Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીધામમાં ફરિયાદ બાદ ભાજપના બેનરને તાત્કાલીક ઉતારી લેવાતા આશ્ચર્ય !

- ભાજપનો વધુ એક બેનર વિવાદમાં : આચાર સંહિતા ભંગની પણ કોંગ્રેસ દ્વારા ફરીયાદ

- એક બાજુ કોંગ્રેસને મંજુરી લેવામાં આવી હોવાનું જણાવાયું બીજીબાજુ બેનર દૂર કરી દેવાયો

ગાંધીધામ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગાંધીધામમાં ઠેક-ઠેકાણે ભાજપના ગેરકાયદેસર બેનરો લાગેલા હોવાનું બહાર આવી રહ્યું છે. એરપોર્ટ રોડ અને આદિપુરમાંથી ભાજપના બેનરો ઉતારાયા બાદ આત્મારામ સર્કલ પાસે પણ ભાજપનું મોટું બેનર લાગતા કોંગ્રેસ દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. લેખીત ફરિયાદ કરવાની સાથે આ બેનર ઉતારી લેવાયું હતું. તેવામાં આ મામલામાં હવે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાય છે કે નહી તે જોવાનું રહેશે.

આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામમાં અમિત શાહની મુલાકાત વખતે એરપોર્ટ રોડ પર ભાજપના ગેરકાયદેસર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. તો આદિપુરમાં પણ ભાજપનું પોસ્ટર પાલિકાએ ઉતાર્યું હતું. તેવામાં આત્મારામ સર્કલ સામે દુકાનોની ઉપર એક મહાકાય ભાજપનો હોર્ડીંગ્સ લગાડવામાં આવ્યું હતું.

તેના કારણે કોંગ્રેસના પ્રવક્તા લતીફ ખલિફાએ નોડલ અિધકારી પાલિકાના ચીફ ઓફિસરને લેખીત ફરિયાદ કરી આચાર સંહિતાનો ભંગ થતો હોય તો પગલા ભરવા માંગ કરી હતી. આ ફરિયાદ બાદ તરત જ આ બેનર ઉતારી લેવામાં આવ્યો હતો. તેવામાં આ મામલે આચાર સંહિતા ભંગની ફરિયાદ થાય છે કે અગાઉની જેમ ભીનું સંકેલી લેવામાં આવે છે તે જોવાનું રહેશે.

મંજુરી હતી તો બેનર ઉતારાયો કેમ ?: કૌંગ્રેસ
ગાંધીધામ,તા.૧૦
આ અંગે કોંગ્રેસના લતિફ ખલિફાએ જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ તેઓને ચીફ આફિસરે આ બેનર મંજૂરી લઈને લગાડવામાં આવ્યો હોવાનું  જણાવ્યું હતું. પરંતુ જો મંજૂરી લઈને લગાડવામાં આવ્યો હોય તો ફરિયાદ બાદ ઉતારી કેમ લેવાયો ? તેનો કોઈ સંતોષકારક જવાબ ચીફ ઓફિસરે આપ્યો ન હતો. તેથી આ બેનર અંગે તપાસ જરૃરી છે.
 

Post Comments