો આભાર માને છે. કારણ કે આ ફિલ્મે તેનું જીવન બદલાવી નાખ્યું છે.
અમૃતા કબૂલે છે કે 'આયેશા'ની આ ભૂમિકા તેની કારકિર્દીને કઈ રીતે મદદરૃપ થશે તે વાતથી તે પોતે અજાણ હતી. પરંતુ તે એક સીધીસાદી યુવતીની ઇમેજમાં બંધાઈ જશે કે કેમ તે વાતનો તેને ડર હતો, 'મને તે ફેન્ટાસ્ટિક બ્રેક લાગતો નહોતો. સોનમ કપૂર સાથે ઓડિશન આપ્યું ત્યારે હું નર્વસ નહોતી. પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન મને તકલીફ થઈ હતી. મારું હિન્દી ખરાબ હતું અને રિયલ લાઇફમાં હું હરિયાણાની યુવતી જેવી નથી. એટલે મને ડર હતો કે પ્રેક્ષકો મને સ્વીકારશે કે નહીં' એવું અમૃતાએ કબૂલ્યું હતું.
જોકે 'આયેશા'માં અમૃતાએ કરેલા અભિનયની પ્રશંસા થઈ હતી. કેટલાક સમીક્ષકોએ તો તેને 'સ્ટાર ઓફ ધ શો' કહી હતી. લોકોની પ્રતિક્રિયા જાણી હું આભમાં વિહરવા લાગી હતી. જોકે પ્રિમિયર સુધી મે ફિલ્મને જોઈ નહોતી. આથી મને મારા અભિનય વિશે ત્યાં સુધી કશી જાણ નહોતી. તેમ છતાં મારી પ્રશંસા સાંભળી હું ગર્વ અનુભવતી હતી. આ પરિણામની મેં આશા રાખી નહોતી.' એવું અમૃતાએ કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે એવોર્ડ સમારંભમાં અમૃતાને 'શ્રેષ્ઠ નવોદિત' અને 'શ્રેષ્ઠ ચરિત્ર' અભિનેત્રીની શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવી હતી.
જોકે 'આયેશા' પછી અમૃતાએ હજુ સુધી એકપણ ફિલ્મ સાઇન કરી નથી. તે ઉતાવળે કે કારકિર્દી ઘડવા માટે ગમે તે ફિલ્મ સાઇન કરવા તૈયાર નથી.' તે ભૂમિકા ખરેખર સુંદર હતી અને તેમાં મને અભિનય દર્શાવવાની તક મળી હતી. હવે તે પ્રકારની ભૂમિકા મેળવવી મુશ્કેલ છે. મારે મારા પહેલાં અનુભવ જેવી જ બીજી ફિલ્મ જોઈએ છે. અને હું તેની રાહ જોઈ રહી છું. ત્યાં સુધી જાહેરખબર અને નાટકોમાં અભિનય કરવાનું ચાલુ રાખીશ.' એવું અમૃતાએ સંતોષભર્યા સ્મિત સાથે કહ્યું હતું.

Post Comments