Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોકળગતિએ ચાલતુ દેશલપર-નલિયાના રોડનું કામકાજઃ વાહનચાલકો થયા ખફા

-ચોવીસ કલાક વાહનોથી ધમધમતા રોડની કાયમી ધોરણે હાલત સુધારવા માંગ

આણંદપર,તા.13 મે 2017, શનિવાર

ગોકળગાયની ગતિએ ચાલતા દેશલપર-નલિયા રોડના કામકાજના લીધે વાહનચાલકો ખફા થયા છે. હાલમાં દેશલપર ચોકડીથી સણોસરા સુધીનું ટેન્ડર ભરાણુ છે જેનું કામકાજ આશરે સવા વર્ષ સુધી ચાલશે પરિણામે વાહન ચાલકો વ્યથા અનુભવી રહ્યા છે. લાંબા સમયથી ચાલતા કામકાજ બાદ પણ રસ્તાની હાલત સુધરવાને બદલે બગડતી હોવાનો આક્ષેપ ઉઠયો છે.

હાલમાં દેશલપરથી નલિયા માર્ગ ૧૦ મીટર પહોળો બનાવાનું ચાલી રહ્યુ છે. આ કામ ગોકળગતિએ કરવામાં આવે છે. દેશલપર ચોકડીથી સણોસરા સુધીનું જે ટેન્ડર ભરવામાં આવ્યુ  છે જે આશરે ૩૦-૩૫ કિ.મી સુધીનો આ કામ સવા વર્ષ સુધી ચાલશે. વાહન ચાલકોના જણાવ્યા પ્રમાણે  જયારે પહેલા રોડ બન્યો ત્યારે વરસાદમાં આ રોડ ધોવાઈ ગયો હતો. અને ત્યારબાદ થીગડથાગડ જેવી કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારના રહીશો માટે આ રોડ માથાના દુઃખાવા સમાન બન્યો છે.

તો વળી ખાનગી કંપનીઓના વાહનોની અવરજવર વધુ હોવાથી રોડની હાલત સુધરવાને બદલે દીન પ્રતિદીન બગડતી જાય છે. આ કામ તાત્કાલીક ધોરણે પુરૃ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. ગોકળ ગતિએ ચાલતા કામકાજના લીધે રૃપિયાનું ધોવાણ થતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે.

Post Comments