Breaking News
.

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાત્રની માગ હોય તો કેમેરા સામે નગ્ન થવાનો જરાય છોછ નથી ઃરણવીર સિંહ

બિન ફિલ્મી પરિવારમાંથી આવતા કોઈપણ કલાકાર માટે બોલીવૂડમાં પગપેસારો કરવો  અને પગ રાખવા જેટલી જગ્યા મળે પછી પોતાનું સ્થાન નિશ્ચિત કરવું લોઢાના ચણા ચાવવા જેવું કઠિન હોય છે. પરંતુ આજની તારીખમાં ઘણાં કલાકારોએ પોતાની અભિનય ક્ષમતાના જોરે થોડાં વર્ષમાં જ ઘણાં નામ-દામ હાંસલ કરી લીધાં છે. અભિનેતા રણવીર સિંહનું નામ આવા કલાકારોની યાદીમાં આવે છે. ચાર વર્ષ જેટલા ટૂંકા સમયમાં અભિનેતાએ સારું કાઠું કાઢ્યું છે. જોકે આરંભના તબક્કામાં તે ખાસ્સો મૂંઝાયો પણ હતો.
રણવીર કહે છે કે પહેલા વર્ષે તો મને સમજ જ નહોતી પડતી કે શું કરવું અને કેવી રીતે કરવું? બીજા વર્ષે પણ આ પરિસ્થિતિમાં ઝાઝો ફરક નહોતા પડયો. હું પ્રખ્યાત લોકો સાથે વાત નહોતો કરી શકતો.  મને સમજ નહોતી પડતી કે તેમને શું કહેવું. પછી હું ધીમે ધીમે ટેવાતો ગયો. અને હવે હું બધા સાથે નિઃસંકોચપણે વાત કરી શકું છું. બિલકુલ શબ્દો ચોર્યા વિના અને ૯૦ ટકા  ઈમાનદારીથી. બાકી ૧૦ ટકા તો ગોળ ગોળ વાત કરવી જ પડે. માત્ર ફિલ્મોદ્યોગમાં જ નહીં, બધા ક્ષેત્રે. બાકી ચાર વર્ષમાં મારી ફિલ્મો સફળ થવા સાથે મારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થઈ છે. હું ધીમે ધીમે પબ્લિક ફિગર પણ બની રહ્યો છું.
અભિનેતા કહે છે કે વર્ષો વિતવા સાથે ફિલ્મોદ્યોગમાં મારું મિત્રવર્તુળ વિસ્તર્યું છે. આજે બોલીવૂડમાં ઘણાં લોકો સાથે મને બહુ સારી મૈત્રી છે. આમ છતાં હું મૂળભૂત રીતે ફિલ્મોદ્યોગની વ્યક્તિ નથી. હા, મુંબઈમાં જન્મીને આ મહાનગરમાં જ ઉછર્યો હોવાથી હું થોડાં ઘણાં લોકોને ઓળખું છું. આમ છતાં હું દ્રઢપણે માનું છું કે હું ફિલ્મોદ્યોગની બહારની વ્યક્તિ છું.
અભિનેતાની ચીલો ચાતરીને વિચારવાની પદ્ધતિ  એક કોન્ડોમની જાહેરાત પરથી પુરવાર થાય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ એડવર્ટાઈઝ તેણે જે તે કંપની પાસેથી સામે ચાલીને માગી હતી. રણવીર કહે છે કે એક વખત હું ઉત્તર ભારતમાં પ્રવાસ કરતો હતો ત્યારે મેં ઠેકઠેકાણે કંઈ કેટલીય જાહેરાતો જોઈ. તે વખતે મને વિચાર  આવ્યો કે આ દેશમાં આટલી બધી વસ્તુઓની જાહેરાતો થાય છે. આપણા દેશમાં સંસર્ગજન્ય રોગોથી અગણિત લોકો પીડાય છે. તોય કોઈ કોન્ડોમની એડ કેમ નથી કરતું? અને આ વિચાર સાથે જ તેણે પોતાની ટીમને એક કોન્ડોમ કંપનીનો સંપર્ક કરવા કહ્યું. ત્યાર બાદ આ કંપનીને પણ તેનો વિચાર ગમ્યો અને રણવીરે આ જાહેરાતમાં કામ કર્યું. તે કહે છે કે મેં તેમાં કામ તો કરી લીધું પણ પછી મને થયું કે લોકો કોને ખબર કેવો પ્રતિભાવ આપશે. પણ મારા આશ્ચર્ય વચ્ચે આ જાહેરાત માટે મને એક હીટ ફિલ્મ જેવો પ્રતિસાદ મળ્યો.
રણવીર સામે ચાલીને આવી એડમાં કામ કરી શક્યો તેનું કારણ જણાવતા કહે છે કે હું સંબંધિત કોન્ડોમ કેટલાંય વર્ષથી ઉપયોગમાં લઉં છું. હું અમેરિકામાં રહ્યો છું તેથી મને સેક્સનો છોછ ક્યારેય નથી રહ્યો. બલ્કે અન્ય યુવકોની તુલનામાં બહુ નાની વયથી હું સેક્સ માણતો આવ્યો છું.
અભિનેતાને નગ્નતાનો પણ કોઈ છોછ નથી. તે કહે છે કે જો હું દર્શકો સામે હૈયું ખોલીને હસી-રડી શકું તો નગ્ન કેમ ન થઈ શકું? જો પાત્રની માગ હોય, સારા દિગ્દર્શક હોય અને તેઓ  મારા ગળે એ વાત ઉતારી શકે કે કેમેરા સામે કપડાં ઉતારીને ઊભા રહેવું ખરેખર જરૃરી છે તો મને તેનો કોઈ છોછ ન થાય. વળી મેં મારા ફિગરને એટલી સરસ રીતે જાળવ્યું છે, તેને સુદ્રઢ અને આકર્ષક  આકારમાં રાખ્યું છે કે તે ઉઘાડું દેખાય તોય શરમ ન આવે.
અભિનેતા સોશ્યલ મિડિયાનો બખૂબી ઉપયોગ કરી જાણે છે. તે કહે છે કે મને મોટાભાગે,  એટલે કે ૯૦ ટકા ટાઈમલાઈન સકારાત્મક આવે છે. પણ જો  નકારાત્મક  આવે તો તેને હું ગણકાર્યા વિના બ્લોક કરી દઉં છું. નકારાત્મક સાથે હું કોઈ સંબંધ રાખવા નથી માગતો.
 

Post Comments