Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

ન્યૂયરમાં 'પાર્ટીય' ઝૂમતા પાર્ટી ધૂમતા પાર્ટી અને ચૂમતા પાર્ટી

મેરી ક્રિસમસ તેરી ક્રિસમસ.... મેરી ક્રિસમસ તેરી ક્રિસમસ... ગયું આખું અઠવાડિયું સહુ નાતાલના તાલમાં ઝૂમતા જોવા મળ્યા.  ભારતીય જનતાને જાણે પાર્ટી  પાર્ટી જ થઈ ગઈ.

પથુકાકા તો વિતેલા વર્ષ દરમિયાન નોટબંધી અને જીએસટીની બલિહારીને કોસતા કોસતા ૨૦૧૭ને માટે એક  જ પંચલાઈન સંભળાવતા ફરતા હતા કે સત્તર ખાંડ પત્તર ભલભલાના ઊડી ગયા છત્તર...

મેં કાકાને પૂછ્યું કે આપણે ત્યાં તો પોલિટિકલ  પાર્ટીનો રાફડો ફાટયો છે  રાફડો. પણ જ્યાં કોઈ જાતના ભેદભાવ વિના સહુ હળેમળે ને પછી ઢળે એવી કઈ પાર્ટી છે ખબર છે ને? કોકટેલ પાર્ટી.

પથુકાકા આ સાંભળતાની સાથે જ ખુરશી પરથી અડધા ઊભા થઈને બોલ્યા અરે, તેં સારૃં યાદ આપ્યું. અમારા સિનીયર સિટીઝન ગુ્રપે પણ  ન્યુ યરની પાર્ટી ગોઠવી છે પાર્ટી. હું અને તારી (હો) બાળાકાકી પણ જવાના  છીએ, તું પણ આવજે તો ખરો? જુવાનિયાઓ પાર્ટીમાં જલસા કરે તો અમે બુઢાઓએ શું ગુનો કર્યો છે કે પાર્ટી ન કરીએ?

આમેય કોકટેલ પાર્ટી સિવાયની પાર્ટીમાં   પણ બુઢાઓની જ બોલબાલા  હોય છેને?  નવા વર્ષે એક દિવસ અમેય કેમ મિજબાનીના પ્રાણી ન બનીએ?' મેં નવાઈભેર પૂછ્યું કે 'મિજબાનીના પ્રાણી એટલે વળી શું?' કાકા બોલ્યા એટલુંય નથી સમજ્તો? મિજબાનીના પ્રાણી એટલે પાર્ટી એનિમલ... કોકટેલ પાર્ટીમાં તે જોયું છેને કે નશો ચડે પછી ઘણાંખરા એનિમલ જેવો જ વર્તાવ કરે છે.

હસતા જાય અને ભસતા જાય અને એકમેકને કસતા જાય કાં છીંકોટા નાખતા ખસતા જાય.  એમાં જો કોઈ શિકાર મળી જાય તો પત્યું. એટલે તો આવા પાર્ટી એનિમલોને  હું કાયમ કહેતો ફરૃં  છું કે નશો ભલે કરો પણ શો-ન કરો. બાકી તો મન  ડોલે મેરા તન ડોલે... અને પીયક્કડો ચડે ચકડોળે...

મેં પૂછયું 'કાકા તમારી સિનિયર સિટીઝનોની પાર્ટીમાં હું  કેવી રીતે આવું? મારી હજી ક્યાં ઉમર થઈ છે?' પથુકાકા બોલ્યા અરે યાર... દિલથી બુઢા થઈ જવાનું  સમજ્યો? અને ડોશીઓને જોઈને ગાવાનું 'ડોશી' તારોં કા ઝમી પર હૈ મિલન આજ કી રાત... આજ કી રાત...

વળી મેં પૂછ્યું કેં 'કાકા એમ નહીં સિનિયર સિટીઝનની કંઈ ઓળખ તો  આપવી પડેને?' કાકાએ તરત જ ખિસ્સામાંથી સ્ટીલની સીટી કાઢીને  મને આપતાં કહ્યું કે  જ્યાં પાર્ટી છે એ હોલના દરવાજે જઈને તારે (કૂકરની જેમં) સીટી વગાડવાની એટલે ગેટકિપર સમજી જશે કે  તું પણ સિનિયર સિટીઝન છે. ઓલું ગીત છેને ગમ જબ સતાયે સીટી બજાના... પર મશ્કરે સે દિલ ના લગાના... આવી રીતે સીટી વગાડી વગાડીને તારા  જેવાં કેટલાંક 'સીટીઝનોએ જ કૈંક કૌભાંડોનો  પર્દાફાશ કર્યો છેને?' મેં કહ્યું 'કાકા તમે કોની વાત કરો છો' કાકાએ જવાબ આપ્યો વ્હીસલ-બ્લોઅરની પડી સમજ?  તું આવજે તો ખરો જરા મસ્તી કરશું મોજ કરશું.'

નવા વર્ષની સિનિયર સિટિઝનોની પાર્ટીમાં હું પહોંચી ગયો. પથુકાકા એમના લગ્ન વખતનો ટાઈટમટાઈટ સૂટ પહેરીને આવ્યા હતા. (હો) બાળાકાકીએ રાણી એલિઝાબેથ જેવો લાંબો ગાઉન પહેર્યો હતો. મેરા ગાંવ મેરા દેશ ફિલ્મના ટાઈટલને  જરા ફેરવીન ે કહેવું હોય તો કહી શકાય કે મેરા ગાઉન મેરા ડ્રેસ.

મંચ પરથી જાહેરાત થઈ કે બોલ-ડાન્સ માટે સિનિયર સિટીઝન કપલ ગોેઠવાઈ જાય. મ્યુઝિક શરૃ થતાની સાથે જ સહુએ ડાન્સ શરૃ કરવાનો. પથુકાકાએ મારા કાનમાં કહ્યું કે આ તારી કાકી આખો દિવસ બોલબોલ કરીને મને ડાન્સ કરાવે છે, આજે  એની ભેગા જાહેરમાં બોલ-ડાન્સ કરવાનો? મેં નાક ઉપર આંગળી રાખી કાકાને ચૂપ રહેવા ઈશારો કર્યો.

મ્યુઝિક શરૃ થયું જીના યહાં મરના હાં ઈસકે સીવા જાના કહાં... હું દૂર ઊભો રહીને કાકા-કાકીનાન્બોલ-ડાન્સ જોતો હતો. એમાં જ્યારે પેલી કડી આવી ઈસકે સીવા જાના કહાં... ત્યારે કાકાએ લુચ્ચું હસી કાકીની તરફ ઈશારો કર્યો કે ''ઈસકે સીવા'' જાના કહાં... એક સિત્તેર વટાવી ગયેલા ડોસા ડોશી તો એકમેકના ગળામાં હાથ વિંટાળી એવાં તાલબદ્ધ નાચતા હતા કે મને તો પેલી કહેવત છે ને કે ભગવાને દાંત આપ્યા છે તો ચવાણું પણ આપશે... એ ફેરવીને કહેવાનું મન થયું કે ભગવાને પગ આપ્યા  છે તો નાચવાનું પણ આપશે. ''ભગવાને'' અને  બીજા એક ડોશીમાં સાંધાનો દુખાવો ભૂલીને  બોલ ડાન્સ કરતી વખતે  શરીરને  એવી રીતે  ઊંચા-નીચા કરતા હતા જાણે ગામડામાં  પાણની ડંકી ચાલતી હોય એવું લાગે. અડધી કલાકનો બોલ-ડાન્સ પૂરો થયો સહુએ તાળીઓના ગડગડાટ સાથે સિનિયરોને  વધાવ્યા.  

નાચવાનું પૂરૃં થયા પછી, બુફે ડિનર શરૃ થયું. બાર બારોબાર રાખ્યો હતો. પણ બારની ઉપર હિન્દીમાં મોટા અક્ષરે 'શરાબ' લખ્યું હતું એમાં 'શ' અક્ષર પર ચોકડી મારી હતી. મેં અને કાકાએ બાર કાઉન્ટર  પર જઈને પૂછ્યું કે આ શું છે? બારમેને બોર્ડ તરફ ઈશારો કરી સમજાવ્યું કે સિનિયર સિટીઝનો માટે શરાબ નહી પણ રાબ રાખી છે  મે અને કાકાએ વિલેમોઢે સૂંઠવાળી રાબ પીધી અને કાકીને પીવડાવી.

દૂર એક કાઉન્ટર પર  મોટા અક્ષરે લખેલું બોર્ડ વાંચી કાકાના મોઢામાં ઝણઝણાટી થઈ. બોર્ડ ઉપર લખ્યું હતું પબ અમે બંને નજીક ગયા ત્યારે ભ્રમ ભાંગી ગયો. કારણ કે પ અને બની વચ્ચે સાવ નાના અક્ષરમાં 'ર' લખ્યું હતું એટલે 'પબ' નહીં 'પ-ર-બ'. એટલે અમે બેઉ પાણીૂ પી ગળું ભીનું કરી પાછા વળ્યા. ગ્રાઉન્ડમાં બુફેની શરૃઆત થઈ ઘરડા-બુઢ્ઢા સભ્યો હાથમાં ડિશ પકડી લાંબો  સમય ઊભા ન રહી શકે એટલે ખુરશીઓ પણ રાખવામાં આવી હતી.

  મોડું બહું થઈ ગયું એમાં (હો) બાળાકાકીની કમાન છટકી, એટલે ડિશ લઈ દૂરના છેડે જઈ ખુરશીમાં એકલા એકલા બેસી જમવા માંડયા. સામે છેડે કાકા બેઠા. તત્કાળ છૂટા-છેડા જેવો સીન હતો.  કેટરર્સે રાખેલી કન્યાઓ એક સરખા રંગના સ્કર્ટ અને ટોપ પહેરી  સહુની ખાતરબરદાસ્ત કરતી ફરતી હતી.

આમાં એક કન્યાએ દૂર એકલા બેસી જમતા કાકાની નજીક જઈ વાંકા વળી ખૂબ જ વિવેકથી અને મીઠાશથી પૂછ્યું 'કાકા, શું આપું?' કાકા કહે 'કંપની'  સ્માર્ટ કન્યા રંગીલા કાકાનો ઈરાદો સમજી ગઈ, એટલે દૂર બેઠેલા કાકીને હાથ ઝાલી દોેરીને નજીક લઈ આવી અને ખુરશીમાં બેસાડી ખડખડાટ હસીને બોલી 'કાકા આ લ્યો તમારી કંપની.' કાકા ઘૂંઘવાઈને બોલ્યા 'આ કંપની તો ક્યારની ફડચામાં ગઈ છે. આ નથી કંપની આ તો પ્રોડકટ છે ધરતી-કંપની.

જોક-ટેલ કે ફોક ટેલજેવી આ કહેવાતી  કોક-ટેલમાંથી હું અને કાકા-કાકી બહાર નીકળી ટેક્સીમાં  બેસી ઘર તરફ જવા નીકળ્યા ત્યાં પરોઢ થવા આવ્યું હતું. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં જુવાનિયાઓ અને જુવાનડીઓ નશામાં ઝૂમતા, ધૂમતા અને એકબીજાને ચૂમતા જોવા મળ્યા. આ જોઈ કાકાથી રહેવાયું નહીં એટલે ઉભરો ઠાલવતા બોલી ઊઠયા 'જુઓ નવા જમાનાની ભારતીય નહીં એવી 'પાર્ટીય' ઝૂમતા પાર્ટી... ધૂમતા પાર્ટી અને ચૂમતા પાર્ટી...

'પીકે' ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી

થર્ટીફર્સ્ટ નાઈટ સેલિબ્રેટ કરી ફુલ ટાઈટ થઈને શોખીનો ઘરે પાછા ફરતા હતા. હાજી અલીના રોડ પર જબરજસ્ત કારચેઝિંગનો સીન જોવા મળ્યો.  આગળ ફુલસ્પીડમાં મારુતિ દોડેઅને પાછળ સાઈરન વગાડતી પોલીસની જીપ. નવા વર્ષમાં  સૌથી વહેલા પહોંચવાની ઉતાવળ હોય એમ મારુતિ દોડતી હતી.
પોલીસની જીપે મારુતિને ઓવરટેક કરી માંડ-માંડ ઊભી રાખી. જોયું તો એક અલ્ટ્રા મોડર્ન  છોકરી નશામાં ચકચૂર આંખે સ્ટિયરિંગ પર બેઠી  હતી.

ટ્રાફિક પોલીસ ધીરે-ધીરે વાંકો વાળીને છોકરીના મોઢા સુધી પોતાનું મોઢું લઈ જવા માંડયો. તમાશો જોવા ભેગા થયેલા લોકોએ બૂમાબૂમ કરી, 'અરે... ક્યાં કરતા હૈ.'
પોલીસનું મોઢું લગોલગ આવ્યું ત્યારે  અલ્લડ છોકરીએ ઝપ્પ દઈને  કિસ ચોડી કહ્યું, 'હેપી ન્યુ યર... સાહબ, ઈતની સી બાત કે લિએ ઈતના ચેઝિંગ કિયા?'

હેબતાઈ ગયેલા પોલીસે માંડ-માંડ જાતને  કન્ટ્રોલ કરતાં રુઆબથી કહ્યું, 'અરે મેડમ, આપ પીકે કાર ચલા રહી થી, વો મૈં સૂંઘ કે ચેક કર રહા થા. આલ્કોહોલ મીટર બિગડ ગયા ઈસ લિએ મેન્યુઅલ ચેકિંગ ચાલુ કિયા હૈ...'

ખુલાસો સાંભળી ખડખડાટ હસી છોકરીએ  કાર આડીઅવળી મારી મૂકી. ટોળામાંથી કોઈએ લલકાર્યું : 'પીકે' ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી...

નશામાં ઘૂત થઈને ડ્રાઈવિંગ કરતા કેટલાકને પોલીસે પકડયા.તત્કાળ અનાડી કોર્ટમાં એકબીજાના ટેકે ખડા કર્યા. કોર્ટમાંય કકળાટ અને એલફેલ બોલતા આ પિયકક્ડોનો અવાજ વધી જતાં મેજિસ્ટ્રેટે  ટેબલ પર હથોડી પછાડી રાડ પાડી, 'ઓર્ડર... ઓર્ડર...'

તરત એક જણે થોથવાતી જીભે ઓર્ડર આપ્યો, 'કુછ પીલાવ...'

નવા વર્ષે તમે જ કહો  લૉ એન્ડ ઓર્ડર ક્યાંથી જળવાય? તમે મસ્તી ખાતર એક વાર કંઈક લો પછી વારંવાર ઓર્ડર આપવાનું જ મન થાયને?

બાંદરાના જૂના  પાડોશી પાસ્કલ સવારના પહોરમાં હેપી ન્યુ યર... હેપી ન્યુ યર કરતા આવીને ઊભા રહ્યા. મેં પૂછ્યું, 'કેમ, બે દિવસે હેપી ન્યુ યર વિશ કરવાનો ટાઈમ મળ્યો?'

ત્યારે પાસ્કલે કહ્યું, 'શું કરું? થર્ટીફર્સ્ટની પાર્ટીમાં ખાઈ-પીને જલસા કર્યા પછી દોઢ દિવસ સૂવામાં જ ગયો.'
મેં પૂછ્યું, 'બાંદરાની ખાડીના મચ્છર સૂવા કેમ દે છે?'

પાસ્કલે કહ્યું, 'શું વાત કરું યાર? રોજ લોહી પી જતા મચ્છરો થર્ટીફર્સ્ટ નાઈટ પછી એકાદ-બે ચટકા ભરીને લથડિયાં ખાઈ પડવા માંડયા. એમની કેપેસિટી નહીં અને પીવા જાય પછી શું થાય? આપણી તો નસ-નસમાં નશો વહેતો હતો.'

પાસ્કલ ડિસોઝા કાયમ પરમપિતાને યાદ કરે અને ન્યુ યરની પાર્ટી નજીક આવે ત્યારે રમ પીતાને યાદ કરે. ફરેલ ખોપડીનો પાસ્કલ (પા-સ્કલ) કાયમ કહે, 'અમારા ધરમમાં જ રમ (એટલે કે શરાબ) પીવાનું લખ્યું છે, રમ ન પીએ તે તમારા જેવા ન-રમ રહે ખબર છે?'

કહેવાય છે કે મુંબઈમાં એક રાતમાં કરોડો રૃપિયાનો દારૃ પીવાયો. પુરુષો જ નહીં, મહિલાઓ  પણ પીવામાં પુરુષ સમોવડી બની ગઈ છે. અમુક મોંઘી પાર્ટીઓમાં તો ૧૦-૧૫ હજાર રૃપિયા ખર્ચીને કપલો ખાવા, પીવા ને ઝૂમવા ગયાં હતાં. પાર્ટી એનિમલ તરીકે જાણીતાં અમારી સોસાયટીનાં સંજુ કહે, 'અરે સાહેબ, ન્યુ યરની કપલ્સ પાર્ટીની મોજમસ્તીની શું વાત કરું? આખો માહોલ જ બદલાઈ ગયો હતો.'

મેં ખણખોદ કરતાં પૂછ્યું, 'આખો માહોલ કઈ રીતે બદલાયેલો લાગતો હતો.?'

સંજુ બોલ્યો 'અરે, કપલ્સ જ બદલાઈ ગયાં હતાં. અદલાબદલીમાં ક્યારે સવાર પડી એ જ ખબર ન પડી.'
મને તો અદલાબદલાની વાત  સાંભળીને ઓલું ગીત યાદ આવી ગયું, 'એક રાત મેં દો-દો  ચાંદ ખીલે, એક ઘૂંઘટ મેં એક  'બદલી'મેં...'

મંદિરમાં ચંપલ બદલાય અન ેમિજબાનીમાં કપલ બદલાય.

ગુજરાતના ડ્રાય એરિયામાંથી પણ કેટલાય ડ્રાય-ક્લીનરો ગળું ભીનું કરવા નવા વર્ષે અચૂક મુંબઈ પહોંચી જાય છે. ગ્રાન્ટ રોડ પાસેથી પસાર થતી વખતે આવા જ બે શોખીનો સુરતી ભાષામાં  થોથવાતી જીભે ગાળો સોફાવતાં, લથડિયાં ખાતા જોયા, કેમેય કરીને સ્ટેશનનો રસ્તો નથી સૂઝતો એ ખબર પડી ગઈ.

અચાનક પોસ્ટઓફિસ પાસે લાલ અને લીલા રંગના બે પોસ્ટના ડબ્બા જોઈ બેઉ રંગમાં આવી ગયા. આડાઅવળા થતાં ડબ્બા પાસે જઈને કાગળ નાખવાની જગ્યાએ માથું ખોસવા માંડયા. એક બોલ્યો, 'પાછા સુરત જવા ફલાઈંગના રિઝર્વેશનની માથાકૂટ કોણ કરે? ચાલ પોસ્ટમાં જ આરામથી પહોંચી જઈશું.'

બેઉ દારૃડિયાનો ખેલ જોઈ હવાલદાર નજીક  આવ્યો અને નવા ફાઈબર ગ્લાસના દંડૂકા બેઉની બેઠકના ભાગ પર માર્યા.દંડૂકો વાગતાં એક દારૃડિયાએ હરખાઈને પોતાના સાથીને કહ્યું, 'એમ ને એમ રહેજે, આપણે પોસ્ટઓફિસમાં પહોંચી ગયા, જો હમણાં વાંસે સિક્કો માર્યોને?'

અમુક શોખીનોએ તો શહેરથી દૂર ન્યુ યરની કોકટેલ પાર્ટી રાખી હતી. તાનસા સરોવર નજીક આવી જ એક પાર્ટીમાં જવાનું  થયું. દારૃની રેલમછેલ વચ્ચે આખી રાત નાચગાન અને મોજમસ્તીમાં  વિતાવી.  સૂર્યોદય થતાં એકબીજાને હેપી ન્યુ યર વિશ કરીને બધા પોતપોતાને રસ્તે જવા માંડયા, પણ ચાર-પાંચ દોસ્તોથી એટલો પીવાઈ ગયો હતો કે ઊભા થવાનીયે ત્રેવડ નહોતી, અથડાતા કૂટાતા તાનસા સરોવરના કિનારે જઈ બે જણ કમર સુધી પાણીમાં ઊતરી ગયા. કોઈનું ધ્યાન જતાં બૂમાબૂમ કરી, 'એય... આ શું કરો છો? તળાવમાં ડૂબી જશો.

આ સાંભળી એક જણે કહ્યું, 'ડૂબીજઈએ તો શું વાંધો છે? સવારે વહુ ઘરનો નળ ખોલશે એટલે સીધા ઘરમાં નીકળીશું.'
 

Keywords boj,viana,ni,moj,02,january,2018,

Post Comments